Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી અને 2 આયોજકો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે...

    ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી અને 2 આયોજકો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે દાખલ કરી FIR: વિડીયો થયો હતો વાયરલ, ઑપઇન્ડિયાએ પ્રકાશિત કર્યો હતો એક્સક્લુઝિવ અહેવાલ

    22 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. જે બાબતે એક્સક્લુઝિવ અને વિગતવાર અહેવાલો ઑપઇન્ડિયાએ ગુરુવારે (1 ફેબ્રુઆરી) પ્રકાશિત કર્યો હતો.

    - Advertisement -

    ભડકાઉ ભાષણ આપવા મામલે જૂનાગઢ પોલીસે મુફ્તી સલમાન અઝહરી તેમજ બે આયોજકો સામે FIR નોંધી છે. જૂનાગઢ B ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પોલીસ સ્વયં બની છે. તાજેતરમાં અઝહરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

    ગત 31 જાન્યુઆરીએ જૂનાગઢ કોર્ટ નજીક આવેલ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં મુસ્લિમ સમુદાયનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગયો હતો. હવે આ મામલે પોલીસે 2 આયોજકો અને મુફ્તી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 

    FIRમાં આયોજકો મહંમદ યુસુફ મલેક અને અજીમ હબીબ ઓડેદરા તેમજ મુફ્તી સલમાન અઝહરીને આરોપી બનાવવામાં આવ્યા છે. ત્રણેય સામે IPCની કલમ 153(B), 505(2), 188 અને 114 હેઠળ ગુનો દાખલ થયો છે. ફરિયાદમાં કાર્યક્રમમાં ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ તેમજ કાર્યક્રમ મંજૂરી કરતાં મોડે સુધી ચાલુ રાખીને જાહેરનામાનો ભંગ કરવાની કલમો લગાડવામાં આવી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    નોંધવું જોઈએ કે તાજેતરમાં મુફ્તી સલમાન અઝહરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તે કહે છે કે, “અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ…કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા… આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” (હજુ તો કરબલાનું અંતિમ યુદ્ધ બાકી છે… થોડા સમયની શાંતિ છે, પછી ફરી અવાજ થશે. આજે કૂતરાઓનો સમય છે, કાલે આપણા જમાના પણ આવશે.) આટલું કહીને તે ‘લબ્બેક યા રસૂલલ્લાહ’ના નારા લગાવે છે અને સામેની ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે. 

    22 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. જે બાબતે એક્સક્લુઝિવ અને વિગતવાર અહેવાલો ઑપઇન્ડિયાએ ગુરુવારે (1 ફેબ્રુઆરી) પ્રકાશિત કર્યો હતો. દરમ્યાન, ઑપઇન્ડિયાએ પોલીસનો પણ સંપર્ક કર્યો, જ્યાંથી જાણવા મળ્યું હતું કે તેમણે સંજ્ઞાન લીધું છે અને આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આખરે હવે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની તાજી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 

    ભાષણમાં અઝહરીએ અન્ય પણ ભડકાઉ વાતો કહી હતી. સલમાન અઝહરીએ કહ્યું હતું કે, કોઇ મસ્જિદમાં બુત (મૂર્તિ) રાખી દેવાથી તે કંઈ બુતખાનું બની જતી નથી. એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમો પોતાની મસ્જિદ છોડી રહ્યા છે તેથી ત્યાં ‘કૂતરાઓ’ રાજ કરવા માંડે છે. સાથે મુસ્લિમ યુવાનોને ભડકાવતાં એમ પણ કહ્યું હતું કે, આપણા મરવાથી ઈસ્લામ ખતમ નહીં થઈ જાય. 

    અંતે હિન્દીમાં કહે છે કે, “ન ગભરાઓ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. આ જાલિમ કાફિર ક્યા સમજતે હૈ જો રોજ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ, શોર આયેગા…..આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” ત્યારબાદ લબ્બેક યા રસૂલલ્લાહના નારા લાગે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં