Friday, December 6, 2024
More
    હોમપેજદેશકર્ણાટકના હાવેરીમાં વક્ફ બોર્ડના કબજાના ડરે હિંસા, મંદિરોની જમીન પર વિવાદ: બેઘર...

    કર્ણાટકના હાવેરીમાં વક્ફ બોર્ડના કબજાના ડરે હિંસા, મંદિરોની જમીન પર વિવાદ: બેઘર થવાના ભયમાં હિંદુઓ, ભાજપે કોંગ્રેસ સરકાર પર લગાવ્યો મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ

    ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણ માટે વક્ફના કબજાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. હાવેરીના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી બસાવરાજ બોમ્માઈએ કહ્યું છે કે, વક્ફને લઈને જારી કરાયેલી નોટિસને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ.

    - Advertisement -

    કર્ણાટકના જિલ્લા (Karnataka) હાવેરીમાં (Haveri) કેટલીક જમીન પર વક્ફ બોર્ડે (Waqf Board) દાવો કર્યા બાદ હિંસા (Violence) ફાટી નીકળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક હિંદુઓને (Local Hindus) બેઘર થવાનો ભય છતાવી રહ્યો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. હિંદુઓનો આરોપ છે કે, તેના ગામના સ્થાનિક મુસ્લિમોએ જમીન વક્ફને સોંપવા માટે અરજી પણ દાખલ કરી છે. ઘર ગુમાવવાના ડરના કારણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ પથ્થરમારો થયો હોવાનું પણ કહેવાય રહ્યું છે.

    માહિતી અનુસાર, હાવેરી જિલ્લાના કડાકોલ ગામમાં બુધવારે (30 ઑક્ટોબર, 2024) મોડી રાત્રે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિક હિંદુઓએ આરોપ લગાવ્યો છે કે, ગામના સ્થાનિક મુસ્લિમોએ હનુમાન મંદિર (Hanuman Mandir) અને દુર્ગા મંદિર (Durga Mandir) પરિસર અને તેની આસપાસની જમીન વક્ફ જમીન ઘોષિત કરવા માટે અરજી પણ દાખલ કરી છે.

    વિવાદ બાદ થયો હોબાળો, 5 લોકો ઘાયલ, 32ની ધરપકડ

    હિંદુ મંદિરોની જમીન વક્ફ બોર્ડના નામે કરવાની અરજી થયા બાદ સ્થાનિક હિંદુઓએ મુસ્લિમ સમુદાયના લોકોને એ વિશે પ્રશ્ન પણ કર્યા હતા, જે બાદ વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગામના મુસ્લિમ આગેવાન મોહમ્મદ રફી સાથે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ગામમાં પથ્થરમારો પણ શરૂ થઈ ગયો હતો. જમીનો પર વક્ફ બોર્ડના કબજાના કારણે ભયભીત થયેલા લોકોએ મોહમ્મદ રફીના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો.

    - Advertisement -

    કડાકોલ ગામમાં એક બાઇક પણ સળગાવી હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારામાં 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઉપરાંત ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હુબલી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ પ્રશાસને ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે. ગામમાં રિઝર્વ પોલીસની બટાલિયન પણ તહેનાત કરવામાં આવી છે.

    માહિતી અનુસાર, ગામમાં ફાટી નીકળેલા વિવાદ બાદ પોલીસે 32 લોકોની ધરપકડ કરી છે. જેમાં વધુ સંખ્યા હિંદુઓની હોવાનું કહેવાય રહ્યું છે. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. હાલ ગામમાં શાંતિ હોવાનું સામે આવ્યું છે. પરંતુ, વક્ફ બોર્ડના દાવાને લઈને સ્થાનિક હિંદુઓ હજુ પણ ભયમાં છે.

    જમીનોના રેકોર્ડ બદલી નાખ્યા હોવાનો આરોપ

    ગામના હિંદુઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, જમીનના રેકોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, રાજ્યના વક્ફ બાબતોના મંત્રી ઝમીર અહેમદના આદેશ બાદ જમીનના રેકોર્ડ બદલવામાં આવી રહ્યા છે. આ માટે આદેશો પણ બહાર પાડવામાં આવ્યા હતા. ગામના હિંદુઓને ડર છે કે તેમનાં ઘરો પણ વક્ફ દ્વારા કબજે કરવામાં આવશે.

    બીજી તરફ સરકાર એવું કહી રહી છે કે, તેમણે માત્ર વક્ફ બોર્ડ દ્વારા આપવામાં આવેલી યાદીની ચકાસણી અને રિપોર્ટ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તેનાથી કોઈ સંપત્તિ વક્ફની નથી બની જતી. વક્ફ મંત્રી ઝમીર અહેમદ પોતે પણ આ મામલામાં બેકફૂટ પર છે.

    ઝમીર અહેમદનું કહેવું છે કે, કડાકોલ ગામનો વિવાદ દુઃખદ છે અને વક્ફ ખેડૂતોની જમીન નહીં લે. દરમિયાન ભાજપે કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણ માટે વક્ફના કબજાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. હાવેરીના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી બસાવરાજ બોમ્માઈએ કહ્યું છે કે, વક્ફને લઈને જારી કરાયેલી નોટિસને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ.

    નોંધનીય છે કે, કર્ણાટકમાં વક્ફના કબજાને લઈને વિવાદનો આ પહેલો મામલો નથી. તાજેતરમાં જ વિજયપુરા જિલ્લાના તિકોટા તાલુકાના હોનવાડા ગામના 1200 ખેડૂતોને વક્ફ નોટિસ મોકલવામાં આવી હતી. વક્ફ બોર્ડે આ તમામ ખેડૂતોની જમીન પર પોતાનો અધિકાર જાહેર કર્યો હતો. આ વિવાદ પણ સતત વધી રહ્યો છે. હાવેરી જિલ્લામાં જ વક્ફે જિલ્લા અદાલતની જમીન પર જ દાવો ઠોકી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં