Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમંદિરનો પૂજારી 'ગુર્જરનાથ મહારાજ' નીકળ્યો ગુલ્લુ ખાન, જૂના પરિચિતે ઓળખી કાઢતાં પોલ...

    મંદિરનો પૂજારી ‘ગુર્જરનાથ મહારાજ’ નીકળ્યો ગુલ્લુ ખાન, જૂના પરિચિતે ઓળખી કાઢતાં પોલ ખુલી ગઈ: હિંદુ સંગઠનોના વિરોધ બાદ પોલીસના હવાલે કરાયો

    ગુલ્લુ ખાન જાન્યુઆરી 2023માં હરિયાણાના પાણીપતથી આવ્યા બાદ પૂજારી તરીકે આ મંદિરમાં રહેતો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મંદિરના નકલી પૂજારી તરીકે રહેતા મુસ્લિમ સમુદાયના ગુલ્લુ ઈસ્માઈલ નામના યુવકને હિંદુ સંગઠનોએ ઝડપી પાડયો છે. આરોપીનું નામ ગુલ્લુ ખાન છે જે મૂળ હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. તે મેરઠના મંદિરમાં ગુર્જરનાથ મહારાજ તરીકે નામ બદલીને રહેતો હતો. ગુલ્લુખાને આ પહેલાં પણ કેટલાંક મંદિરોમાં પોતાનું નામ બદલીને રહ્યો છે. ગુલ્લુ મંગળવારે (18 ફેબ્રુઆરી, 2023) પકડાયો છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો મેરઠમાં આવેલ મટૌર ગામનો છે જે દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે. અહીં એક પ્રાચીન ઓમ શનિ મંદિર છે. ગુલ્લુ ખાન જાન્યુઆરી 2023માં હરિયાણાના પાણીપતથી આવ્યા બાદ પૂજારી તરીકે આ મંદિરમાં રહેતો હતો. ગુલ્લુના પિતાનું નામ ઈસ્માઈલ ખાન છે. તેણે પોતાનો પરિચય ગુર્જરનાથ મહારાજ તરીકે આપ્યો હતો. તેણે મંદિરના સંભાળ રાખનારાઓને કહ્યું કે તે અગાઉ હરિયાણાના ઝજ્જરના ડિગલબેરી રોડ ખાતે બાબા ગોરખનાથ મંદિરનો પૂજારી રહી ચૂક્યો છે. તેને મંદિરની સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું.

    ઘણા મહિનાઓ સુધી કોઈપણ ગ્રામજનને તેના મુસ્લિમ હોવાનો સંકેત પણ મળ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક દિવસ ગુલ્લુનો એક પૂર્વ પરિચિત વ્યક્તિ કૃષ્ણપાલ મંદિર પહોંચ્યો હતો. કૃષ્ણપાલે ગુલ્લુ ખાનને ઓળખી લીધો અને ગ્રામજનોને તેની જાણ કરી. ધીરે ધીરે આ વાત હિંદુ સંગઠનો સુધી પહોંચી. હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકો મંદિર પહોંચ્યા. બધા ગુલ્લુ ખાનની ધરપકડની માંગ કરવા લાગ્યા. મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગુલ્લુખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    ગુલ્લુનું આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યું તો તે મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું. SHO દૌરાલાએ મીડિયાને જણાવ્યું કે પ્રારંભિક પૂછપરછ દરમિયાન ગુલ્લુએ સ્વીકાર્યું છે કે તે મુસ્લિમ છે અને નકલી પૂજારી તરીકે મંદિરમાં રહેતો હતો. ગુલ્લુ ખાન મેરઠમાં આવ્યા પહેલાં કયા મંદિરોમાં રહેતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસે ગુલ્લુ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કલમ-419, 295-એ નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં