Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાનીઓ દ્વારા અલગ દેશ માટે ઓસ્ટ્રેલીયામાં SFJએ કરાવ્યો લોકમત: આવ્યા ફક્ત 100...

    ખાલિસ્તાનીઓ દ્વારા અલગ દેશ માટે ઓસ્ટ્રેલીયામાં SFJએ કરાવ્યો લોકમત: આવ્યા ફક્ત 100 લોકો, જનતાએ શીખ ધર્મના લોકોનો આભાર વ્યક્ત કર્યો

    મોટા ઉપાડે પ્રચાર કર્યો હોવા છતાં પણ ફક્ત 100 લોકો આવતા શીખ ફોર જસ્ટિસના લોકમત કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે.

    - Advertisement -

    ભારતમાં ખાલિસ્તાની અમૃતપાલ સિંઘની ધરપકડની વાત ચાલી રહી છે, ત્યારે જ ઓટ્રેલિયામાં ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પોતાનો અલગ દેશ બનાવવાની માંગને લઈને લોકમતનું આયોજન કર્યું હતું. પરંતુ, આ લોકમતમાં કોઈ આવ્યું જ નહીં. જેટલો તેનો પ્રચાર કર્યો હતો તેના અવેજમાં ફક્ત 100 લોકો જ આવ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે. 

    મળતી માહિતી અનુસાર, ‘શીખ ફોર જસ્ટિસ’ નામના ગ્રુપ દ્વારા દર વર્ષે ખાલિસ્તાનીઓ માટે એક અલગ દેશની માંગ માટે લોકમત લેવામાં આવે છે જેને ‘લોકમત-2020’ નામ આપવામાં આવ્યું છે. આજ તારીખ 19 માર્ચ 2023ના રોજ પણ લોકમત માટે લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેના માટે ખુબ પ્રચાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આને ખુબ પ્રચારિત કરવામાં આવ્યું હતું. પરંતુ આજે જયારે વોટીંગનો દિવસ આવ્યો તો ત્યાં ખુબ જ ઓછી સંખ્યામાં લોકો આવ્યા હતા. 

    ઓસ્ટ્રેલીયા ટુડેના એક રીપોર્ટમાં પ્રત્રકાર આ કાર્યક્રમના સ્થળથી રીપોર્ટીંગ કરી રહ્યા છે જેમાં તેમના કહેવા અનુસાર આ કાર્યક્રમમાં વધુમાં વધુ 100 લોકો પહોચ્યા હતા. જે ખાલિસ્તાની ઝંડો લઈને ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા. બહાર લોકમત માટેનું બોર્ડ પણ મારેલું હતું. 

    - Advertisement -

    ઓસ્ટ્રેલીયન હિંદુ મીડિયા દ્વારા પર એક ટ્વીટ કરીને આ કાર્ય્રક્રમ વિષે જણાવવામાં આવ્યું છે કે “જે કાર્યક્રમ માટે આટલો હંગામો કરવામાં આવ્યો હતો, તે નાનકડી સંખ્યામાં સમેટાઈ ગયો છે.” 

    આ કાર્યક્રમની નિષ્ફળતાના કારણે સોશિયલ મીડિયામાં નેટીઝન્સ  પણ ટીપ્પણી કરી રહ્યા છે. જેમાં લોકો શીખ ધર્મના લોકોનો આભાર માની રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ શહેરમાં 10,000 થી વધુ શીખ લોકો રહે છે, જેમાં ફક્ત 100 લોકો જ હાજર રહ્યા હતા. જે સંતોષકારક છે. 

    જ્યારે અન્ય એક વ્યક્તિએ જે લોકો ભેગા થયા છે તેનો પાસપોર્ટ રદ કરવા માટે ભારત સરકારને અપીલ કરી હતી. 

    શું છે ‘શીખ ફોર જસ્ટિસ’ દ્વારા ચલાવતી ‘લોકમત – 2020’ મુવમેન્ટ?

    આ લોકમતની આ JFS દ્વારા 2020માં શરુ કરવામાં આવ્યું હતું. જેમાં આ લોકો ખાલિસ્તાની માટે અલગ દેશની માંગણી કરે છે. લોકોએ અલગ અલગ શહેરમાં લોકમત લઇ રહ્યા છે. પરંતુ બધે જ નિષ્ફળ રહ્યા છે. આ જ લોકો દ્વારા હિંદુ મંદિરો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આજે થયેલા ફિયાસ્કાની પણ ઘેરી અસર પડશે.    

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં