મહારાષ્ટ્ર ATSએ (Maharashtra ATS) મોટી કાર્યવાહી હાથ ધરતા 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની (Bangladeshi Infiltrators) ધરપકડ (Arrest) કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર (Illegal) રીતે ભારતમાં રહેતા હતા. આ તમામ નાગરિકોએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાં રહેતા હતા. હાલ મહારાષ્ટ્ર ATS સહિતની વિવિધ એજન્સીઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
#BreakingNow: महाराष्ट्र में घुसपैठियों के खिलाफ बड़ा एक्शन.. मुंबई, नासिक और नांदेड़ में ATS की ताबड़तोड़ छापेमारी
— Times Now Navbharat (@TNNavbharat) December 31, 2024
◆ ATS ने 9 बांग्लादेशी घुसपैठिए गिरफ्तार किए@spbhattacharya #Maharashtra #Bangladeshi pic.twitter.com/DYeSR4TWiG
મંગળવારે (31 ડિસેમ્બર) મહારાષ્ટ્ર ATSના એક અધિકારીએ આ બાબતની જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં મુંબઈ, નાસિક, નાંદેડ અને છત્રપતિ સંભાજી નગરમાં સ્થાનિક પોલીસની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આઠ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે.
એક મહિનામાં 43 બાંગ્લાદેશીઓ પકડાયા
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ATSએ ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાંથી 43 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ તમામ નાગરિકો ગેરકાયદેસર ભારતમાં રહેતા હતા. તેમણે જણાવ્યું છે કે, માત્ર ડિસેમ્બર મહિનામાં જ આવી 19 ઘટનાઓ સામે આવી હતી અને ATSએ તે તમામ ઘટનાઓને લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
43 Illegal Bangladeshi Nationals Arrested by Maharashtra ATS in December; Fake Documents Seized
— All India Radio News (@airnewsalerts) December 31, 2024
Read More: https://t.co/Z96t5z1376 pic.twitter.com/s1eaDe9d5P
નોંધવા જેવું છે, માત્ર ડિસેમ્બરના અંતિમ 10 દિવસોમાં જ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. 27 ડિસેમ્બરના રોજ ATSએ નવી મુંબઈ અને સોલાપુર જેવા શહેરોમાંથી 13 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તે સિવાય દિલ્હી પોલીસે બીવી અને 6 બાળકો સાથે ભારતમાં રહેતા બાંગ્લાદેશી નાગરિક જહાંગીરની ધરપકડ પણ કરી હતી. તેની સાથે અન્ય 6 લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલકાતામાંથી પણ 11 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેને નકલી દસ્તાવેજો બનાવી આપનાર મુક્તાર આલમને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી પણ ઝડપાયા હતા બાંગ્લાદેશીઓ
નોંધવા જેવું છે કે, ઑક્ટોબર, 2024માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જે હેઠળ અમદાવાદના દાણીલીમડાના ચંડોળા તળાવ પાસેથી 50 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો ભારતમાં ઘણા સમયથી ગેરકાયદેસર રહેતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 200થી વધુ શંકાસ્પદોની અટકાયત પણ કરી હતી અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.
માત્ર આટલું જ નહીં, પરંતુ અમદાવાદમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ હિંદુ ઓળખ સાથે ભારતમાં રહેતા હતા અને નકલી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. ચંડોળા તળાવને સરકાર પાણીથી ન ભરી શકે તે માટે તેમણે તળાવને ઘન કચરાથી ભરી દીધું હતું.