Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅંધભક્તિ?: મોતીલાલ પુત્ર માટે પિતાના અપમાન કરતાં ગાંધી પરિવારનું સન્માન વધુ મહત્ત્વનું, પિતા...

  અંધભક્તિ?: મોતીલાલ પુત્ર માટે પિતાના અપમાન કરતાં ગાંધી પરિવારનું સન્માન વધુ મહત્ત્વનું, પિતા પણ ખોટા ન હતા અને કોંગ્રેસ પણ ખોટી નથી એવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું

  કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા મોતીલાલ વોરાના પુત્રએ કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર પ્રત્યે પોતાની ભક્તિ પુરવાર કરવા માટે એક હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે.

  - Advertisement -

  આજીવન ગાંધી પરિવારના વફાદાર રહેલા કોંગ્રેસના દિવંગત નેતા મોતીલાલ વોરા પર યંગ ઇન્ડિયા લિમિટેડ અને નેશનલ હેરાલ્ડ અખબારની પેરન્ટ કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના તમામ નાણાકીય વ્યવહારો કર્યાના આરોપ લાગ્યા બાદ તેમના પુત્રે આ મામલે પ્રતિક્રિયા આપી છે. 

  મોતીલાલ વોરાના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય અરુણ વોરાએ કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તેમના પિતા પર આવા આરોપો ન લગાવી શકે.

  રિપોર્ટ અનુસાર, અરુણ વોરાએ કહ્યું છે કે, “આ પાયાવિહોણા આરોપો છે. કોંગ્રેસનું નેતૃત્વ ખોટું ન હોઈ શકે અને ન તો વોરાજી. રાહુલજી મારા પિતા પર આવા આરોપો ન લગાવી શકે.”

  - Advertisement -

  અરુણ વોરાએ કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ ક્યારેય ખોટું ન હોય શકે અને રાહુલ ગાંધીએ પાર્ટીના ભૂતપૂર્વ ખજાનચી મોતીલાલ વોરાને આ સોદા માટે જવાબદાર ઠેરવ્યા હોવાના મીડિયા અહેવાલોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે EDની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે AJLના ટ્રાન્ઝેક્શનના અધિકૃત હસ્તાક્ષરકર્તા મોતીલાલ વોરા હતા.

  નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ નેતાઓ પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેએ પણ ઇડીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સોદા માટેનો નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો ન હતો અને તેના તમામ નાણાકીય વ્યવહારો માટે મોતીલાલ વોરા જવાબદાર હતા. જે મામલે મોતીલાલ વોરાના પુત્ર અરૂણ વોરાએ કહ્યું કે, “હું પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેના નિવેદનો વિશે નથી જાણતો પરંતુ સત્યની હંમેશા જીત થાય છે. સોનિયાજી, રાહુલજી અને વોરાજીનો વિજય થશે.”

  ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે (15 જૂન 2022) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ મામલે સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.

  તદુપરાંત, ED અધિકારીઓએ રાહુલ ગાંધીને શુક્રવારે (17 જૂન 2022) પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ ED પાસે ત્રણ દિવસનો આરામ માંગીને સોમવારે હાજર થવા જણાવ્યું હતું. જે મામલે ઇડીએ રાહુલ ગાંધીની વિનંતી સ્વીકાર્ય રાખી છે. હવે સોમવારે (20 જૂન 2022) તેમની પૂછપરછ ફરી હાથ ધરવામાં આવશે.

  આ કેસમાં EDની ટીમ મોતીલાલ વોરા, મલ્લિકાર્જુન ખડગે, પવન બંસલ વગેરેની પૂછપરછ કરી ચૂકી છે. આ વર્ષે એપ્રિલમાં કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન EDને અનેક ઈનપુટ મળ્યા હતા. તેના આધારે તપાસનો રેલો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સુધી પહોંચ્યો છે.

  નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગનો આ કેસ વર્ષ 2010માં ગાંધી પરિવારની માલિકીની કંપની યંગ ઈન્ડિયન લિમિટેડનો છે. આ કંપની 5 લાખ રૂપિયાની મૂડીથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં