Monday, February 3, 2025
More
    હોમપેજદેશ‘સવારે આવે છે, ચાલ્યાં જાય છે, સાંજે ફરી 1 કલાક માટે આવે...

    ‘સવારે આવે છે, ચાલ્યાં જાય છે, સાંજે ફરી 1 કલાક માટે આવે છે’: આતિશીના ‘જળ સત્યાગ્રહ’ની સ્થાનિકોએ જ ખોલી પોલ, પૂછ્યું- અનશનથી પાણીની સમસ્યા કઈ રીતે ઉકેલાશે?

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “આવું અનશન અમે ક્યારેય નથી જોયું. અનશન એટલે તો સતત બેસવું પડે. આમાં તો સવારે આવ્યા, ગયા પછી ફરી સાંજે આવ્યા. શિફ્ટમાં કામ થઈ રહ્યું છે."

    - Advertisement -

    દર વર્ષની જેમ આ વખતે પણ દિલ્હી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પણ જળમંત્રી આતિશી બધું મૂકીને જળ સત્યાગ્રહ કરવા બેઠાં છે. તેઓ બધો દોષ પાડોશી ભાજપશાસિત રાજ્ય હરિયાણા પર નાખી રહ્યાં છે અને પાણી દિલ્હી તરફ મોકલવાની માંગ કરી રહ્યાં છે તેમજ સાથે PM મોદીના હસ્તક્ષેપની પણ માંગ કરવામાં આવી રહી છે, જેમને સીધી રીતે આ સમસ્યા સાથે કશું લાગતું-વળગતું નથી, કારણ કે આ રાજ્યોનો વિષય છે. 

    આતિશીએ 21 જૂનના રોજ સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને આજે ત્રીજો દિવસ છે. પરંતુ આ કથિત સત્યાગ્રહ વિશે પહેલા દિવસથી જ પ્રશ્ન ઉઠી રહ્યા છે. બીજા દિવસે ભાજપે એક વિડીયો પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આતિશી બપોરના ભોજન અને રાત્રિના ભોજન સમયે ગાયબ થઈ જાય છે તો આ કેવો સત્યાગ્રહ છે? હવે આવી જ વાતો જ્યાં આ ‘સત્યાગ્રહ’ થઈ રહ્યો છે ત્યાંના સ્થાનિકો પણ કરી રહ્યા છે. 

    ‘ઇન્ડિયા ટીવી’ સાથે વાતચીત કરતાં સ્થાનિકોએ કહ્યું છે કે, આતિશી સવારે 1૦ વાગ્યે ધરણાં સ્થળ પર આવે છે અને 2 વાગ્યે ચાલ્યાં જાય છે. ત્યારબાદ સાંજે ફરી આવે છે. જ્યાં સત્યાગ્રહ થઈ રહ્યો છે તે જંગપુરાના લોકો કહે છે કે તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા જ નથી તો પછી ‘જળ સત્યાગ્રહ’ અહીં શા માટે કરવામાં આવી રહ્યો છે અને એવા વિસ્તારમાં કરવો જોઈએ, જ્યાં ખરેખર સમસ્યા આવી રહી છે. 

    - Advertisement -

    એક સ્થાનિક વ્યક્તિએ પૂછ્યું કે, “અનશન કરવાથી પાણીની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે તે આ લોકોએ સમજાવવું જોઈએ. અને અહીં બેઠું કોણ છે? આ તો રસ્તો રોકીને સામાન્ય જનતાને હેરાન કરી મૂકી છે. 1 કલાક માટે આવે છે, એસી ચાલતાં હોય છે, ફરી ચાલ્યાં જાય છે અને ફરી સાંજે 1 કલાક માટે આવે છે.”

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “આવું અનશન અમે ક્યારેય નથી જોયું. અનશન એટલે તો સતત બેસવું પડે. આમાં તો સવારે આવ્યા, ગયા પછી ફરી સાંજે આવ્યા. શિફ્ટમાં કામ થઈ રહ્યું છે. શું કરી રહ્યા છે એ જ ખબર પડતી નથી.” તેમણે કહ્યું કે, આ રસ્તો છે, લોકોની અવરજવર હોય છે. પણ હાલ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અનશન કરવું સારી વાત છે, પણ બીજા ઠેકાણે કરવું જોઈએ.”

    સ્થાનિકોએ કહ્યું કે, તેમના વિસ્તારમાં પાણીની કોઇ સમસ્યા નથી અને અછત સર્જાઈ નથી. આ સ્થળ અનશન માટેનું નથી, ક્યાંક બીજે કરવું જોઈતું હતું. અહીં અનશનના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “અહીં આખો રોડ જામ રહે છે. ટ્રાફિક જામ રહે છે. અહીં અનશન કરવાનો કોઇ ફાયદો નથી. અનશન તો પાર્ક કે રામલીલા મેદાન જેવા સ્થળોએ કરવું જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં