Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશબાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિંદુઓ, લઘુમતીઓની સુરક્ષા માટે એક્શનમાં મોદી સરકાર, બોર્ડર સિક્યુરિટી...

    બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિંદુઓ, લઘુમતીઓની સુરક્ષા માટે એક્શનમાં મોદી સરકાર, બોર્ડર સિક્યુરિટી ફોર્સના ADGની અધ્યક્ષતામાં બનાવાઈ સમિતિ: ગૃહમંત્રી અમિત શાહનું એલાન

    બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશના પ્રશાસન સાથે સંપર્કમાં રહીને કામ કરશે: ગૃહમંત્રી

    - Advertisement -

    બાંગ્લાદેશમાં હિંસા અને લઘુમતીઓ પર થતા ‘ટાર્ગેટ અટેક’ વચ્ચે ભારત સરકાર તેમની સુરક્ષા માટે એક પછી એક પગલાં ઊઠાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (9 ઑગસ્ટ) ઘોષણા કરતાં જણાવ્યું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ પર નજર રાખવા માટે સરકાર એક સમિતિ બનાવી રહી છે. જે ભારતીય નાગરિકો, હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. 

    કેન્દ્રીય ગૃહમંત્રીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશના પ્રશાસન સાથે સંપર્કમાં રહીને કામ કરશે.” ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ સમિતિ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ઈસ્ટર્ન કમાન્ડના ADGની અધ્યક્ષતામાં કામ કરશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાંગ્લાદેશના હિંદુઓની સુરક્ષા મુદ્દે બોલી ચૂક્યા છે. હિંસાગ્રસ્ત પાડોશી દેશમાં નવી વચગાળાની સરકારની રચના થતાં જ તેમણે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને શુભકામનાઓ પાઠવી હતી પરંતુ સાથે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત આશા રાખે છે કે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થાય અને હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. વડાપ્રધાનના આ નિવેદનને હાલના સમયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ, હવે ગૃહમંત્રી અમિત શાહે પણ હિંદુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને સરકાર સ્તરે કાર્યવાહી આરંભી છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું કથિત આંદોલન હિંસાના રસ્તે ચડી જતાં વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવાની ફરજ પડી હતી. બીજી તરફ, તેમણે બાંગ્લાદેશ છોડતાંની સાથે જ ત્યાં હિંદુઓ પર કટ્ટર ઇસ્લામીઓએ ફરી અત્યાચાર શરૂ કરી દીધો હતો અને સેંકડો લોકોનાં ઘર, દુકાનો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ બધી સ્થિતિ વચ્ચે ભારતે હિંદુઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા માંડ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં