Thursday, May 23, 2024
More
  હોમપેજગુજરાત‘તમે PM મોદીને સંદેશ આપ્યો છે કે અમે તમારી સાથે છીએ’: ભાવનગરમાં...

  ‘તમે PM મોદીને સંદેશ આપ્યો છે કે અમે તમારી સાથે છીએ’: ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન, સી. આર પાટીલ, વજુભાઈ વાળા હાજર રહ્યા

  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું હતું કે, "ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભાજપને સમર્થન આપવા સ્વખર્ચે આ મહાસંમેલનનું આયોજ થાય તે ભાજપ માટે ખૂબ આનંદ અને ગર્વનો દિવસ છે, આપ સહુના અમે ખૂબ-ખૂબ આભારી છીએ."

  - Advertisement -

  ગુજરાતમાં મતદાનને હવે માત્ર 2 દિવસ રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપનો વિરોધ કરી રહી છે, બીજી તરફ ભાવનગર ખાતે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન પાટીલે રાજપૂત સમાજને આહ્વાન કર્યું હતું કે સમાજ આગળ આવે અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજેતા બનાવે.

  મળતી માહિતી અનુસાર, આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભાજપના લોકસભા ઉમેદવાર નિમુબેન બાંભણીયા, પ્રભારી બ્રિજેશભાઈ મેરજા, શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, જિલ્લા અધ્યક્ષ આર.સી.મકવાણા, ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ નારણસિંહ મોરી, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, બાબુસિંહ જાદવ, કિરીટસિંહ ડાભી, સેજલબેન પંડ્યા, ભાવનગર ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેન્કના વાઇસ ચેરમેન માનસંગભા નકુમ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા.

  કારડિયા રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે- સી.આર પાટીલ

  ભાવનગર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના મહાસંમેલનમાં સંબોધન આપતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું હતું કે, “ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભાજપને સમર્થન આપવા સ્વખર્ચે આ મહાસંમેલનનું આયોજ થાય તે ભાજપ માટે ખૂબ આનંદ અને ગર્વનો દિવસ છે, આપ સહુના અમે ખૂબ-ખૂબ આભારી છીએ. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે. આ દેશના વિકાસના સ્વપ્નો લઈને સંકલ્પબદ્ધ થઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સથે આગળ વધારી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ પાછળ ન હોય, તે આજની હાજરીથી દેખાઈ રહ્યું છે. આટલી વિશાળ સંખ્યામાં હાજરી આપનો વડાપ્રધાન મોદી પ્રત્યેનો પ્રેમ અને અને ભરોસો દર્શાવી રહ્યા છે.”

  - Advertisement -

  દેશના વિકાસમાં કારડિયા રાજપૂત સમાજનો સિંહફાળો- સી.આર પાટીલ

  તેમણે આગળ જણાવ્યું કે, “હું આપ સહુને ખાતરી આપવા માંગું છું કે, જે આપનો દર વખતે નિર્ણય હોય છે કે ભાજપ સાથે કટ્ટરતાથી રહેવું અને આજના આપનો આ મહાસંમેલનના નિર્ણયને બે હાથ જોડીને વધાવું છું. અમે ખાતરી આપીએ છીએ કે દેશના વિકાસમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજનો જે સિંહ ફાળો છે, ભાજપ તેને યાદ રાખશે અને તેનું વળતર ચૂકવવાનો પણ પ્રયત્ન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સમાજના ભાગલા પાડ્યા વગર સમાજને સાથે રાખીને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના વિકાસનું મોડલ લઈને દેશના પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે જ્ઞાતિઓના ભાગલા પડવાની જગ્યાએ તમામને સાથે લઈને આગળ વધ્યા.”

  દેશના યુવાનનોને લૉન અપાવવા પીએમ મોદી પોતે જામીન થયા- સી.આર પાટીલ

  સી.આર પાટીલે કહ્યું કે, “પીએમ મોદી હેટ્રિક કરીને ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય, ત્યારે આપણે ગુજરાતના લોકો ક્યાય પાછીપાની ન થાય તે માટે સજાગ રહે. આજે આ મહાસંમેલન યોજીને આપે વડાપ્રધાન મોદીને મેસેજ આપ્યો છે કે અમે આપની સાથે છીએ. વડાપ્રધાન મોદીએ દેશની બહેનોને રક્ષણ અને આરક્ષણ પૂરું પડ્યું છે. તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન છે જેમણે ગુલામીના પ્રતિક સમાન સંસદ ભવનની જગ્યાએ નવું ભવન બનાવ્યું. દેશના યુવાનોને સ્વાલંબી બનાવવામાં વડાપ્રધાન મોદીએ પ્રયત્ન કર્યા. જરૂરિયાતમંદ ટેલેન્ટેડ યુવાઓને લોન આપવા વડાપ્રધાન મોદી પોતે જામીન બન્યા. વડાપ્રધાન મોદીએ 25 કરોડ ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું ભગીરથ કામ કર્યું છે. આ કોઈ ભાજપનો રિપોર્ટ નથી, આ મહાસત્તાઓએ પોતે તે સ્વીકાર્યું છે કે જે કામ દસ વર્ષમાં થયું છે તે અમે પણ નથી કરી શક્યા.”

  રૂપાલાએ માફી માંગી લીધી છે, રોષની કોઈ વાત જ નથી- વજુભાઈ વાળા

  બીજી તરફ આ કાર્યક્રમમાં વજુભાઈ વાળાએ પણ સંબોધન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, “ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું તે ક્ષત્રિયોના લોહીના ગુણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે. આવા સમયમાં તેમને સહયોગી થવા માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ. પરષોત્તમ રૂપાલાએ સમાજની માફી માંગવાની હતી તે તેમણે માંગી લીધી છે, તેવામાં હવે રોષ જેવી કોઈ વાત જ ઉભી નથી થતી. કોઈ-કોઈ જગ્યાએ હજુ થોડો-ઘણો વિવાદ હશે, પરંતુ હાલ જે આપણા ભાઈઓ વિરોધ કરે છે તે આજે નહીં, તો કાલે માની જશે. અમે તેમના પ્રત્યે પૂરેપૂરી સદભાવના રાખીએ છીએ.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં