Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચીન અને ઓસ્ટ્રેલીયાનો લિથિયમ પર દબદબો ખતમ: જમ્મુ કાશ્મીરમાં મળી આવ્યો લાખો...

    ચીન અને ઓસ્ટ્રેલીયાનો લિથિયમ પર દબદબો ખતમ: જમ્મુ કાશ્મીરમાં મળી આવ્યો લાખો ટન ભંડાર; જાણો ખનન મંત્રાલયે શું આપી માહિતી

    લિથિયમ એવી ધાતુ છે જે કોઈ પણ બેટરીના મહત્વના ઘટકોમાંનો એક છે. અગાઉ, ખાણ મંત્રાલયે કહ્યું હતું કે ઉભરતી તકનીકો માટે મહત્વપૂર્ણ ખનિજ પુરવઠાની સાંકળને મજબૂત બનાવવા માટે, સરકાર ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાંથી લિથિયમ સહિત ખનિજોને સુરક્ષિત કરવા માટે ઘણા સક્રિય પગલાં લઈ રહી છે.

    - Advertisement -

    આધુનિક ઉર્જા સ્ત્રોત માટે વર્તમાન સમય અને ભવિષ્ય માટે લિથિયમ પર આખી દુનિયા નિર્ભર છે, અને ચીન અને ઓસ્ટ્રેલીયા તેના લિથિયમના ભંડારના રીઝર્વને કારણે આખા વિશ્વમાં પોતાનો દબદબો બનાવતું આવ્યું છે, પણ હવે ભારત સરકારના ખનન મંત્રાલયે આપેલી માહિતી બાદ આ બંને દેશોનો દબદબો હવે ઘટવા જઈ રહ્યો છે, કારણકે જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો છે. ખનન મંત્રાલયે આપેલી આ જાણકારી ભારતનું અગામી ભવિષ્ય ઉર્જાવાન છે તેવું કહી શકાય.

    અહેવાલો મુજબ જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો છે, જેની માહિતી ભારતના ખનન મંત્રાલયે ગુરુવારે (9 જાન્યુઆરી 2023) ના રોજ જાહેર કરી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમ અંદાજિત સંસાધન (જી 3) શોધી કાઢ્યું છે. આ બાબતે ખાણ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, “પ્રથમ વખત લિથિયમનો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે અને તે પણ જમ્મુ-કાશ્મીરમાં. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ) દ્વારા કરવામાં આવેલા સંશોધન પર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો છે.

    લિથિયમ માટે અન્ય દેશો પર નિર્ભર હતું ભારત

    વાસ્તવમાં લિથિયમ એવી ધાતુ છે જે કોઈ પણ બેટરીના મહત્વના ઘટકોમાંનો એક છે. અગાઉ, ખાણ મંત્રાલયે કહ્યું હતું કે ઉભરતી તકનીકો માટે મહત્વપૂર્ણ ખનિજ પુરવઠાની સાંકળને મજબૂત બનાવવા માટે, સરકાર ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાંથી લિથિયમ સહિત ખનિજોને સુરક્ષિત કરવા માટે ઘણા સક્રિય પગલાં લઈ રહી છે. હાલમાં, ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા કેટલાક ખનિજોની આયાત પર આધારિત છે.

    - Advertisement -

    ફોનથી લઈને સોલાર પેનલ સુધી લિથિયમની જરૂર

    સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડની 62મી બેઠક સંબોધતા ખાણ ખનીજ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ, દરેક જગ્યાએ મહત્વના ખનીજોની જરૂર પડે છે. તેમણે કહ્યું હતું કે, દેશ માટે આત્મનિર્ભર બનવા માટે મહત્ત્વપૂર્ણ ખનીજોની શોધ અને સંસધિત કરવું ખુબ મહત્ત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો સોનાની આયાતમાં ઘટાડો કરવામાં આવશે તો અમે આત્મનિર્ભર બનીશું. “

    લિથિયમને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે

    લિથિયમ એ એક એવી મહત્વપૂર્ણ ધાતુ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવવા માટે થાય છે. મોદી સરકાર દેશમાં જાહેર અને ખાનગી પરિવહન બંને ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોને ઈલેક્ટ્રિક વાહનો પર વધુને વધુ નિર્ભર બનાવવાની યોજના છે. આ માટે લિથિયમ રિઝર્વ હોવું ખૂબ જ જરૂરી છે.

    ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ શોધ કરનાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ની સ્થાપના ભારત સરકાર દ્વારા 1851માં રેલવે માટે કોલસાના ભંડારની શોધ કરવા માટે કરવામાં આવી હતી. ત્યારથી, જીએસઆઇ (GSI) દેશમાં વિવિધ ક્ષેત્રોમાં આવશ્યક ભૂસ્તરશાસ્ત્રની માહિતીના ભંડાર તરીકે વિકસ્યું છે એટલું જ નહીં, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભૂ-વૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં