Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળ: ચાલુ ટ્રેનમાં પેટ્રોલ છાંટીને ત્રણને જીવતા સળગાવીને શાહરૂખ સૈફી ફરાર, મા-દીકરી...

    કેરળ: ચાલુ ટ્રેનમાં પેટ્રોલ છાંટીને ત્રણને જીવતા સળગાવીને શાહરૂખ સૈફી ફરાર, મા-દીકરી સહિત ત્રણનાં મોત; ટેરર એન્ગલની આશંકા

    કેરળ પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે. પોલીસે જણાવ્યું કે સીસીટીવી વિઝ્યુઅલ્સ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    દેશના દક્ષિણ ભાગ કેરળથી કંપારી છોડી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ચાલુ ટ્રેને પેટ્રોલ છાંટી ત્રણને જીવતા સળગાવી એક ઇસમ ફરાર થઈ ગયો હતો. તેની ઓળખ ઉત્તર પ્રદેશના નોઈડાના રહેવાસી શાહરૂખ સૈફી તરીકે થઇ છે. સાથી મુસાફરોને જીવતા સળગાવીને તે ટ્રેનમાંથી ભાગી છૂટ્યો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે તેમજ ટેરર એન્ગલ પણ તપાસવામાં આવી રહ્યો છે.

    આ ઘટના અલપ્પુજા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં રવિવારે (2 ફેબ્રુઆરી, 2023)ની રાત્રે ઘટી હતી. ચાલુ ટ્રેનમાં થયેલી આ આગચંપીની ઘટનામાં અનેક લોકો દાઝી ગયા હતા. ઘટનાના કેટલાક કલાકો બાદ પોલીસને રેલ્વે ટ્રેક પાસેથી 3 વ્યક્તિની લાશ મળી આવી હતી. જાણવા મળ્યા અનુસાર, રાત્રે બોલાચાલી થયા બાદ શાહરૂખે સાથી મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી અને પછી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

    વિગતો અનુસાર, ટ્રેન કોઝીકોડ શહેરને વટાવીને કોરાપુઝા રેલ્વે પુલ પર પહોંચી ત્યારે ટ્રેનમાં બેસવાને લઈને 2 યાત્રીઓમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ શાહરૂખે અન્ય એક વ્યક્તિ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જેના કારણે આસપાસના લોકો પણ દાઝી ગયા હતા. ત્યારબાદ અન્ય મુસાફરોએ આગ ઓલવીને તાત્કાલિક RPFને જાણ કરી હતી. બીજી તરફ, અન્ય મુસાફરોએ ટ્રેનની ચેઇન ખેંચતાં આરોપી શાહરૂખ સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    ઘટના બાદ એક યાત્રીએ મહિલા અને બાળકી ગુમ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા ઈલાથપુર રેલ્વે સ્ટેશન નજીક પાટા પાસે એક બાળકી અને મહિલા સહિત 3 જણાના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 8થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. હાલ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    આ ઘટના બાદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાની ઘટના બાદ ત્રણેય મૃતકો ટ્રેનમાંથી ગાયબ હતા. ટ્રેન કુન્નુર પહોચ્યા બાદ એક યાત્રીએ મહિલા અને એક બાળકી લાપતા હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા પોલીસને મહિલાના ચપ્પલ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ટ્રેનના પાટાની તપાસ આદરી હતી. જે બાદ મહિલા બાળકી અને એક આધેડ વ્યક્તિની લાશ મળી આવી હતી.

    પોલીસને ટેરર એંગલ હોવાની પણ આશંકા

    અન્ય કેટલાક રિપોર્ટ્સ મુજબ આ ઘટનામાં ટેરર એંગલ હોવાની આશંકા પણ પોલીસ જતાવી રહી છે. કારણ કે પોલીસને પાટા નજીકથી એક બેગ મળી આવ્યું છે. જેમાં પેટ્રોલની એક બોટલ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યાં હતા.

    એક પ્રત્યદર્શીના જણાવ્યા અનુસાર કોરાપુઝા નદીના કિનારે એક પુલ પર ટ્રેન અટક્યા બાદ તરત જ એક શંકાસ્પદ વ્યક્તિ ટ્રેનમાંથી કૂદીને પહેલેથી જ રાહ જોઈ રહેલા ઈસમ સાથે બાઈક પર ભાગી છૂટ્યો હતો. પોલીસના કહેવા મુજબ હાલ તેમને એક સંદિગ્ધના CCTV મળ્યા છે અને કેરળ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.

    કેરળ પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો હતો

    કેરળ પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જાહેર કર્યો હતો. ઉપરાંત સીસીટીવી વિઝ્યુઅલ્સ પણ સ્કેન કરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઘટના વિશે જાણ થયા બાદ આરોપીઓનું હોવાનું માનવામાં આવતું કથિત સીસીટીવી વિઝ્યુઅલ પણ સામે આવ્યું છે. એક માણસ ફોન પર વાત કરતો અને બાઇક પર કોઈ તેને ઉપાડી લેતો જોઈ શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં