ગાઝિયાબાદના (Ghaziabad) ડાસના મંદિરના (Dasna Mandir) મહંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર પ્રસિદ્ધ સંત યતિ નરસિંહાનંદ (Yati Narsimhanand) મહારાજ પણ અનેક સંતોની જેમ મહાકુંભમાં (Mahakumbh) દર્શન માટે અને અમૃત સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા છે. દરમિયાન તેઓ અને તેમના અન્ય શિષ્યો પ્રયાગમાં કેમ્પ બનાવીને ત્યાં રહી રહ્યા છે. તેવામાં યતિ નરસિંહાનંદના કેમ્પની બહારથી એક સંદિગ્ધ મુસ્લિમ શખ્સને (Muslim Man) યુપી પોલીસે (UP Police) ઝડપી પાડ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે શખ્સનું નામ અયુબ (Ayub) છે, પરંતુ તે આયુષ (Ayush) નામ ધારણ કરીને અંદર ઘૂસ્યો હતો. હાલ પોલીસે તેની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના મંગળવારે (14 જાન્યુઆરી) સવારે બનવા પામી હતી. પ્રયાગમાં વહેલી સવારે યતિ નરસિંહાનંદના કેમ્પની બહાર અખાડાના સંતોએ શંકાના આધારે એક યુવકને પકડી પાડ્યો હતો. પહેલાં તેણે યતિ નરસિંહાનંદ મહારાજને મળવા આવ્યો હોવાનું કહ્યું હતું અને પોતાનું નામ આયુષ ગણાવ્યું હતું. શંકા થવા પર સંતોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કડક પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અયુબ હોવાનું સ્વીકાર્યું હતું.
‘મુસ્લિમોના કારણે હિંદુ વસ્તીને જોખમ’- યતિ નરસિંહાનંદ મહારાજ
આ ઘટના બાદ યતિ નરસિંહાનંદ મહારાજનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે, “મુસ્લિમોની આબાદી ઝડપથી વધી રહી છે અને હિંદુઓની વસ્તી પ્રમાણે ઘટી રહી છે. તેવામાં હિંદુઓએ પણ પોતાની વસ્તી વિશે વિચારવું જોઈએ અને તે તરફ પગલાં ભરવા જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે, “ભારતમાં મુસ્લિમોના કારણે હિંદુ વસ્તી પર જોખમ ઊભું થઈ રહ્યું છે.”
નોંધવા જેવું છે કે, યતિ નરસિંહાનંદ તાજેતરમાં જ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. કેટલાક કટ્ટરપંથી મુસ્લિમોએ તેમના પર ‘ઈશનિંદા’નો આરોપ લગાવ્યો હતો અને તેમના વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના (STSJ) નારા પણ લગાવવામાં આવ્યા હતા. ડાસના મંદિરની બહાર પણ મુસ્લિમ ટોળાં એકઠા થવા લાગ્યા હતા, જોકે, પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. આ ઉપરાંત દેશભરમાં મુસ્લિમ ટોળાંઓએ યતિ વિરુદ્ધ ભડકાઉ અને મઝહબી નારા પણ લગાવ્યા હતા. તેવામાં હવે તેમના કેમ્પની બહાર શંકાસ્પદ મુસ્લિમ વ્યક્તિ મળી આવવો પણ તે દિશામાં વિચારવા પર મજબૂર કરી શકે છે.