Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસના નેતા ભરત સોલંકીએ મતગણતરી કેન્દ્ર પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો...

    કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ મતગણતરી કેન્દ્ર પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો: હારી જતા EVMમાં ગડબડ હોવાનો આક્ષેપ કરી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો

    ચૂંટણી હારી જતા ભરત સોલંકીએ EVMમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવીને ગળામાં રહેલા મફલરનો હાથથી ફાંસો બાંધીને કથિત રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના અકલ્પનીય પરિણામો આવવા લાગ્યા છે, અને ભાજપ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન કચ્છમાં કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ આપઘાત કરવાની કોશિશ કરી છે, ગાંધીધામના ઉમેદવાર ભરત સોલંકીએ મતગણતરી કેન્દ્રમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. ચૂંટણી હારી જતા ભરત સોલંકીએ EVMમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવીને ગળામાં રહેલા મફલરનો હાથથી ફાંસો બાંધીને કથિત રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

    અહેવાલ મુજબ કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ આપઘાત કરવાની કોશિશ કરનાર ઉમેદવારે આક્ષેપ કર્યો છે કે EVM યોગ્ય રીતે સીલ કરવામાં નહોતું આવ્યું. તેમનો આરોપ છે કે ઈવીએમમાં ​​પણ કોઈ સહી કરવામાં આવી ન હતી. આક્ષેપો કરીને સોલંકી ધરણા પર બેસી ગયા હતા અને મતગણતરી અટકાવવાની માંગ કરી હતી. આરોપો પર કોઈ કાર્યવાહી નહીં થાય તેમ કહીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ વિધાનસભા બેઠક પરથી ભાજપના માલતીબેન કિશોરભાઈ મહેશ્વરીએ કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીને હરાવ્યા છે. તો બીજી તરફ આ સીટ પર આમ આદમી પાર્ટીને હાલમાં 3200 વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રચાર વખતે ભરતભાઈ સોલંકીએ રાજ્યમાં 125 બેઠકો જીતીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો .

    ગુજરાતમાં આ બેઠક એક દાયકાથી ભાજપ પાસે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરીએ કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 20,270 મતોના જંગી માર્જિનથી હરાવ્યા હતા. ત્યારબાદ અહીં ભાજપને 52.6 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 39.3 ટકા વોટ મળ્યા. 2012માં પણ અહીં ભાજપનો વિજય થયો હતો. ગુજરાતની ગાંધીધામ સીટ 2008માં સીમાંકન બાદ એસસી કેટેગરી માટે અનામત રાખવામાં આવી હતી. ગાંધીધામમાં કુલ 3,15,272 મતદારો છે. જેમાં એસસી મતદારો વધુ છે.

    - Advertisement -

    બીજી તરફ જો આપણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામોની વાત કરીએ તો, અત્યાર સુધીના વલણોમાં, ભાજપ 155 થી વધુ બેઠકો જીતતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 16 સીટો પર જીતી શક્યું છે. સરકાર બનાવવાનો દાવો રજૂ કરીને લેખિતમાં આપનાર આમ આદમી પાર્ટી માત્ર 5 સીટો મેળવી શકી છે. આ ઉપરાંત સૌના આશ્ચર્ય વચ્ચે ગુજરાતની એવી 17 બેઠકો કે જ્યાં ઉમેદવારોની હાર જીત મુસ્લિમ મતદાતાઓ નક્કી કરતા હોય છે તેમાંથી 15 બેઠકો ભાજપે કબ્જે કરી છે. તથા બાકીની બે બેઠકો પર ભાજપ બીજા સ્થાન પર આવ્યું છે. આમાંથી કોઈ જ બેઠક પર ઓવૈસીની AIMIM પહેલા કે બીજા સ્થાને નથી આવી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં