Sunday, September 15, 2024
More
    હોમપેજક્રાઈમ'ઔરંગઝેબે તેમને (હિંદુઓને) કેવી રીતે માર્યા હશે કે તેમને આજે પણ દુઃખે...

    ‘ઔરંગઝેબે તેમને (હિંદુઓને) કેવી રીતે માર્યા હશે કે તેમને આજે પણ દુઃખે છે’: ગઝવા-એ-હિંદનું સપનું જોતા મૌલાના અઝહરીના જૂના ભડકાઉ વિડીયો થયા વાયરલ

    તેના ભડકાઉ ભાષણના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે જેહાદની ધમકી આપી રહ્યો છે. તે કાયમ લોકોને હિંદુઓ અને દેશ વિરુદ્ધ ઉશ્કેરતા જોવા મળતો રહે છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના રહેવાસી મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ શબ્દો સાથેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મૌલાના પોતાના હિંદુ વિરોધ, દ્રેષપૂર્ણ ભાષણો માટે કુખ્યાત છે. તાજેતરમાં તેણે હિંદુઓની સરખામણી કૂતરા સાથે કરી હતી, જે પછી તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેને સૌથી પહેલા મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લઈ આવવામાં આવ્યો છે. આ દરમિયાન તેના સમર્થકોએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.

    ત્યારે આ પહેલીવાર નથી કે, જ્યારે મૌલાના સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હોય. આ મામલે તે કુખ્યાત છે. તેના ભડકાઉ ભાષણના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે જેહાદની ધમકી આપી રહ્યો છે. તે કાયમ લોકોને હિંદુઓ અને દેશ વિરુદ્ધ ઉશ્કેરતા જોવા મળતો રહે છે.

    - Advertisement -

    આવ જ એક વાયરલ વિડીયોમાં અઝહરી કહે છે, “અલ્લાહનો આભાર, કે અમે છાણ ખાનારા નથી. અલ્લાહનો ખૂબ ખૂબ આભાર કે અમે ગાયના છાણને કોહિનૂર કહેવાવાળા તો નથી. કરીમનો આભાર કે અલ્લાહે આપણને દૂધ પીનારી કોમમાં પેદા કર્યા છે. આપણે દુનિયામાં જોયું છે કે જે માંસ ખાય છે તે તો સિંહ છીએ પણ છાણ ખાય છે તે સુઅર તો નથીને.”

    આજ પ્રકારના એક વિડીયોમાં તે મુસ્લિમોને રાહ જોવાનું કહેતા કહે છે, કે જ્યારે સમય આવશે ત્યારે મસ્જિદો તોડીને બનાવેલા મંદિરોને મુસ્લિમો તોડી નાખશે અને ત્યાં ફરીથી નમાઝ અદા કરશે. વીડિયોમાં તે કહે છે, “આજની જવાબદારી એટલી જ છે કે, પરિસ્થિતિ જોઈને બાળકોને એવું ના કહેતા કે બેટા, જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે તેમ ચાલતા રહો.”

    તેણે આગળ કહ્યું, “ના, તમારા બાળકોને આ શીખવો, આજે આપણે કસોટીના સમયમાં છીએ, કાલે જો અલ્લાહ પરિસ્થિતિ સારી બનાવે તો યાદ રાખો, જે જગ્યાએ મસ્જિદો તોડીને મંદિરો બનાવવામાં આવ્યા છે, ત્યાંથી ઇન્શાઅલ્લાહ અઝાનનો અવાજ ફરીથી ગુંજશે. તમારા બાળકોને તમારી આજ સલાહ હોવી જોઈએ.”

    આ ઉપરાંત એક વાયરલ વિડીયોમાં સલમાન અઝહરી કહે છે, “ખબર નહિ આજકાલ ઔરંગઝેબનું નામ લેતા જ લોકોને તકલીફ કેમ થવા લાગે છે. થાય છે ને? મને સમજાતું નથી કે ઔરંગઝેબે તેમને (હિંદુઓને) કેવી રીતે માર્યા હશે કે તેમને આટલા વર્ષોથી તકલીફ થઇ રહી છે. તેને શું કર્યું હશે કે, હજી દુઃખ દૂર નથી થઈ રહ્યું”

    એક વિડીયોમાં મૌલાના અઝહરી ગઝવા-એ-હિંદ વિશે જણાવતો દેખાય છે. તે કહે છે, “આ કયામતની નજીક થવાનું છે અને તેને શું કહેવામાં આવે છે? ગઝવા-એ-હિંદ. અને મેં તમને ગઝવાની વ્યાખ્યા વિશે શું કહ્યું?” તેણે આગળ સમજાવ્યું કે તેને જંગ-એ-હિંદને બદલે ગઝવા-એ-હિંદ કેમ કહેવામાં આવે છે.

    મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેને જૂનાગઢના ખાતેના જે કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, તે કાર્યક્રમના આયોજકો મુહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરાની સાથે મૌલાના સલમાન અઝહરીને પણ એફઆઈઆરમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (સી), 505 (2), 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં