Sunday, April 13, 2025
More
    હોમપેજક્રાઈમ'મજહબી કટ્ટરપંથીઓના ભયથી 400થી વધુ હિંદુઓએ કર્યું પલાયન': મુર્શિદાબાદ હિંસા પર ભાજપનો...

    ‘મજહબી કટ્ટરપંથીઓના ભયથી 400થી વધુ હિંદુઓએ કર્યું પલાયન’: મુર્શિદાબાદ હિંસા પર ભાજપનો દાવો, BJP નેતાએ કહ્યું- TMC જેહાદીઓને આપે છે પ્રોત્સાહન

    સુવેંદુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, TMCની તુષ્ટિકરણની રાજનીતિના કારણે જ મજહબી કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વક્ફ કાયદાના વિરોધની આડમાં હવે સ્પષ્ટ હિંદુવિરોધી હિંસા શરૂ થઈ ગઈ છે. મુસ્લિમ ટોળાં વીણી-વીણીને હિંદુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હમણાં સુધીમાં આ ભયાનક હિંસામાં ત્રણ નિર્દોષ લોકોના જીવ ગયા છે અને અનેક ઘાયલ પણ થયા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે ભાજપે દાવો કર્યો છે કે, મજહબી કટ્ટરપંથીઓના ભયથી 400થી વધુ હિંદુઓએ મુર્શિદાબાદ સહિતના વિસ્તારોમાંથી પલાયન કરવાની ફરજ પડી છે. આ સાથે ભાજપે બંગાળ સરકાર અને સુરક્ષાદળોને હિંદુઓને જેહાદથી બચાવવાની અપીલ પણ કરી છે.

    ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, વક્ફ કાયદાના નામે થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયાનથી લગભગ 400થી વધુ હિંદુઓએ પોતાના ઘરેથી ભાગવા પર મજબૂર થવું પડ્યું છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, આ હિંસામાં હમણાં સુધીમાં 3 લોકોનો જીવ ગયો છે.

    સુવેંદુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, TMCની તુષ્ટિકરણની રાજનીતિના કારણે જ મજહબી કટ્ટરપંથીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું છે કે, “મજહબી કટ્ટરપંથીઓના ભયથી ધુલિયાન, મુર્શિદાબાદના 400થી વધુ હિંદુઓ નદી પાર કરીને પાર લાલપુર હાઇસ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, વૈષ્ણવનગર, માલદામાં શરણ લેવા મજબૂર થયા છે.”

    - Advertisement -

    આ સાથે જ સુવેંદુ અધિકારીએ કેટલાક હિંદુઓના વિડીયો પણ પોસ્ટ કર્યા છે. અધિકારીએ પોસ્ટ કરેલા વિડીયોમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, તેમનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીઓએ મદદ માટે કશું કર્યું નહોતું. વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, પોલીસ પણ ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. વધુમાં સુવેંદુ અધિકારીએ સુરક્ષાદળો અને રાજ્ય પોલીસને લોકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટેની અપીલ પણ કરી છે.

    ઇસ્લામી કટ્ટરપંથીઓએ ભડકે બાળ્યું છે મુર્શિદાબાદ

    નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ ઉત્પાત મચાવી રહ્યા છે. મુસ્લિમ ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો, સરકારી વાહનો સળગાવી દીધા, રેલવે સ્ટેશન પર તોડફોડ કરી, ટ્રેનો પર પણ પથ્થરમારો કર્યો અને ટ્રેનમાં રહેલા યાત્રિકોને પણ ટાર્ગેટ કર્યા હતા. વધુમાં ઇસ્લામી ટોળાં હિંદુઓને પણ વીણી-વીણીને ટાર્ગેટ કરી રહ્યા છે. હમણાં જ ભગવાનની મૂર્તિઓ બનાવતા એક પિતા-પુત્રની હત્યા આ ટોળાં દ્વારા કરવામાં આવી છે.

    તે સિવાય હિંદુઓની હોટેલો, દુકાનો અને મકાનોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ મુસ્લિમ ટોળાંએ સેનાના જવાનો પર પણ હુમલો કરી દીધો હતો અને ફાયરિંગ કરી દીધું હતું. BSFના જવાનો પર હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ તમામ ઘટનાઓને વક્ફના વિરોધની આડમાં અંજામ આપવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં