Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળમાં ચાલુ ટ્રેને ત્રણ મુસાફરોને જીવતા સળગાવનાર શાહરૂખ નીકળ્યો ઝાકીર નાઈકનો ફોલોઅર:...

    કેરળમાં ચાલુ ટ્રેને ત્રણ મુસાફરોને જીવતા સળગાવનાર શાહરૂખ નીકળ્યો ઝાકીર નાઈકનો ફોલોઅર: ટેરર એન્ગલની પુષ્ટિ થતાં UAPA હેઠળ કેસ દાખલ

    એડીજીપી અજિત કુમારે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે, શાહરૂખ સૈફીએ અત્યંત કટ્ટરપંથી છે અને ઝાકીર નાઈકનો ફોલોઅર છે અને કાયમ તેના વિડીયો જોતો રહે છે.

    - Advertisement -

    કેરળ ટ્રેન અગ્નિકાંડ મામલે આરોપી શાહરૂખ સૈફી સામે UAPA એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મામલાની તપાસ કરતી કેરળ પોલીસની SITએ આ મામલે ટેરર એન્ગલની પુષ્ટિ કરી છે. સાથે એ ઘટસ્ફોટ થયો છે કે શાહરૂખ ઘણે અંશે કટ્ટરપંથી બની ગયો હતો અને તે ભાગેડુ ઝાકીર નાઈકનો સમર્થક છે. 

    શાહરૂખ સૈફીએ ગત 2 એપ્રિલના રોજ કેરળના કોઝિકોડમાંથી પસાર થતી એક ટ્રેનમાં કેટલાક મુસાફરો પણ અગ્નિ છાંટીને તેમને જીવતા સળગાવી દીધા હતા. આ ઘટનામાં એક માતા-પુત્રી સહિત ત્રણનાં મોત થયાં હતાં. ઘટના બાદ શાહરૂખને મહારાષ્ટ્રના રત્નાગીરીથી ઝડપી લેવામાં આવ્યો હતો. 

    કેરળના એડીજીપી અજિત કુમારે મીડિયાને જાણકારી આપતાં કહ્યું હતું કે, શાહરૂખ સૈફીએ અત્યંત કટ્ટરપંથી છે અને ઝાકીર નાઈકનો ફોલોઅર છે અને કાયમ તેના વિડીયો જોતો રહે છે. તેમણે જણાવ્યું કે, શાહરૂખ આ ગુનો કરવા માટે જ કેરળ આવ્યો હતો. હાલ પોલીસ તેની સામે પુરાવાઓ એકત્રિત કરી રહી છે. 

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર કેરળ ટ્રેન અગ્નિકાંડ કેસમાં ટેરર એન્ગલ સામે આવ્યા બાદ શાહરૂખ સૈફી સામે UAPA એક્ટની કલમ 16 (કોઈ વ્યક્તિનો જીવ ગુમાવવા માટે કારણ બનતું આતંકી કૃત્ય) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, તેની યોજના આગ લગાવવાની જ હતી અને તે માટે જ તે કેરળ આવ્યો હતો. પોલીસે કહ્યું કે,  તેમણે શાહરૂખની દિલ્હીથી કોઝિકોડની યાત્રા અંગે તેમજ અગ્નિકાંડ બાદ મહારાષ્ટ્રના રત્નાગિરી સુધીની તેની પ્રવૃત્તિઓ અંગે તમામ વિગતો એકઠી કરી લીધી છે. 

    આ ઉપરાંત, કેરળ પોલીસ એ મામલે પણ તપાસ કરી રહી છે કે શાહરૂખ દેશનાં અન્ય કોઈ કટ્ટરપંથી સંગઠન સાથે સંપર્કમાં હતો કે કેમ તેમજ જો સંપર્કમાં હોય તો તેમણે તેને મદદ કરી હતી કે કેમ. 

    આખા ટ્રેન કોચને સળગાવવા માંગતો હતો શાહરૂખ, જીવનશૈલી બદલી નાંખી હતી 

    આ પહેલાં તપાસ એજન્સીઓના માધ્યમથી રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે શાહરૂખ સૈફી કેરળ જાતે નહતો આવ્યો પરંતુ તેને ટ્રેનનો આખો કોચ સળગાવવાના ઉદ્દેશ્યથી અહીં લાવવામાં આવ્યો હતો. આ માટે તે પોતાની સાથે પેટ્રોલની ત્રણ બોટલો લાવ્યો હતો પરંતુ પૂરતી ટ્રેનિંગ ન મળી હોવાના કારણે તેની યોજના નિષ્ફળ ગઈ હતી. 

    એજન્સીઓને જાણવા મળ્યું હતું કે કટ્ટરપંથી બન્યા બાદ શાહરૂખે પોતાની જીવનશૈલી બદલી નાંખી હતી. તેણે જૂન 2022માં જ સિગરેટ સહિતની કુટેવો છોડી દીધી હતી અને તે નમાજ પઢવા પણ લાગ્યો હતો. પોલીસને આશંકા છે કે સૈફીનો ઓનલાઇન સંપર્ક કરવામાં આવ્યો હશે અને ત્યારબાદ તેને આ કૃત્યને અંજામ આપવા માટે કહેવામાં આવ્યું હોય શકે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં