Monday, April 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નૂપુર શર્માનું સમર્થન કેમ કર્યું?’ કહીને મહારાષ્ટ્રમાં વધુ એક હિંદુ યુવક પર...

  ‘નૂપુર શર્માનું સમર્થન કેમ કર્યું?’ કહીને મહારાષ્ટ્રમાં વધુ એક હિંદુ યુવક પર કટ્ટરપંથીઓનો હુમલો, ભાજપ નેતા નિતેશ રાણેએ કહ્યું- હિંદુઓ પર થતા હુમલાઓ સહન કરવામાં નહીં આવે 

  મહારાષ્ટ્રના અહમદનગરના કરજતમાં નૂપુર શર્માના સમર્થન બદલ હિંદુ યુવક પર 10-12 મુસ્લિમ યુવકોએ હુમલો કરવાની ઘટના બની છે.

  - Advertisement -

  મહારાષ્ટ્રના અમરાવતીમાં નૂપુર શર્માના સમર્થન બદલ ઇસ્લામીઓ દ્વારા એક કેમિસ્ટની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની તપાસ ચાલી જ રહી છે ત્યાં નૂપુરના સમર્થન બદલ હુમલો થયાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગરમાં એક હિંદુ યુવક પર મુસ્લિમ ભીડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે.

  રિપોર્ટ અનુસાર, અહમદનગરના કર્જત ખાતે પ્રતીક પવાર નામના એક યુવક પર 12-13 મુસ્લિમોએ તલવાર, દંડા અને હોકી સ્ટિક જેવાં હથિયારો વડે હુમલો કરી દીધો હતો. જેમાં યુવકને માથાના ભાગે અને અન્ય ભાગોએ ગંભીર ઇજા પહોંચી હતી. હાલ યુવક આઇસીયુમાં સારવાર લઇ રહ્યો છે અને જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે. બીજી તરફ, આ મામલે ચારની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમના નામો વિશે હજુ જાણકારી મળી શકી નથી.

  FIR અનુસાર, પ્રતીક અને તેનો મિત્ર કોઈ પ્રસંગમાં જવા માટે બાઈક પર નીકળ્યા હતા અને કર્જત ખાતે આવેલ એક મેડિકલ શોપની બહાર ઉભા રહીને તેમના મિત્રની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન, ત્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકો હથિયારો લઈને આવી પહોંચ્યા હતા અને જેમાંથી એકે પ્રતીકને સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરવાનું કહીને હુમલો કરી દીધો હતો. હુમલો કરનારાઓએ તેને ઉમેશ કોલ્હે જેવી હાલત કરવાની ધમકી આપી હતી અને આંખ અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. 

  - Advertisement -

  મહારાષ્ટ્ર ભાજપના નેતા નિતેશ રાણેએ એક પ્રેસ કોન્ફરન્સમાં નૂપુર શર્માના સમર્થન બદલ હિંદુ યુવક પર હુમલો થયાની ઘટનાની જાણકારી આપીને ઉમેશ કોલ્હે હત્યા કેસની જેમ આ કેસની તપાસ પણ NIA દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. 

  હિંદુઓ ઉપર સતત થઇ રહેલા હુમલાઓને લઈને નિતેશ રાણેએ કહ્યું કે, નૂપુર શર્મા વિવાદ હવે પૂરો થઇ ગયો છે. પણ ક્યાં સુધી હિંદુઓને નિશાન બનાવવામાં આવતા રહેશે. તેમણે એ પણ યાદ કરાવ્યું કે નજીકના ભૂતકાળમાં સોશિયલ મીડિયા ઉપર હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક અને મજાક ઉડાવતી પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ ઉપર હુમલો થયો ન હતો. હિંદુઓએ સંયમ જાળવ્યો હતો. 

  નિતેશ રાણેએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ સહન કરવામાં આવશે નહીં. ક્યાં સુધી હિંદુ સમાજ આવી ઘટનાઓને સહન કરતો રહેશે? તેમણે કહ્યું કે, જો આ પ્રકારની ઘટનાઓ નહીં થંભી તો અમારે પણ ત્રીજી આંખ ખોલવી પડશે અને ધર્મની રક્ષા માટે હથિયારો ઉઠાવવાં પડશે. 

  ઉદ્ધવ ઠાકરે સરકારમાં સતત હિંદુઓ પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને નિતેશ રાણેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હવે મહારાષ્ટ્રમાં હિંદુત્વને સમર્પિત સરકાર છે. મહાવિકાસ આઘાડી સરકાર રહી નથી. જેથી નવાબ મલિક અને અસલમ શેખે પણ એ યાદ રાખવું જોઈએ કે તેઓ મંત્રીમંડળમાં રહ્યા નથી. 

  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના અમરાવતીમાં ગત 23 જૂનના રોજ એક ઉમેશ કોલ્હે નામના કેમિસ્ટની ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. તેમણે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું, જેના કારણે હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની તપાસ NIA કરી રહી છે. અત્યાર સુધીમાં માસ્ટરમાઈન્ડ સુધીના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. તાજેતરમાં મૌલવી મુશફિક અને અરબાઝ નામના બે આરોપીઓ પકડાયા હતા. જેમને કોર્ટમાં રજૂ કરતી વખતે એજન્સીએ ખુલાસો કર્યો હતો કે આરોપીઓએ ઉમેશની હત્યા બાદ બિરિયાની પાર્ટી પણ કરી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં