Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોઈને બાબરી દેખાઈ, કોઈને થઈ 'સેક્યુલરિઝમ'ની ચિંતા: એક તરફ રામ મંદિરમાં થઈ...

    કોઈને બાબરી દેખાઈ, કોઈને થઈ ‘સેક્યુલરિઝમ’ની ચિંતા: એક તરફ રામ મંદિરમાં થઈ પ્રાણપ્રતિષ્ઠા, બીજી તરફ શરૂ થયો લેફ્ટ-લિબરલ ગેંગનો વિલાપ

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ 'બાબરી ઝિંદા હૈ' હેશટેગ ટ્રેન્ડ કરવામાં આવ્યો. જેમાં કોઈ 22 જાન્યુઆરી 2024ને 'કાળો દિવસ' ગણાવી રહ્યું છે, તો કોઈ લખી રહ્યું છે કે બાબરી 'મસ્જિદ' તેમના દિલમાં જીવતી રહેશે. 

    - Advertisement -

    સોમવારે (22 જાન્યુઆરી, 2024) એક તરફ જ્યાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાથી સમગ્ર દેશના હિંદુઓમાં ઉત્સવનો માહોલ છે, લોકો પોતાના આરાઘ્યદેવને મંદિરમાં બિરાજમાન થતા જોઈને ભાવવિભોર રહ્યા છે, ત્યાં બીજી બાજુ એક ગેંગના અમુક લોકો એવા પણ છે જેમના દુઃખની કોઈ સીમા નથી. એટલી પીડા છે કે સોશિયલ મીડિયામાં ‘બાબરી જિંદા હૈ’ હેશટેગ પણ ચલાવવામાં આવી રહ્યો છે. આ સાથે રાણા અય્યુબ, અરફા ખાનમ શેરવાની અને આઈશી ઘોષ વગેરે પોતાના જ દેશને મૃત જાહેર કરી રહ્યા છે. 

    રાણા અય્યુબ, જે પોતાને પત્રકાર ગણાવે છે, અને જેના પર લોકો પાસેથી દાન ભેગું કરી ચાઉં કરી જવાનો આરોપ છે, તેણે પણ પોતાનું ‘દુઃખ’ વ્યક્ત કર્યું. રાણા અય્યુબ કાયમ વિદેશી ચેનલો પર બેસીને ભારત વિરોધી વાતો કરતાં હોય છે. રાણા અય્યુબે આ વખતે સોશિયલ મીડિયા X પર લખ્યું, “આ દિવસ ન માત્ર સત્તામાં રહેલા લોકોના ક્રૂર બહુમતીવાદને જ દર્શાવે છે, પરંતુ આ તેમના મૌન ઉપર પણ સવાલો ઉભા કરશે જેઓ એક સમયે સાંપ્રદાયિકતા સામે લડ્યા હતા.” એ વાત અલગ છે કે રાણા અય્યુબ ઇસ્લામિક કટ્ટરપંથી એજન્ડાને આગળ વધારવા માટે જાણીતાં છે.

    તેવી જ રીતે, ‘ધ વાયર’ જેવા પ્રોપગેન્ડા પોર્ટલ માટે કામ કરતાં અરફા ખાનમ શેરવાની પણ પોતાની ‘પીડા’ વ્યક્ત કરતાં રોકી ન શક્યાં. તેમણે લખ્યું, “1992માં થયેલા સાંપ્રદાયિક રમખાણોના એક પીડિત તરીકે, મારી આસપાસ જે થઈ રહ્યું છે તે ખૂબ જ પરેશાન કરનાર, અશાંત કરનાર અને નિરાશાજનક છે. મારી પેઢી શ્રાપિત છે જેણે જીવનમાં 6 ડિસેમ્બર, 1992 અને 22 જાન્યુઆરી, 2024ના દિવસો પોતાના જીવનકાળમાં જોયા.”

    - Advertisement -

    આવું દુઃખ ફકત કથિત પત્રકારોને જ નહીં પરંતુ વામપંથી નેતાઓને પણ છે. વામપંથી નેતા આઈશી ઘોષ પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના વિરોધમાં લખતી જોવા મળી. તેણે લખ્યું, “22 જાન્યુઆરી 2024 – એક પંથનિરપેક્ષ રાષ્ટ્રનું પતન. આ યાદ રહેશે.” બીજા એક ટ્વીટમાં તેણે અયોધ્યા પહોંચેલી સેલિબ્રિટીઝ ઉપર કટાક્ષ કર્યો અને લખ્યું, “આ કરોડરજ્જુ વગરના લોકો પૈસા માટે કંઈ પણ કરી શકે છે. જો તેમના એજન્ડામાં બંધ બેસે, તો તેઓ ચાટી પણ શકે છે. આને રામ પ્રત્યેના આદર સાથે કોઈ સંબંધ નથી.” આઈશી ઘોષ જેએનયુમાં હિંસા માટે પણ જાણીતી છે.

    આવી જ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પણ ‘બાબરી ઝિંદા હૈ’ હેશટેગ ટ્રેન્ડ કરવામાં આવ્યો. જેમાં કોઈ 22 જાન્યુઆરી 2024ને ‘કાળો દિવસ’ ગણાવી રહ્યું છે, તો કોઈ લખી રહ્યું છે કે બાબરી ‘મસ્જિદ’ તેમના દિલમાં જીવતી રહેશે. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ લખ્યું કે મસ્જિદને ભલે મંદિરમાં બદલી દેશો, પરંતુ ઈસ્લામ હંમેશા રહેશે. આ લોકોએ લખ્યું કે અમે ન તો ભૂલીશું અને ન તો માફ કરીશું. આ ઉપરાંત કેટલાકે તો ‘ઇન્શાઅલ્લાહ’ લખીને એવો પણ દાવો કરી નાખ્યો કે, બાબરી મસ્જિદ ફરીથી બનાવવામાં આવશે.

    બીજી તરફ, આ ઐતિહાસિક અને યુગોમાં એક વખત બનતી આ ઘટનાને લઈને વિશ્વભરના હિંદુઓ, સનાતનીઓ આનંદ મનાવી રહ્યા છે. 500 વર્ષ બાદ ભગવાન પોતાના મંદિરમાં પધાર્યા છે. સમગ્ર વિશ્વ આજે ઉજવણી કરી રહ્યું છે. દેશમાં દિવાળી જેવો માહોલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં