Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભાજપ બૂથ પર ગડબડ કરે તો…': હવે ક્ષત્રિય મહાસંમેલનના મંચ પરથી EVM...

    ‘ભાજપ બૂથ પર ગડબડ કરે તો…’: હવે ક્ષત્રિય મહાસંમેલનના મંચ પરથી EVM તોડવાની વાત, કરણી સેનાના રાજ શેખાવતનું ઉશ્કેરણીજનક નિવેદન

    રાજ શેખાવતે લોકોને ઉશ્કેરતા કહ્યું કે, "બૂથ લેવલનું પણ કામ કરજો મિત્રો, બૂથ લેવલ પર ધ્યાન રાખજો. જો ક્યાંય પણ ગડબડ કરેને તો EVM જ તોડી નાખજો. જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કોઈપણ બૂથ સાથે છેડા કરે તો, તમારી સાથે રાજ શેખાવત ઊભો છે. EVM તોડી પાડજો."

    - Advertisement -

    રાજકોટથી ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સંકલન સમિતિ વિરોધ કરી રહી છે. તેમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પણ વિરોધમાં ઉતરીને ચર્ચામાં આવ્યા હતા. જોકે, તેમણે બામસેફના સહયોગથી રાજકારણમાં ડગ માંડ્યા ત્યારે તેમની ટીકાઓ પણ થઈ અને ખાસ કરીને વામન મેશ્રામ સાથેના તેમના ફોટાએ તેમને વિવાદોમાં લાવીને ઊભા રાખ્યા. જ્યારે હવે ફરીવાર તેમણે એક વિવાદિત નિવેદન આપી દીધું છે. રાજ શેખાવતે એક સભામાં લોકોને ઉશ્કેરતા કહ્યું કે, જો ભાજપ કાર્યકર્તાઓ બૂથ પર ગરબડ કરે તો EVM તોડી નાખજો.

    ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલા ભુમસ ગામે શનિવારે (4 મે) ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન શેખાવતે સંમેલનને સંબોધિત કર્યું હતું. સંબોધનના અંતે તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે લોકોને ઉશ્કેરતા કહ્યું કે, “બૂથ લેવલનું પણ કામ કરજો મિત્રો, બૂથ લેવલ પર ધ્યાન રાખજો. જો ક્યાંય પણ ગડબડ કરે તો EVM જ તોડી નાખજો. જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કોઈપણ બૂથ સાથે ચેડાં કરે તો, તમારી સાથે રાજ શેખાવત ઊભો છે. તમારી સાથે આખો રાજપૂત સમાજ ઊભો છે. EVM તોડી નાખજો.”

    આ પહેલાં રાજ શેખાવત રૂપાલાના વિરોધને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે તેમણે રાજપૂત સમાજના યુવાનોની સાથે દંડા અને ઝંડા લઈને કમલમમે ઘેરવાની પણ ધમકી આપી હતી. જોકે, તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી તેમની અટકાયત કરવામાં આવી હતી. તે પછી પણ તેનો વિવાદમાં આવ્યા હતા. જ્યારે વામન મેશ્રામ સાથે તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ મેશ્રામને નમન કરતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    બામસેફના પ્રમુખ વામન મેશ્રામ સાથેના તેમના ફોટોને લઈને પણ વિવાદ વધ્યો હતો. કારણ કે, મેશ્રામ અવારનવાર હિંદુ ધર્મ, બ્રાહ્મણો અને મંદિરોને ટાર્ગેટ કરતા આવ્યા છે. તેમણે રાજા-મહારાજાઓ પર પણ વિવાદિત નિવેદન આપ્યાં છે. ઉપરાંત બ્રાહ્મણો વિશે પણ ઘણી વખત વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. તેવામાં તેના સમર્થનથી રાજ શેખાવત રાજકારણમાં ઉતર્યા તે વિશે પણ અનેકો ચર્ચાઓ વહેતી થઈ હતી.

    આ સાથે એ પણ નોંધવું જોઈએ કે, રાજ શેખાવતે ભારતીય જનતા પાર્ટીમાંથી રુપાલા વિવાદનું કારણ ધરીને રાજીનામું આપ્યું હતું. પરંતુ તે પહેલાં જ તેઓ રાજસ્થાનની ઝુંઝનુ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી કરી ચૂક્યા હતા. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, રાજ શેખાવતે રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી 27 માર્ચ, 2024ના રોજ નામાંકન દાખલ કર્યું હતું. તેઓ બામસેફ અને બહુજન મુક્તિ પાર્ટીના સમર્થનથી ચૂંટણી લડી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં