Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિગરેટ છોડી, વધુ નમાજ પઢતો: કેરળ ટ્રેન અગ્નિકાંડ પહેલાં શાહરૂખ સૈફીએ બદલી...

    સિગરેટ છોડી, વધુ નમાજ પઢતો: કેરળ ટ્રેન અગ્નિકાંડ પહેલાં શાહરૂખ સૈફીએ બદલી નાંખી હતી જીવનશૈલી, ઓનલાઈન રેડિકલાઈઝેશન કરાયું હોવાની આશંકા

    મહારાષ્ટ્ર એટીએસે શાહરૂખ સૈફીની રત્નાગીરીથી ધરપકડ કરી લીધી હતી. મૂળ તે શાહીનબાગનો રહેવાસી છે.

    - Advertisement -

    ગત 2 એપ્રિલે કેરળના કોઝિકોડમાં અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસના કોચમાં એક ઈસમે મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં તો અન્ય આઠેક લોકોને ઇજા પહોંચી હતી. તપાસ બાદ આરોપીની ઓળખ શાહરૂખ સૈફી તરીકે થઇ હતી. જેની બુધવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    મહારાષ્ટ્ર એટીએસે શાહરૂખ સૈફીની રત્નાગીરીથી ધરપકડ કરી લીધી હતી. મૂળ તે શાહીનબાગનો રહેવાસી છે. રત્નાગિરીથી કોઝિકોડ લઇ જવામાં આવ્યા બાદ તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આ મામલે અમુક મોટા ઘટસ્ફોટ થયા છે. પોલીસને શંકા છે કે તેનું ઓનલાઇન રેડિકલાઈઝેશન કરવામાં આવ્યું હોય શકે.

    કેરળ પોલીસને શાહરૂખ સૈફીના શાહીનબાગ સ્થિત ઘરેથી અમુક દસ્તાવેજો અને ડાયરીનાં પાનાં મળી આવ્યાં છે. તેણે ડાયરીમાં ‘કુફ્ર’, ‘રોશન હોના’, ‘બડકાર- બુરા કામ કરને વાલા’, ‘મગલૂબ’ જેવા શબ્દો લખ્યા હતા. આ ઉપરાંત ડાયરીમાં ‘Do it, let’s do it’ પણ લખવામાં આવ્યું હતું. જોકે, આ કયા સંદર્ભે લખવામાં આવ્યા હોય શકે તેની હાલ તપાસ ચાલી રહી છે. આ કોઈ કોડ વર્ડ હોવાની પણ આશંકા છે અને એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.  

    - Advertisement -

    એજન્સીઓને જાણવા મળ્યું છે કે કટ્ટરપંથી બન્યા બાદ શાહરૂખે પોતાની જીવનશૈલી બદલી નાંખી હતી. તેણે જૂન 2022માં જ સિગરેટ સહિતની કુટેવો છોડી દીધી હતી અને તે નમાજ પઢવા પણ લાગ્યો હતો. પોલીસને આશંકા છે કે સૈફીનો ઓનલાઇન સંપર્ક કરવામાં આવ્યો હશે અને ત્યારબાદ તેને આ કૃત્યને અંજામ આપવા માટે કહેવામાં આવ્યું હોય શકે. જોકે, બીજી તરફ સૈફીનું કહેવું છે કે તેણે એકલાએ જ આ કાવતરાને અંજામ આપ્યો હતો. જોકે, પોલીસને તેની ઉપર વિશ્વાસ બેસી રહ્યો નથી. 

    આ મામલો ગત 2 એપ્રિલના (સોમવાર) રોજ કેરળના કોઝિકોડમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. આગ લાગેલી જોઈને એક મહિલાએ એક બાળકને લઈને ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસને પાટા પરથી મા-બાળકના મૃતદેહો તેમજ અન્ય એક વ્યક્તિની લાશ મળી હતી. ઘટના બાદ મુસાફરોએ ટ્રેન ખેંચી દીધી હતી તો તક શોધીને શાહરૂખ સૈફી ભાગી છૂટ્યો હતો. 

    ઘટના બાદ શાહરૂખનો સ્કૅચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેનું લોકેશન રત્નાગીરીમાં ટ્રેસ થયું હતું. તે માથામાં થયેલી ઈજાની સારવાર કરાવવા માટે રત્નાગિરી સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. જોકે, તે સારવાર કરાવ્યા વગર જ ભાગી છૂટ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં