Sunday, November 10, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: જ્યાં મુસ્લિમ મત નિર્ણાયક હોય તેવી 17માંથી...

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: જ્યાં મુસ્લિમ મત નિર્ણાયક હોય તેવી 17માંથી 15 બેઠકો પર ભાજપનો કબજો, AIMIM ક્યાંય સ્પર્ધામાં નહિ

    આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવી રહ્યાં છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ આજે મતગણતરી બાદ સૌ સામે આવી જશે. આ વખતે અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ગુજરાત ચૂંટણી અંતર્ગત ત્રણેવ પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચુકી છે.

    2:00 PM – ગુજરાતની મુસ્લિમ નિર્ણાયક બેઠકો પર ભાજપનો સપાટો

    આ વખતની ગુજરાત ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક બની છે. ભાજપ ઐતિહાસિક બેઠકો તો મેળવી જ રહી છે સાથે જ્યાં જ્યાં મુસ્લિમો ચૂંટણીનું પરિણામ નક્કી કરતા હોય છે એવી બેઠકો પર પણ ભાજપે સપાટો બોલાવી દીધો છે. હાલ ભાજપ 158, કોંગ્રેસ 16, આપ 5 અને અન્ય 3 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

    2:00 વાગ્યા સુધીના આંકડા

    સૌના આશ્ચર્ય વચ્ચે ગુજરાતની એવી 17 બેઠકો કે જ્યાં ઉમેદવારોની હાર જીત મુસ્લિમ મતદાતાઓ નક્કી કરતા હોય છે તેમાંથી 15 બેઠકો ભાજપે કબ્જે કરી છે. તથા બાકીની બે બેઠકો પર ભાજપ બીજા સ્થાન પર આવ્યું છે. આમાંથી કોઈ જ બેઠક પર ઓવૈસીની AIMIM પહેલા કે બીજા સ્થાને નથી આવી.

    - Advertisement -
    મુસ્લિમ નિર્ણાયક બેઠકો પર ભાજપે બોલાવ્યો સપાટો

    12:30 AM – આપના બધા જ બાહુબલીઓ પાછળ, કમલમમાં ઉજવણી શરૂ

    ગુજરાત ચૂંટણી પરિણામો હવે સ્પષ્ટ થઇ રહ્યા છે. લગભગ 3 કલાકથી ભાજપ સતત 150 બેઠકો ઉપર જ જોવા મળી છે. અને હવે આ બેઠકો ધીરે ધીરે પરિણામમાં પણ ફેરવાઈ રહી છે. ભાજપ 153, કોંગ્રેસ 20, આપ 6 અને અન્ય 3 પર આગળ દેખાઈ રહી છે.

    12:30 સૂંધીના આંકડાઓ

    ઝોન પ્રમાણે જોઈએ તો ગુજરાતના ચારેય ઝોનમાં ભાજપ ઐતિહાસિક બેઠકો જીતી રહી છે. અને ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં ભાજપ આગળ છે.

    12:30 સુધીના ઝોન પ્રમાણે આંકડાઓ

    જે રીતના આંકડાઓ બહાર આવી રહ્યા છે એ જોઈને ભાજપના કાર્યાલય ખાતે ભાજપ કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે. ઢોલ નાગરાઓના તાલે તેઓ નાખી રહ્યા છે અને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી રહ્યા છે.

    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

    11:30 AM – ધીરે ધીરે સ્થાયી થતા આંકડા, ભાજપ સતત 150થી ઉપર

    ગુજરાત ચૂંટણી પરિણામો ઠરતાં દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી ભાજપની બેઠકો સતત 150 પાર જ છે. ભાજપને 152, કોંગ્રેસને 18, આપને 7 અને અન્યને 5 બેઠકો મળતી જોઈ શકાય છે.

    સવારના 11:30 વાગ્યા સુધીના આંકડા

    ગુજરાતના 4 ઝોન પ્રમાણે આંકડા જોઈએ તો પણ ભાજપ ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર છવાયેલી જોવા મળી રહી છે. ગત વખત જે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો ત્યાં પણ ભાજપ ચમકી રહી છે.

    સવારના 11:30 સુધીના ઝોન વાઇસ આંકડાઓ

    મહત્વના સમાચારોમાં જોઈએ તો ગુજરાત ચૂંટણી અંતર્ગત પહેલા પરિણામમાં ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર ભુપેન્દ્રભાઈ પટેલ 60,000થી વધુ મતોની લીડથી જીતી ચુક્યા છે.

    10:30 AM – ભાજપ ઉમેદવારો જંગી મતોની સરસાઈ સાથે આગળ

    જેટલી ગુજરાત ચૂંટણી રસપ્રદ હતી એટલા જ રસપ્રદ પરિણામ પણ જણાઈ રહ્યા છે. હમણાં સુધીના આંકડાઓમાં ભાજપ સતત મોટા માર્જીનથી સરકાર બનાવતી દેખાઈ રહી છે. ભાજપ 156, કોંગ્રેસ 19, આપ 06 અને અન્યો 04 બેઠકો પર આગળ.

    સવારના 10:30 વાગ્યા સુધીના આંકડા

    ભાજપ: ઇડર, વિરમગામ, જસદણ, જેતપુર, પોરબંદર, ભુજ, સુરત પશ્ચિમ, માંજલપુર, બારડોલી, થરાદમાં ભાજપ આગળ; મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ 35,000ની લીડથી આગળ, અમિત ઠાકર 45,000 વોટથી આગળ. અમદાવાદસ ગ્રામ્યની તમામ 5 બેઠકો પર ભાજપ આગળ.

    કોંગ્રેસ: વાવ, અમરેલી, વડગામ, ટંકારામાં સતત પાછળ. ધોરાજીના લલિત વસોયાએ હાર સ્વીકારી.

    આપ: કતારગામ, ખંભાળીયામાં આપ આગળ. કથીરિયા વરાછાથી સતત પાછળ.

    અન્ય: કાંધલ જાડેજા, માવજીભાઈ દેસાઈ, ધવલસિંહ ઝાલા આગળ;

    10:00 AM – 150 પાર કરતી BJP, બનાવશે ઇતિહાસ?

    શું ગુજરાત ચૂંટણી અંતર્ગત 150 બેઠકો સુધી પહોંચવાનો ઇતિહાસ બનાવશે ભાજપ? હાલમાં આંકડા મુજબ ભાજપ 150, કોંગ્રેસ 19, AAP 9 અને અપક્ષ 4 બેઠકો પર આગળ.

    સવારના 10:00 સુધીના આંકડા

    ભાજપ: ઈડરથી રમણલાલ વોરા, બાબુ બોખીરિયા, શંકરસિંહ ચૌધરી થરાદથી, વિરમગામથી હાર્દિક આગળ; મોરબી કાંતિ અમૃતિયા પાછળ, કૃષિમંત્રી રાઘવજી પટેલ સતત પાછળ.

    કોંગ્રેસ: લલિત કાઠગારા, ગેનીબેન ઠાકોર, અમિત ઠાકોર પાછળ

    આપ: ઈટાલીયા, ઈસુદાન, કથીરિયા આગળ. આપના ચૈતન વસાવા સતત આગળ

    અન્ય: ઝગડીયાથી છોટુભાઈ વસાવા સતત પાછળ. માવજીભાઈ દેસાઈ અને કાંધલ જાડેજા સતત આગળ. ભુજ બેઠક પર AIMIM ઉમેદવાર આગળ.

    9:30 AM – ભાજપ સતત આગળ પરંતુ આપના 10 ઉમેદવારો પણ લડાઈમાં

    ગુજરાત ચૂંટણી માટેની મતગણતરીમાં 9:30 સૂંધીના આંકડાઓમાં પણ ભાજપ સતત આગળ દેખાઈ રહ્યું છે. ભાજપ 135, કોંગ્રેસ 32, આપ 10 અને અન્ય 5 બેઠકો પર આગળ.

    સવારના 9:30 સુધીના આંકડા

    ભાજપ: ભુપેન્દ્રભાઈ 13 હજારની લીડથી આગળ. હર્ષ સંઘવી 12 હજાર વોટથી આગળ. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ આગળ. મંત્રી ઋષિકેશ પટેલ પાછળ.

    કોંગ્રેસ: સુરત પૂર્વ બેઠક પર અસ્લમ સાઇકલવાળા આગળ, પાટણથી ડો.કિરીટ પટેલ આગળ, પોરબંદરથી મોઢવાડીયા આગળ; વાવ પર ગેનીબેન ઠાકોર પહેલી વાર પાછળ, વડગામથી જીગ્નેશ મેવાણી સતત પાછળ.

    આપ: ભિલોડા, ડેડીયાપાડા, માંડવી, ખંભાળીયા, ચોટીલા, ગારિયાધાર, કતારગામમાં આમ આદમી પાર્ટી આગળ.

    અન્ય: વાઘોડીયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ, માવજીભાઈ દેસાઈ ધાનેરાથી આગળ; ઝગડીયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવા પાછળ.

    9:00 AM – પોસ્ટલ બેલેટની ગણતરી પુરી: ભાજપ સતત અગ્રેસર, આપના ફાળે નિરાશા

    ગુજરાત ચૂંટણી અંતર્ગત પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઇ. પોસ્ટલ બેલેટમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતી દેખાઈ રહી છે. EVMની મતગણતરી શરૂ થઇ ચુકી છે. હમણાં સુધી ભાજપ 127, કોંગ્રેસ 35, આપ 4 અને અન્ય 2 બેઠકો પર આગળ.

    સવારના 9:30 સુધીના આંકડાઓ

    ભાજપ: ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ, મોરબીથી કાંતિ અમૃતિયા આગળ. કતારગામથી મોરડીયા આગળ. હર્ષ સંઘવી અને ભુપેન્દ્ર પટેલ મોટી લીડ સાથે આગળ. વિરમગામથી હાર્દિક પટેલ પાછળ. રીવાબા જાડેજા પાછળ.

    કોંગ્રેસ: પોરબંદરથી મોઢવાડીયા, બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા આગળ; અમરેલીથી પરેશ ધાનાણી પાછળ.

    આપ: કતારગામથી ઈટાલીયા આગળ, ખંભાળીયાથી ઈસુદાન ગઢવી આગળ, વરાછાથી કથીરિયા પાછળ

    અપક્ષ: ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ આગળ છે.

    BTPના છોટુ વસાવા ઝગડીયાથી અને સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા કુતિયાણાથી આગળ

    અમદાવાદ શહેરની 21 બેઠકોમાંથી 16 બેઠકો પર ભાજપ આગળ, 4 પર કોંગ્રેસ આગળ.

    સુરતમાં ભાજપ ભાજપ 14 અને આપ 1 પર આગળ.

    8:30 AM – ભાજપે બેલેટ પેપરની ગણતરીમાં સદી મારી

    હજુ તો આ શરૂઆતનો જ સમય કહેવાય છતાંય ગુજરાત ચૂંટણી અંતર્ગત બેલેટ પેપર્સમાં ભાજપ પોતાના વિરોધીઓને ખુબ પાછળ છોડતી દેખાઈ રહી છે.

    હમણાં સુધીના આંકડાઓમાં ભાજપ 116 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસ 59 બેઠકો પર આગળ અને આમ આદમી પાર્ટી 1 બેઠક અને અપક્ષ 2 બેઠકો પર આગળ દેખાઈ રહ્યા છે.

    સુરતની મોટા ભાગની બેઠકો પર ભાજપ આગળ છે. સૌરાષ્ટ્રમાં પણ ભાજપ આગળ છે. કચ્છમાં ભાજપનો જાદુ ચાલતો જોઈ શકાય છે.

    અમદાવાદની મુસ્લિમ બહુલ બેઠકો પર કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે.

    BTP પાર્ટીના છોટુભાઈ વસાવા ઝગડીયા આગળ ચાલી રહ્યા છે. અહીં તેઓ દાયકાઓથી ધારાસભ્ય બનતા આવી રહ્યા છે.

    NCP છોડીને સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કુતિયાણા બેઠક પરથી લડી રહેલા કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે.

    8:15 AM – બેલેટ પેપરના વોટની ગણતરી શરૂ

    8 વાગતા જ ગુજરાત ચૂંટણી માટેના પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઇ ચુકી છે. જે બાદ EVM ખોલવામાં આવશે.

    પ્રારંભિક આંકડાઓ મુજબ બેલેટ પેપરના વોટની ગણતરીમાં 52 બેઠકો પર ભાજપ, 15 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠકો પર આપ આગળ છે.

    ઘાટલોડિયા, ભુજ, ગાંધીધામ, અમરેલી, સાવલી, કાલોલ, જેતપુર, અબડાસાથી, થરાદ, કતારગામમાં ભાજપ આગળ છે.

    સુરત પૂર્વ, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અમરેલી પરથી કોંગ્રેસ આગળ છે.

    વડગામથી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના જ ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી પોતાની બેઠકો પાર આગળ ચાલી રહ્યા છે.

    8:00 – મતગણતરી શરૂ થઇ

    બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઈ છે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોની મતગણતરી કરવા માટે 37 કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદમાં 3 અને સુરત અને આણંદમાં 2-2 મતગણતરી કેન્દ્રો છે, આ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક કેન્દ્ર પર ગણતરી હાથ ધરવામાં આવશે. 

    આ વખતે મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે બેલેટ અને ઈવીએમની ગણતરી એકસાથે કરવામાં આવશે. જેથી પરિણામો દર વખત કરતાં થોડાં ઝડપી આવી શકે છે. થોડા જ સમયમાં શરૂઆતનાં રૂઝાનો આવતાં શરૂ થઇ જશે. 

    ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 વિધાનસભા બેઠકો ઉપર 788 અને બીજા તબક્કાની 93 બેઠકો પર 833, એમ કુલ 182 વિધાનસભા બેઠકો ઉપર કુલ 1621 ઉમેદવારો ઉતર્યા હતા. જેમાંથી પહેલા તબક્કામાં 399, જ્યારે બીજા તબક્કામાં 285 ઉમેદવારો અપક્ષ હતા. આ સિવાય કુલ 71 નાની-મોટી પાર્ટીઓએ ઉમેદવારો ઉતાર્યા હતા. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પહેલા તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો અને બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી પહેલા તબક્કામાં 63.14 ટકા જ્યારે બીજા તબક્કામાં 65.30 ટકા જેટલું મતદાન થયું હતું. 

    ગુજરાત ચૂંટણીને લઈને શું કહે છે એક્ઝિટ પોલ્સ? 

    બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ તમામમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવતી બતાવવામાં આવી હતી. જોકે, બેઠકો કેટલી મળશે તેને લઈને અનુમાનો જુદાં-જુદાં છે. 

    ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયા અનુસાર, ભાજપને ગુજરાતમાં ભાજપ 131થી 151 બેઠકો મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ 16થી 30 બેઠકો મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીને 9થી 21 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે અન્યને 2થી 6 બેઠકો મળશે તેમ જણાવાઈ રહ્યું છે. 

    જન કી બાતના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપ 117થી 140 બેઠકો મેળવી શકે છે. કોંગ્રેસ 34થી 51, જ્યારે આમ આદમી પાર્ટીથી 6થી 13 બેઠકો મળી શકે છે. ઉપરાંત, ટીવી9 અનુસાર, ભાજપને 125થી 130, કોંગ્રેસ 40-50 અને આમ આદમી પાર્ટી 3થી 5 બેઠકો મેળવી શકે છે. જ્યારે રિપબ્લિકના પોલ અનુસાર, ભાજપ 148 સુધી પણ પહોંચી શકે છે. 

    જોકે, આ આંકડાઓ અનુમાન માત્ર છે. સાચું ચિત્ર થોડા જ કલાકોમાં સ્પષ્ટ થઇ જશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં