Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમશાળામાં ફેક NCC કેમ્પ, ભાગ લેવા આવેલી 13 વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ: પ્રિન્સિપલ,...

    શાળામાં ફેક NCC કેમ્પ, ભાગ લેવા આવેલી 13 વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ: પ્રિન્સિપલ, આયોજક સહિત અનેકની ધરપકડ; તમિલનાડુના કેસમાં NCWએ લીધું સ્વયં સંજ્ઞાન

    મામલો મીડિયામાં સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે સંજ્ઞાન લીધું હતું અને તમિલનાડુ DGPને જાણ કરીને નિષ્પક્ષ અને સમયસર તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કમિશને આ મામલે વિગતવાર તપાસ કરીને ત્રણ દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપ્યા છે.

    - Advertisement -

    તમિલનાડુની એક શાળામાં ફેક NCC (નેશનલ કેડેટ કોર્પ્સ) કેમ્પ આયોજિત કરીને ત્યાં વિદ્યાર્થિનીઓને બોલાવીને યૌન શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે કેસ દાખલ કરીને પ્રિન્સિપલ અને શિક્ષકોની ધરપકડ કરી લીધી છે તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે સ્વયં સંજ્ઞાન લીધું છે. 

    ઘટના તમિલનાડુના ક્રિષ્નાગિરિની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું કે ખાનગી શાળામાં કોઇ NCC યુનિટ ન હતું, પરંતુ તેમ છતાં કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, એક ખાનગી ગ્રૂપે શાળા સંચાલકોનો સંપર્ક કરીને કહ્યું હતું કે, આ પ્રકારનો કેમ્પ આયોજિત કર્યા બાદ તેઓ NCC યુનિટ માટે ક્વોલિફાય થશે. શાળાએ કોઇ પણ તપાસ કર્યા વગર જ જૂથને કેમ્પ યોજવા માટે પરવાનગી આપી દીધી હતી. ત્રિદિવસીય કેમ્પમાં કુલ 17 વિદ્યાર્થિનીઓ સહિત 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

    શાળાના ઑડિટોરિયમના પહેલા માળે વિદ્યાર્થિનીઓ માટે રાત્રિરોકાણની વ્યવસ્થા હતી, જ્યારે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આરોપ છે કે સુપરવિઝન માટે કોઇ પણ શિક્ષકને જવાબદારી સોંપવામાં આવી ન હતી. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમનું અહીં યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળા સંચાલકોને મામલાની ખબર હોવા છતાં તેમણે પોલીસને જાણ કરવાના સ્થાને મામલો રફેદફે કરવાના પ્રયાસ કર્યા અને બાળકોને પણ બહુ ગંભીરતાથી ન લેવા માટે કહ્યું હતું. 

    - Advertisement -

    પછીથી વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પછીથી મામલાની તપાસ કરતાં પ્રિન્સિપલ, શિક્ષકો અને કેમ્પનું આયોજન કરનાર સહિત 11 લોકોની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ સામે POCSO અને BNSની લાગુ પડતી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગ્રૂપે અન્ય શાળાઓમાં પણ આવા ફેક NCC કેમ્પનું આયોજન કર્યું હતું કે કેમ. બીજી તરફ, વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. 

    મામલો મીડિયામાં સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે સંજ્ઞાન લીધું હતું અને તમિલનાડુ DGPને જાણ કરીને નિષ્પક્ષ અને સમયસર તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કમિશને આ મામલે વિગતવાર તપાસ કરીને ત્રણ દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં