Sunday, March 23, 2025
More

    મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી: ATSએ 6 મહિલાઓ સહિત 13ની કરી ધરપકડ, મળ્યા ભારતીય દસ્તાવેજ

    મહારાષ્ટ્ર પોલીસની (Maharashtra) એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (Anti-Terrorism Squad ATS) રાજ્યભરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરો (illegal Bangladeshi Rohingya intruders) વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી 13 ઘૂસણખોરો ઝડપાયા છે. જેમાં 7 પુરૂષ અને 6 મહિલાઓ છે. આ ધરપકડો થાણે, નવી મુંબઈ અને સોલાપુર (Solapur) શહેરોમાંથી કરવામાં આવી હતી.

    આ ધરપકડો બાદ ATSએ કુલ 3 કેસ નોંધ્યા છે. આ કેસ ફોરેન સિટીઝન એક્ટ (Foreigners Act) અને પાસપોર્ટ એક્ટ (Passport Act) હેઠળ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા ઘૂસણખોરોને (fake documents) નકલી દસ્તાવેજો દ્વારા ભારતીય ઓળખ કાર્ડ મળ્યા હતા. તેમની મદદ કરનારાઓની પણ શોધ કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ અઠવાડિયે પોલીસે ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. ત્યારબાદ આ અભિયાન હેઠળ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને નાસિકમાં કુલ 7 કેસ નોંધાયા અને 17 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી. આ તમામ લોકોના દસ્તાવેજો અને તેમને આશરો આપનારાઓ સામે તપાસ અને અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.