Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતઉપદેશ રાણાને મારવા માટે આપી હતી સોપારી, ખરીદવાનો હતો પિસ્તોલ: સુરતના મૌલવીના...

  ઉપદેશ રાણાને મારવા માટે આપી હતી સોપારી, ખરીદવાનો હતો પિસ્તોલ: સુરતના મૌલવીના ખતરનાક મનસૂબા વિદેશી હેન્ડલરો સાથેની વોટ્સએપ ચેટમાં બહાર આવ્યા

  પોલીસે જણાવ્યું હતું કે તે પાકિસ્તાન અને નેપાળના હેન્ડલરોના સંપર્કમાં હતો અને નૂપુર શર્મા અને ટી રાજા સિંઘ વગેરે નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. હવે તેની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. 

  - Advertisement -

  હિંદુવાદી નેતાઓને ધમકી આપવા મામલે સુરતથી પકડાયેલા મૌલવી સોહેલ અબુબકર ટીમોલ વિશે હવે વધુ જાણકારી સામે આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે તે પાકિસ્તાન અને નેપાળના હેન્ડલરોના સંપર્કમાં હતો અને નૂપુર શર્મા અને ટી રાજા સિંઘ વગેરે નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. હવે તેની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. 

  જે ચેટ્સ સામે આવી છે તેમાં સોહેલ અને તેના હેન્ડલરો વચ્ચે વાતચીત જોવા મળી રહી છે. મૌલવી ઉપદેશ રાણાનો ફોટો મોકલીને લખે છે કે, ‘આને ઉડાવવાનો છે, બોલ કામ કરી શકીશ?’ ત્યારે સામેનો વ્યક્તિ પૈસા વિશે પૂછે છે અને સોહેલ જવાબ આપે છે કે તે 1 કરોડ રૂપિયા આપશે. સાથે એમ પણ કહે છે કે, આજકાલમાં રાણા ગુજરાતમાં છે અને સામેના વ્યક્તિ પાસે તેને મારવાની તક છે. 

  અન્ય એક ‘શહેનાઝ’ સાથે તેની વાતચીત થઈ છે. જેણે મૌલવીને એક યુ-ટ્યુબ વિડીયો મોકલીને કહ્યું હતું કે, ‘આ આપણા અલ્લાહને શાનામ ગુસ્તાખી કરી રહ્યો છે સુદર્શન ન્યૂઝ વાળો.’ અહીં સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચવ્હાણકેની વાત થઈ રહી હતી. દરમ્યાન, 11 વ્યક્તિઓ વચ્ચે ગ્રુપ વિડીયો કૉલમાં વાતચીત પણ થઈ હોવાનું જાણવા મળે છે. 

  - Advertisement -

  ચેટિંગ દરમિયાન સોહેલ બંદૂક ખરીદવાની પણ વાત કરતો જોવા મળે છે. તે કહે છે કે તેણે 9 mmની એક ગન લેવી છે. દરમ્યાન સામેની વ્યક્તિ તેને કહે છે કે તે ‘લુડો’ ગેમ પર આવે. ઉલ્લેખનીય છે કે પોલીસે જણાવ્યું હતું કે સોહેલ અને તેના માણસો ચેટિંગ માટે લુડો વગેરે ગેમિંગ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા હતા, જેથી ટ્રેસ ન થઈ શકે. 

  વાતચીત દરમિયાન ‘શહેનાઝ’ મૌલવીને ભડકાવે છે કે ‘તમે આલિમ હોવ છતાં ગુસ્તાખ એ રસૂલ જીવિત છે.’ જેના જવાબમાં સોહેલ કહે છે કે, તે મજબૂર છે અને કંઈ કરી શકતો નથી. ત્યારબાદ કોઇ વ્યક્તિનો ઉલ્લેખ કરીને કહે છે કે રમઝાનમાં તે તેની સાથે વાત કરશે અને એક ગન ખરીદશે. 

  અનેક હિંદુવાદી નેતાઓ હતા ટાર્ગેટ પર

  મૌલાના સોહેલ અબુબકર ટીમોલને સુરત પોલીસે શનિવારે (4 મે) પકડ્યો હતો. તેણે હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે નૂપુર શર્મા, ટી રાજા સિંઘ, સુરેશ ચવ્હાણકે વગેરેને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે પાકિસ્તાન, નેપાળથી માંડીને ઇન્ડોનેશિયા અને કઝાકિસ્તાન વગેરે દેશોના લોકો સાથે સંપર્કમાં હતો. 

  તપાસમાં એ પણ જાણવા મળ્યું કે તે ગ્રુપમાં રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કરતો હતો અને હિંદુ ધર્મ બાબતે અભદ્ર ટિપ્પણીઓ કરીને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન થાય તે પ્રકારની પણ પોસ્ટ કરતો હતો. 6 ડિસેમ્બરના બાબરી ધ્વંસના દિવસે પણ તેણે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવ્યું છે. તેની સામે સુરત પોલીસે IPC 153A, 467, 468, 471, 120(B) તેમજ IT એક્ટની કલમ 66(D) અને 67(A) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કર્યા બાદ આગળની તપાસ હાથ ધરી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં