Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળ કોર્ટની વિચિત્ર ટીપ્પણી, કહ્યું: 'ઘટના સમયે ઉશ્કેરણીજનક કપડા પહેર્યા હોય તો,...

    કેરળ કોર્ટની વિચિત્ર ટીપ્પણી, કહ્યું: ‘ઘટના સમયે ઉશ્કેરણીજનક કપડા પહેર્યા હોય તો, તેને યૌન શોષણ ન કહેવાય, 74 વર્ષના વૃદ્ધ બળજબરીથી ખોળામાં બેસાડી શકે નહી’

    નોંધનીય છે કે સિવિક ચંદ્રન વિરુદ્ધ એક યુવા લેખિકા દ્વારા કોઈલાંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી, 2020માં શહેરમાં એક પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેખક સિવિક ચંદ્રને તેનું યૌન શોષણ કર્યું હતું.

    - Advertisement -

    કેરળ કોર્ટની વિચિત્ર ટીપ્પણી હાલ ચર્ચામાં છે. કેરળની કોઝિકોડ કોર્ટે જાતીય સતામણીના કેસમાં લેખક અને સામાજિક કાર્યકર્તા સિવિક ચંદ્રનને આગોતરા જામીન આપતા સમયે કેરળ કોર્ટની વિચિત્ર ટીપ્પણી સામે આવી છે. કોર્ટે કહ્યું હતું કે “જો પીડિતાએ ઘટના સમયે ઉશ્કેરણીજનક કપડા પહેર્યા હોય તો તેને યૌન શોષણના કેસ તરીકે ગણવામાં નહીં આવે.” એક યુવાન લેખિકાની ફરિયાદ પર કોર્ટે એ માનવાનો પણ ઇનકાર કર્યો હતો કે કોઈ વૃદ્ધ વ્યક્તિ બળજબરીથી ફરિયાદીને પોતાના ખોળામાં બેસાડી શકે નહીં.

    કોઝિકોડ કોર્ટે 12 ઓગસ્ટે ચંદ્રનની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે , “જો ફરિયાદીએ ઉશ્કેરણીજનક કપડાં પહેર્યા હોય, તો પ્રથમ દૃષ્ટિએ તે જાતીય સતામણીનો કેસ ન હોઈ શકે.” કોર્ટે કહ્યું કે “શારીરિક સંપર્ક થયો હોવાનું માની લીધા પછી, તે માનવું અશક્ય છે કે 74 વર્ષીય વ્યક્તિએ ફરિયાદીને તેના ખોળામાં બેસવા માટે દબાણ કર્યું હોય,”

    મળતી જાણકારી અનુસાર, પોતાના જામીન માંગતી વખતે ચંદ્રને પીડિતાની કેટલીક તસવીરો કોર્ટમાં હાજર કરી હતી. આ તસવીરો જોઈને કોર્ટે પોતાની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે ફરિયાદીએ પોતે એવા કપડાં પહેર્યા હતા જે જાતીય ઉશ્કેરણીજનક છે, તેથી પ્રથમ દ્રષ્ટીએ, કલમ 354 આરોપી સામે પ્રભાવી રહેશે નહીં.

    - Advertisement -

    નોંધનીય છે કે સિવિક ચંદ્રન વિરુદ્ધ એક યુવા લેખિકા દ્વારા કોઈલાંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી, 2020માં શહેરમાં એક પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેખક સિવિક ચંદ્રને તેનું યૌન શોષણ કર્યું હતું.

    નોંધપાત્ર વાત એ છે કે સિવિક ચંદ્રન સામે જાતીય શોષણનો આ પહેલો કેસ નથી. અગાઉ પણ, અન્ય એક મહિલા લેખિકાએ તેમની સામે આવો જ કેસ દાખલ કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેમની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. મહિલાએ ફરિયાદ કરી હતી કે એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન ચંદ્રને તેનું યૌન શોષણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં