Friday, January 31, 2025
More
    હોમપેજદેશજેલસમેરના રણમાં બન્યું તળાવ: બોર ખોદતાં નીકળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ કરતા, પ્રશાસને...

    જેલસમેરના રણમાં બન્યું તળાવ: બોર ખોદતાં નીકળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ કરતા, પ્રશાસને 500 મીટર વિસ્તાર કરાવ્યો ખાલી; VHPએ કહ્યું- માતા સરસ્વતીનું પુનરાગમન

    વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જળપ્રવાહને માતા સરસ્વતીનું પુનરાગમન ગણાવ્યું હતું.

    - Advertisement -

    રાજસ્થાનમાં (Rajasthan) જેસલમેરના (Jaisalmer) મોહનગઢમાં એક અદ્ભુત ઘટના સામે આવી હતી. અહીં ટ્યુબવેલના ખોદકામ દરમિયાન, રણમાંથી પાણીનો પ્રવાહ (Desert) વહેતો થયો હતો જેને કલાકો પછી પણ અટકાવવો હવે મુશ્કેલ બની રહ્યો છે. ટ્યુબવેલ ખોદવા માટે લાવવામાં આવેલ બોરિંગ મશીન ટ્રકની સાથે ધરતીમાં ધસી ગયું છે. પાણીના વહેણને (Heavy Water Flow) જોતા વહીવટી તંત્રએ આસપાસનો 500 મીટરનો વિસ્તારને ખાલી કરાવ્યો હતો. બીજી તરફ ઓએનજીસીના (ONGC) અધિકારીઓએ સ્થળ પર પહોંચી જમીનમાંથી નીકળતા ગેસની તપાસ કરી હતી. ત્યારે હિંદુ સંગઠનોએ કહ્યું કે રણમાં સરસ્વતી નદી (Saraswati Water) પરત ફરી છે.

    નોંધનીય છે કે રાજસ્થાનમાં જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં તીન જોરા માઇનોર પાસે શનિવાર 28 ડિસેમ્બરે ટ્યુબવેલ માટે બોરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક જમીન ધસી પડી અને થોડી જ વારમાં ખોદકામ માટે આવેલી ટ્રક ખાડામાં ફસાઈ ગઈ. તથા જમીનની અંદરથી પાણીનું વહેણ સરી પડ્યું. પાણીનો બહોળો પ્રવાહ જમીનથી ત્રણથી ચાર ફૂટ ઉપર ઉછળીને નીચે આવી રહ્યો છે. આ પ્રવાહ જ્વાળામુખીના લાવાની જેમ ઉછાળા મારી રહ્યો છે.

    જમીનમાંથી પાણીની સાથે અંદર ગેસ અને કાદવ પણ બહાર આવી રહ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તથા વહીવટી અધિકારીઓએ અડધા કિલોમીટરના વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો અને વિસ્તાર ખાલી પણ કરાવી દીધો છે. અહીં લગભગ 850 ફૂટની ઉંડાઈએ બોરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભૂગર્ભ જળ વૈજ્ઞાનિકની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાના કારણની તપાસ શરૂ કરી હતી. તથા ONGCની ટીમે પાણીમાંથી નીકળતા ગેસની પણ તપાસ શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    સરસ્વતી નદીનું પુનરાગમન

    બીજી તરફ આ મામલે વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જળપ્રવાહને માતા સરસ્વતીનું પુનરાગમન ગણાવ્યું હતું. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢ કસબામાં બોરવેલ ખોદતી વખતે અચાનક ફૂટેલી જળધારાએ સંપૂર્ણ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. છેલ્લા 36 કલાકથી સતત એક જ પ્રેશર સાથે નીકળી રહેલ મીઠા પાણીના આ પ્રવાહ માટે મોટાભાગના લોકો માની રહ્યા છે કે આ સ્વયં માતા સરસ્વતીનું પ્રગટીકરણ છે.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “કેટલાક ભૂગર્ભજળ વૈજ્ઞાનિકો એવું પણ માની રહ્યા છે કે બોરવેલ ખોદકામ દરમિયાન આટલા મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ અચાનક નીકળવો એ સામાન્ય ભૂગર્ભજળ લીક ન હોઈ શકે. હવે એવી આવશ્યકતા છે કે આ ઘટનાની સંપૂર્ણ ભૂસ્તરશાસ્ત્રીય તપાસ કરીને લોકોના વિશ્વાસની પુષ્ટિ કરવામાં આવે કે માતા સરસ્વતીએ હવે પોતાનો અજ્ઞાતવાસ પૂર્ણ કરીને દર્શન આપવાનું નક્કી કર્યું છે. આ કુદરતી ઘટનાથી સ્થાનિક લોકોના પાક અને અન્ય મિલકતોની સુરક્ષા અને વળતર આપવાની વ્યવસ્થા સ્થાનિક સરકારના વહીવટીતંત્રે કરવી જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં