Tuesday, December 3, 2024
More
    હોમપેજગુજરાતભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરીની અટકાયત, મુંબઈ પહોંચી ગુજરાત એટીએસ: જૂનાગઢ...

    ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરીની અટકાયત, મુંબઈ પહોંચી ગુજરાત એટીએસ: જૂનાગઢ પોલીસે દાખલ કરી છે FIR

    હાલ ગુજરાત ATS તરફથી અધિકારીક પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું કે મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ મથકે રાખવામાં આવ્યો છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત લાવવા માટે ATS રવાના થઈ શકે છે.

    - Advertisement -

    જૂનાગઢ આવીને ભડકાઉ ભાષણ આપવા બદલ ગુજરાત ATSએ મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી છે. ATSએ મુંબઈ પોલીસ સાથે મળીને ઑપરેશન પાર પાડ્યું હતું અને ઘાટકોપરથી મુફ્તીની અટકાયત કરી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    મુફ્તી સલમાન અઝહરીના X અકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી છે, જેમાં ગુજરાત ATS, મુંબઈ ATS અને સ્થાનિક ચિરાગ નગર પોલીસે મુફ્તી અઝહરીને કસ્ટડીમાં લઇ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ, આ કાર્યવાહી તાજેતરમાં જૂનાગઢ પોલીસે દાખલ કરેલી FIR મામલે કરવામાં આવી હોવાની પણ પુષ્ટિ થઈ છે. 

    હાલ ગુજરાત ATS તરફથી અધિકારીક પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે News24ના એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું કે મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ મથકે રાખવામાં આવ્યો છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત લાવવા માટે ATS રવાના થઈ શકે છે.

    સમર્થકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો

    - Advertisement -

    મુફ્તી સલમાનની અટકાયત કરીને ઘાટકોપર પોલીસ મથકે લઇ જવામાં આવતાં જ મોટી સંખ્યામાં તેના સમર્થકો પોલીસ મથકની બહાર એકઠા થઈ ગયા હતા અને છોડવાની માગ કરી હતી. સોશિયલ મિડિયા પર પણ અમુક પોસ્ટ ફરતી થઈ હતી, જેમાં સૌને એકઠા થવા માટે જણાવવામાં આવી રહ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગુજરાત ATS મુફ્તીને જૂનાગઢ લઇ જવા માંગે છે, પણ 4 કલાકથી વધુ સમયથી મુફ્તી સમર્થકોએ પોલીસને ઘેરી રાખ્યા છે. જોકે, ગુજરાત ATS આજે ધરપકડ કરવા પર અડગ હોવાનું જાણવા મળ્યું છે.

    31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ

    આ મામલો ગત 31 જાન્યુઆરી, 2024ના રોજ જૂનાગઢ સ્થિત નરસિંહ વિદ્યામંદિરમાં યોજાયેલી મુસ્લિમ સમુદાયની એક સભા સાથે સંકળાયેલો છે. આયોજકો યુસુફ મલેક અને અજીમ ઓડેદરાએ વ્યસનમુક્તિ માટે કાર્યક્રમ હોવાનું અને વક્તા મુફ્તી સલમાન અઝહરી તેમાં મઝહબ વિશે ભાષણ આપશે તેમ કહીને પોલીસ પાસેથી પરવાનગી લીધી હતી. પરંતુ પછીથી અઝહરીએ કાર્યક્રમમાં ઝેર ઓક્યું હતું. જેનો એક 22 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

    સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં અઝહરી ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’, ‘યે જાલિમ કાફિર ક્યા સમજતે હૈ’ જેવી ભડકાઉ વાતો કહેતો જોવા મળે છે. જે વિડીયોના આધારે સૌપ્રથમ ઑપઇન્ડિયાએ એક્સક્લુઝિવ અહેવાલ પ્રકાશિત કર્યા હતા તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ વિડીયો વાયુવેગે પ્રસર્યા બાદ લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    2 આયોજકોની થઈ ચૂકી છે ધરપકડ, મુફ્તીને પણ લાવવામાં આવી શકે

    જૂનાગઢ પોલીસે ત્વરિત સંજ્ઞાન લઈને કાર્યવાહી કરીને મુફ્તી અને 2 આયોજકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. ત્રણેય સામે જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે IPCની કલમ 153(B), 505 (2) 188 અને 114 હેઠળ ગુનો નોંધીને બંને આયોજકોની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, મુફ્તી સલમાનની શોધખોળ શરૂ કરી હતી. 

    તાજા જાણકારી અનુસાર, ગુજરાત ATS હવે મુંબઈ રહેતા મુફ્તી પાસે પહોંચી ગઈ છે અને તેની કસ્ટડી મેળવી લીધી છે. તેને ગુજરાત લાવવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં