Sunday, February 2, 2025
More
    હોમપેજક્રાઈમ'આફતાબ, અઝહર અને બીજા મારી બહેનોને હૈદરાબાદમાં વેચવા માંગતા હતા': લખનૌ હત્યાકાંડ...

    ‘આફતાબ, અઝહર અને બીજા મારી બહેનોને હૈદરાબાદમાં વેચવા માંગતા હતા’: લખનૌ હત્યાકાંડ મામલે સામે આવ્યો અરશદનો વિડીયો, કહ્યું- યોગીજી આવા મુસ્લિમોને છોડતા નહીં

    અરશદનું કહેવું છે કે આ ઘટના માટે તેના વિસ્તારના લોકો જવાબદાર છે. તેઓ તેનું ઘર છીનવી લેવા માંગે છે. તથા અલગ-અલગ રીતે તેને પરેશાન પણ કરતા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી (Lucknow) અરશદે કરેલ તેના પરિવારના હત્યાકાંડનો (Mass Murder case) મામલો સામે આવ્યો હતો. લખનૌ સ્થિત એક હોટલમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે આ મામલે હવે અરશદનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો બનાવી અરશદે તેની સોસાયટીવાળા તેમને પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

    નોંધનીય છે કે મામલો સામે આવતા જ પોલીસે અરશદની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ઘણા ખુલાસા થયા છે. અરશદનો એક વિડીયો પણ સામે આવ્યો છે. તેણે વિડીયોમાં કહ્યું હતું કે, તેણે પોતાની માતા અને બહેનની હત્યા પોતાના હાથે કરી હતી. અરશદનું કહેવું છે કે આ ઘટના માટે તેના વિસ્તારના લોકો જવાબદાર છે. તેઓ તેનું ઘર છીનવી લેવા માંગે છે. તથા અલગ-અલગ રીતે તેને પરેશાન પણ કરતા હતા.

    હિંદુ બનવા માંગતો હતો અરશદનો પરિવાર

    તેણે કહ્યું હતું કે, “આજે કોલોનીના લોકોથી કંટાળીને મેં મારી માતા અને ચાર બહેનોની હત્યા કરી નાખી છે. પરંતુ આ બધા પાછળ સોસાયટીના લોકોનો હાથ છે. આ લોકો અમારું ઘર છીનવી લેવા માંગતા હતા. અમે ઘણી વાર અમારો અવાજ ઉઠાવ્યો, પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. અમે ઠંડીમાં જ્યાં-ત્યાં ભટકીએ છીએ. અમે અમારો ધર્મ બદલીને મંદિરને બધું સમર્પિત કરવા માગતા હતા.”

    - Advertisement -

    તેણે આગળ કહ્યું હતું કે, “હું યોગીજીને વિનંતી કરું છું, આવા મુસ્લિમોને છોડતા નહીં. તમે જે પણ કરી રહ્યા છો, તે સારૂ કરી રહ્યા છીએ.” તેણે આગળ કહ્યું હતું કે આ હત્યા પાછળ રાનુ ઉર્ફે આફતાબ અહેમદ, શાલીમ ખાન, અહેમદ, આરીફ, અઝહર અને તેના સંબંધીઓ સામેલ છે. આરોપી અરશદે જણાવ્યું કે આ તમામ લોકો એક ગેંગ ચલાવે છે જેમાં તેઓ છોકરીઓ વેચે છે. તેણે એવો આરોપ લગાવ્યો અ ગેંગ તેની બહેનોને પણ હૈદરાબાદમાં વેચવા માંગતો હતો. તેથી મારે મજબુરીમાં મારી બહેનોનું ગળું દબાવીને અને તેમના હાથની નસો કાપીને મારી નાખવી પડી.

    નોંધનીય છે કે એવું સામે આવ્યું હતું કે, અરશદ પરિવારને પહેલાં અજમેર લઈ ગયો અને પછી લખનૌની એક હોટલમાં લઇ આવ્યો. તથા રાત્રે દારૂ પીવડાવીને અને કેટલાકના મોં પર કપડું બાંધ્યું, દુપટ્ટા વડે ગળું દબાવ્યું અને કેટલાકની નસો કાપી નાખી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ ગુનામાં તેના અબ્બા પણ સામેલ હતા. જોકે હત્યા કર્યા બાદ અરશદ તેના પિતાને રેલ્વે સ્ટેશન પર મૂકી આવ્યો અને પોતે પોલીસ સ્ટેશન જઈને ગુનાની કબૂલાત કરી દીધી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં