કોલકાતા પોલીસે (Kolkata Police) તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે બનાવટી દસ્તાવેજોના (fake documents) આધારે બાંગ્લાદેશી (Bangladeshi) નાગરિકોને 73 ભારતીય પાસપોર્ટ (Indian passport) આપવામાં આવ્યા હતા. આ ગંભીર બાબતની તપાસ માટે પોલીસે પાસપોર્ટ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ઈન્ડિયા એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ દસ્તાવેજોમાં જે સરનામાં આપવામાં આવ્યા છે તેની માહિતી બારાસત નગરપાલિકા, બાણગાંવ નગરપાલિકા અને દત્તાપુકુરની કદમ્બગાચી ગ્રામ પંચાયત પાસેથી માંગવામાં આવી હતી. દરેક વ્યક્તિએ સ્પષ્ટતા કરી કે આવા સરનામાં અસ્તિત્વમાં નથી.
Update. Another key arrest in the fake passport racket has been made by Kolkata Police. A resident of Duttapukur, 24 (Parganas) has been apprehended from his residence for his role in forging documents and facilitating fake passports. Several ATM cards, PAN cards etc of diffrent… pic.twitter.com/4CSMdCosJx
— Kolkata Police (@KolkataPolice) December 25, 2024
નકલી પાસપોર્ટ બનાવવા માટે પશ્ચિમ બંગાળ બોર્ડની માર્કશીટ, એડમિટ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને મતદાર આઈડી જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર મનોજ વર્માએ જણાવ્યું હતું કે પાસપોર્ટ પ્રક્રિયામાં રહેલી ખામીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓને કડક માર્ગદર્શિકા આપવામાં આવી છે.
આરોપી અગાઉ પણ આવા જ કેસમાં પકડાયો હતો
નકલી પાસપોર્ટ કેસમાં, વિશેષ તપાસ ટીમે 5 ગુનેગારો સાથે દત્તાપુકુરમાંથી મુક્તાર આલમની પણ ધરપકડ કરી હતી, જે અગાઉ 2021માં આવા જ કેસમાં પકડાયો હતો. આ ઉપરાંત પોલીસે તાજેતરમાં પાસપોર્ટ રેકેટ ચલાવવા અને નકલી દસ્તાવેજો વેચવા બદલ અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરી છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં 11 ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નકલી પાસપોર્ટ અને દસ્તાવેજો ₹2થી ₹5 લાખમાં વેચવામાં આવી રહ્યા હતા.