Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડૉ.સાહિલ ખોખર ચાલુ નોકરીએ હોસ્પિટલમાં પીતો હતો દારૂ: ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ સિવિલમાંથી...

    ડૉ.સાહિલ ખોખર ચાલુ નોકરીએ હોસ્પિટલમાં પીતો હતો દારૂ: ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ સિવિલમાંથી 150ML દારૂ સાથે રંગેહાથે પકડ્યો; છેડતીનો પણ છે આરોપ

    ડૉ. સાહિલ ખોખર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. સાહિલ ડોક્ટર રૂમના કબાટના ખાનામાં દારૂ રાખતો હતો. તપાસમાં 150ML દારૂ પણ પકડાયું.

    - Advertisement -

    આમ તો ગુજરાતમાં દારૂબંદી હોવાનું કહેવાય છે પરંતુ અવારનવાર દારૂ પકડાવું એ સામાન્ય બાબત થઇ ગઈ છે. પરંતુ આ વખતે આવો મામલો આવ્યો છે હમેશાથી વિવાદોનું કેન્દ્ર રહેલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી. અહીં ઇમરજન્સી રૂમમાં ફરજ બજાવતો એક ડોક્ટર, ડૉ. સાહિલ ખોખર, ને હોસ્પિટલમાં જ ક્રાઇમ બ્રાન્ચે પીધેલી હાલતમાં દારૂ સાથે પકડી પાડ્યો છે.

    રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ પીતો હતો અને નશાની હાલતમાં દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાગૃત નાગરિકે જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરને દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સિવિલ અધિક્ષકે તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

    પાણીની બોટલમાં દારૂ રાખતો અબે ચાલુ ડ્યુટી પર પીતો હતો

    અહેવાલો અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાગૃત નાગરિક દ્વારા પોલીસને સાથે રાખી ડો. સાહિલ ખોખરને તેની ડ્યૂટી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમેં દારોડો પાડ્યો ત્યારે જ  ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાની હાલતમાં હોવાની શંકા દૃઢ બની હતી, અને ડો. ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો.

    - Advertisement -

    બાદમાં લાકડાંના કબાટમાં ડોક્ટરનું લોકર ખોલાવતાં પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. ડો.ખોખર ચારેક વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રેક્ટ પર રહેલા ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂ પીતો અને ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. છે કે તે હમેશા નશાની હાલતમાં જ મહિલા દર્દીઓને તપાસતો હતો.

    ઇન્ચાર્જ તબીબ અધિક્ષક સોંપશે ગાંધીનગર રિપોર્ટ

    રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક હાલ બહારગામ હોવાથી અહીંયા ઇન્ચાર્જ તબીબ અધિક્ષક હોસ્પિટલની દેખરેખ રાખી રહ્યા છે.

    મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ડૉ. ખોખર 11 મહિનાના કોન્ટ્રાકટ પર છે. તેઓએ વિશ્વાસ આપ્યો કે આ કેસમાં પૂરતી તપાસ કરવામાં આવશે અને કાચું ન કપાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં