Friday, February 28, 2025
More
    હોમપેજક્રાઈમભર બજારે મહિલાઓ સાથે છેડછાડ, અશ્લીલ હરકતો, ખાતૂને પકડીને ચખાડ્યો મેથીપાક: 48...

    ભર બજારે મહિલાઓ સાથે છેડછાડ, અશ્લીલ હરકતો, ખાતૂને પકડીને ચખાડ્યો મેથીપાક: 48 સેકન્ડમાં ઝીંકી દીધા 14 થપ્પડ; કાનપુર પોલીસે કરી આરોપી અદનાનની ધરપકડ

    વિડીયોમાં જોઈ શકાય છે મહિલા યુવકના વાળ પકડીને તેને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરવા બદલ મેથીપાક ચખાડી રહી છે. આરોપી અદનાન મહિલા સામે તેને છોડી દેવાની વિનંતી કરતો રહ્યો તથા ત્યાંથી ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો, જોકે તે ભાગી શક્યો નહીં.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક મુસ્લિમ મહિલા એક યુવકને ધડાધડ થપ્પડ ઝીંકી રહી છે. આ વિડીયો કાનપુરનો (Kanpur) હોવાનું સામે આવ્યું છે. કાનપુરમાં આવેલ એક બજારમાં આવતી જતી મહિલાઓ સાથે છેડછાડ (Misbehave With Ladies) અને અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. ત્યારે એક મહિલાના હાથે ચડતા તેણે તેને બરોબર મેથીપાક ચખાડ્યો હતો. વિડીયોમાં (Viral Video) જોઈ શકાય છે કે 48 સેકન્ડમાં મહિલાએ આરોપી યુવક અદનાનને 14 થપ્પડ (14 Slaps) ઝીંકી દીધા હતા.

    આ વિડીયો 25 ફેબ્રુઆરીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલ અનુસાર બજારમાં ભીડ વચ્ચે, એક યુવક ત્યાંથી પસાર થતી મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો હતો, તેમની સાથે છેડછાડ કરી રહ્યો હતો. આ ઉપરાંત મહિલાઓને જોઇને અશ્લીલ હરકતો પણ કરી રહ્યો હતો. ઘણી સ્ત્રીઓએ છેડતી કરનારની આ અભદ્ર હરકતોનો સામનો કર્યો હતો. વિડીયોના બેકગ્રાઉન્ડમાં પણ સંભળાઈ રહ્યું છે કે આ યુવક રોજબરોજ મહિલાઓ સાથે ભીડનો લાભ લઈને આવી હરકતો કરતો હતો.

    આ જ દરમિયાન એક મુસ્લિમ મહિલા પણ કાનપુરમાં આવેલ બેકનગંજ બજારમાં ઘરવપરાશની વસ્તુઓ ખરીદી રહી હતી. ત્યારે આ યુવકે તેને જોઈને પણ અભદ્ર ટિપ્પણીઓ કરી. મહિલાએ એક-બે વાર તેની ટિપ્પણીઓને અવગણી, પણ જ્યારે તે પોતાની હરકતો બંધ ન કરી, ત્યારે મહિલાએ તે યુવાનને બજારની વચ્ચે પકડી લીધો. તેણે તેને 48 સેકન્ડમાં તો ધડાધડ 14 થપ્પડ ઝીંકી દીધા હતા.

    - Advertisement -

    વિડીયોમાં જોઈ શકાય છે મહિલા યુવકના વાળ પકડીને તેને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરવા બદલ મેથીપાક ચખાડી રહી છે. આરોપી અદનાન મહિલા સામે તેને છોડી દેવાની વિનંતી કરતો રહ્યો તથા ત્યાંથી ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો, જોકે તે ભાગી શક્યો નહીં. ત્યાં હાજર લોકોમાંથી કોઈકે તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો તથા કાનપુર પોલીસને પણ ટેગ કરી હતી.  

    સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા લોકો મહિલાના પ્રતિકાર બદલ તેના વખાણ કરી રહ્યા છે. આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી હતી. સહાયક પોલીસ કમિશનર અભિષેક કુમારે જણાવ્યું હતું કે જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ બાજરિયા નિવાસી અદનાન તરીકે થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં