Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારાણસીના પાવરલૂમ સેન્ટરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો જાવેદ, માથું દરવાજા વચ્ચે ફસાઈ...

    વારાણસીના પાવરલૂમ સેન્ટરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો જાવેદ, માથું દરવાજા વચ્ચે ફસાઈ જતાં મોતને ભેટ્યો: આખી રાત લટકી રહી લાશ

    સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જાવેદ નશાનો વ્યસની હતો. તે અવારનવાર વિસ્તારમાં ચોરી કરતો રહેતો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસીનો જાવેદ નામનો ચોર દરવાજાની વચ્ચે ગરદન ફસાઈ જવાથી મોતને ભેટ્યો હતો. તે ચોરીના ઈરાદે પાવરલૂમ સેન્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેની ગરદન દરવાજા વચ્ચે ફસાઈ ગઈ. ત્યારબાદ ઘણી કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો અને ગૂંગળામણને કારણે મોત થઇ ગયું હતું.

    રવિવારે (27 નવેમ્બર, 2022) સવારે જ્યારે લોકોએ મૃતદેહને દરવાજાની વચ્ચે અટવાયેલો જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મૃતદેહ દરવાજાની વચ્ચે જાણે કોઈએ લટકાવી દીધો હોય તેમ અટવાઈ ગયો હતો. વારાણસીનો જાવેદ ચોર શનિવારે રાત્રે સારનાથમાં પાવરલૂમ સેન્ટરના એક રૂમમાં ચોરીના ઇરાદે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અંદર ઘૂસતી વખતે અચાનક તેની ગરદન બંધ દરવાજાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. અનેક પ્રયત્નો છતાં તે ત્યાંથી નીકળી ન શક્યો અને અંતે ચોર જાવેદ મોતને ભેટ્યો હતો.

    કહેવામાં આવી રહ્યું છે કે પાવરલૂમ સેન્ટરનો દરવાજો બંધ હતો. જાવેદે બંને દરવાજા અલગ કરીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પહેલા તેની ગરદન દરવાજાની વચ્ચે નાંખી હતી. પરંતુ તેની ગરદન ત્યાં એવી રીતે ફસાઈ ગઈ હતી કે તે ન તો બહાર આવી શકયો છે કે ન તો અંદર જઈ શક્યો ત્યારબાદ તેનું ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હતું .

    - Advertisement -

    આ પાવરલૂમ સેન્ટર નિઝામ અઝીઝ રહેમાનના ઘરમાં ભાડેથી ચાલે છે. જે છેલ્લા બે દિવસથી બંધ હતું. રવિવારે સવારે જ્યારે ઓપરેટરે પાવરલૂમ ખોલવા માટે પહેલા બાઉન્ડ્રીનો ગેટ ખોલ્યો અને અંદર ગયો તો તેણે જોયું કે એક યુવકનું ગળું દરવાજામાં ફસાયેલું હતું. દરવાજા વચ્ચે લાશ ફસાયેલી જોઈ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન જૂના બ્રિજ ચોકીના ઈન્ચાર્જ ઉપેન્દ્ર યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા અને દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જાવેદ નશાનો વ્યસની હતો. તે અવારનવાર વિસ્તારમાં ચોરી કરતો રહેતો હતો. બીજી તરફ મૃતકના મોટા ભાઈ ગુલઝારનું કહેવું છે કે જાવેદનાં લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. તેની આદતોથી કંટાળીને પત્ની તરન્નુમ પણ તેના પિયરમાં જતી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં