Saturday, May 18, 2024
More
    હોમપેજદેશપીએમ મોદીએ સમુદ્રમાં જઈને કર્યા હતા પ્રાચીન દ્વારકા નગરીના દર્શન, રાહુલ ગાંધીને...

    પીએમ મોદીએ સમુદ્રમાં જઈને કર્યા હતા પ્રાચીન દ્વારકા નગરીના દર્શન, રાહુલ ગાંધીને તેમાં દેખાયો ‘ડ્રામા’: વિવાદિત ટિપ્પણી બાદ થઈ રહી છે ટીકા 

    રાહુલ ગાંધીએ તાજેતરમાં મહારાષ્ટ્રના પુનામાં લોકસભા ચૂંટણને લઈને એક જાહેરસભા સંબોધી હતી. આ સભામાં જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિંદુઓ માટેના આસ્થાના કેન્દ્ર એવા દ્વારકા ધામ વિશે ટીપ્પણી કરી હતી.

    - Advertisement -

    ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ ઘટી છે કે જેમાં કોંગ્રેસ પાર્ટી કે તેમના નેતાઓએ હિંદુ ધર્મ કે પછી હિંદુ ધર્મને ટાર્ગેટ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હોય. ત્યારે ફરી એક વાર આવી જ એક ઘટના સામે આવી છે. આ વખતે કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિંદુ ધર્મ પર ટિપ્પણી કરી છે. 

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (3 મે) મહારાષ્ટ્રના પુણેમાં લોકસભા ચૂંટણીને લઈને એક જાહેરસભા સંબોધી હતી. આ સભામાં જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિંદુઓ માટેના આસ્થાના કેન્દ્ર એવા દ્વારકા ધામ વિશે ટિપ્પણી કરી હતી. તેમણે પીએમ મોદીને તુંકારો આપી સંબોધ્યા હતા. સાથે જ તેમણે પીએમના તાજેતરના દ્વારકા પ્રવાસને લઈને પણ ટીકા-ટિપ્પણીઓ કરી. 

    પુણેમાં જાહેર જનસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી કભી પાકિસ્તાન કી બાત કરેગા, કભી સમુદ્ર કે નીચે જા કે ડ્રામા કરેગા. મતલબ આપને દેખા, પતા નહીં દેખા… મતલબ સમુદ્ર કે નીચે જાકે બિલકુલ ડરા હુઆ થા કી ભૈયા ઇધર કૂછ હો ન જાએ. મજાક બના રખા હૈ રાજનીતિ કા. ઔર શરદ પવાર જેસે સિનિયર નેતા હૈ ઉનકા અપમાન કરતે હૈ, ઉલટી સીધી બાત બોલતે હૈ. પ્રધાનમંત્રી મેં થોડી તો લેવલ હોની ચાહિયે…”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કહેલી સમુદ્રવાળી વાત તે સમયની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાનો પ્રવાસ કર્યો હતો. તે સમયે વડાપ્રધાને દરિયાની તળેટી સુધી ડાઈવ કરીને ભગવાન કૃષ્ણએ સ્થાપેલી ઐતિહાસિક નગરી દ્વારકાના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી અને હિંદુ ધર્મ પ્રત્યે ઘૃણા દર્શાવવા બદલા લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

    કોંગ્રેસ પાર્ટીએ પણ આ વિડીયો યૂ-ટ્યૂબ પર શેર કર્યો છે. આ વિડીયોની 36 મિનીટ 43 સેકન્ડે રાહુલ ગાંધીએ કરેલી આ વાતને સાંભળી શકાય છે. જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં કોગ્રેસ પાર્ટીએ હિંદુ ધર્મ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આવી વિવાદિત વાતો કહી હોય. આ પહેલાં પણ રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે તેઓ હિંદુ ધર્મમાં જે શક્તિ છે તેની સામે લડવા માંગે છે. તે સમયે પણ ખૂબ ટીકા થઈ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં