Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘NCP કાર્યકરોએ મારી છેડતી કરી, પોલીસે ફરિયાદ પણ ન લીધી’: કેતકી ચિતળેએ...

    ‘NCP કાર્યકરોએ મારી છેડતી કરી, પોલીસે ફરિયાદ પણ ન લીધી’: કેતકી ચિતળેએ કહ્યું- ઝુબૈરની ધરપકડ પર વિલાપ કરનારા અમારી ઉપર ખોટા કેસ થયા ત્યારે ક્યાં હતા?

    કેતકીએ કહ્યું કે જ્યારે તેમણે એનસીપી કાર્યકરોએ તેમની સાથે કરેલા વ્યવહાર અંગે પોલીસને ફરિયાદ કરી ત્યારે પોલીસે તેમની ફરિયાદ પણ દાખલ કરી ન હતી. તેમણે આરોપ લગાવ્યો કે એનસીપી કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો.

    - Advertisement -

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વિશે કથિત રીતે ટિપ્પણી કરવા બદલ મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેની ધરપકડ થઇ હતી અને તેમણે 41 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. કેતકીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને કોઈ પણ નોટીસ આપ્યા વગર ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ કસ્ટડી દરમિયાન NCP કાર્યકર્તાઓ દ્વારા તેમની છેડતી કરવામાં આવી હતી.

    ટાઈમ્સ નાઉ સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા કેતકી ચિતળેએ કહ્યું કે, મને કોઈ પણ નોટીસ આપ્યા વગર, નિવેદન લીધા વગર કે અરેસ્ટ વૉરંટ વગર મારી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં એનસીપીના કાર્યકરોએ તેમની છેડતી પણ કરી હતી. 

    વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, “પોલીસ કસ્ટડીમાં લઇ જતી વખતે મારી ઉપર કાળો રંગ ફેંકવામાં આવ્યો હતો, ઈંડા ફેંકાયાં હતાં. મારી છેડતી પણ થઇ હતી. અને તેવું કરનારા તમામ એનસીપીના કાર્યકરો હતા. અને સામાન્ય કાર્યકરો નહીં પરંતુ પાર્ટીમાં પદ ધરાવતા માણસો હતા અને તેમાંથી એક આગામી ચૂંટણીમાં ઉમેદવાર બનવા જઈ રહ્યો છે.”

    - Advertisement -

    કેતકી ચિતળેની NCP કાર્યકર્તાઓ દ્વારા છેડતી અને ગેરવર્તન બાદ જ્યારે તેમણે આ અંગે પોલીસને ફરિયાદ કરી ત્યારે પોલીસે તેમની ફરિયાદ પણ દાખલ કરી ન હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે એનસીપી કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો.

    તેમણે શરદ પવાર પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તેમની પાર્ટીના કાર્યકરો આ બધું કરતા હોવા છતાં તેઓ સામે આવ્યા ન હતા અને કાર્યકરોને અપીલ કરી ન હતી. ઉલ્લેખનીય છે કે કેતકી ચિતળેની ધરપકડ એક ફેસબુક પોસ્ટના કારણે કરવામાં આવી હતી જેમાં આરોપ લાગ્યો હતો કે કેતકીએ કથિત રીતે પોસ્ટમાં શરદ પવારનું અપમાન કર્યું હતું. 

    કેતકી ચિતળે કહે છે કે, પોસ્ટમાં માત્ર ‘પવાર’ શબ્દનો ઉલ્લેખ હતો. દુનિયામાં તેવા અનેક વ્યક્તિઓ છે. તેમાં ક્યાંય શરદ પવારનો ઉલ્લેખ ન હતો. તેમણે કહ્યું કે, તેમની સામે ખોટો કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મેજિસ્ટ્રેટે પણ રાજકીય દબાણ હેઠળ કામ કર્યું હતું? ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે, તેઓ ચોક્કસપણે કહી શકતી નથી પરંતુ તેમને તેવું લાગે છે. 

    કેતકી ચિતળેએ 22 વર્ષીય યુવક નિખિલ ભામરેનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેની પણ શરદ પવારના કથિત અપમાનને લઈને ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. કેતકીએ કહ્યું કે, નિખિલને એનસીપી કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. 

    કેતકી ચિતળેએ તાજેતરમાં જ મોહમ્મદ ઝુબૈરની થયેલી ધરપકડને લઈને વિલાપ કરતી અને તેની મુક્તિની માંગ કરતી ગેંગને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તે અને નિખીલ ખોટા કેસમાં જેલમાં ગયા હતા ત્યારે તેમના માટે તેઓ કેમ કોઈ બહાર આવ્યું ન હતું? 

    ઉલ્લેખનીય છે કે કેતકી ચિતળેને એક ફેસબુક પોસ્ટ બદલ 41 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. કેતકી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ 22 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી મોટાભાગની એનસીપી કાર્યકરોએ નોંધાવી હતી. જોકે, ગત સપ્તાહે થાણે સેશન્સ કોર્ટે કેતકીને જામીન આપી દીધા હતા. જે બાદ અન્ય એક સુનાવણીમાં મહારાષ્ટ્ર પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેઓ બાકીની 21 એફઆઈઆર મામલે પણ કેતકીની ધરપકડ કરશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં