Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં હિંદુ પરિણીતાએ ઇસ્માઇલ સાથેના લગ્નેતર સંબંધમાં પૈસા સાથે જીવ પણ ગુમાવ્યો:...

    વડોદરામાં હિંદુ પરિણીતાએ ઇસ્માઇલ સાથેના લગ્નેતર સંબંધમાં પૈસા સાથે જીવ પણ ગુમાવ્યો: ઉછીના 2.5 લાખ પાછા ન આપવા પડે એ માટે હત્યા કરીને લાશ દાટી દીધી

    તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઇસ્માલ તેને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. જેથી ઇસ્માઇલની પૂછપરછ કરતા શરૂમાં તે કશું જાણતો નથી તેમ કહ્યું હતું. પરંતુ પોલીસે તેની સઘન પૂછપરછ કરતા આખરે તેણે મિત્તલની હત્યા કરી લાશ માટીના ઢગલમાં દાટી દીધાનું કબૂલ્યું હતું.

    - Advertisement -

    વડોદરામાં શહેરની નજીક આવેલ પોર GIDCમાં રહેતી પરિણીત હિંદુ પ્રેમિકાને સાતથી આઠ વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા મુસ્લિમ પ્રેમીએ અઢી લાખ રૂપિયા પરત આપવાના છેલ્લા વાયદાએ બોલાવી ગળું દબાવી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યા બાદ મુસ્લિમ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો. આખરે વરણામા પોલીસે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કરી આરોપી વિધર્મી પ્રેમી ઇસ્માઇલને પણ ઝડપી લીધો છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર વડોદરા નજીક આવેલ પોર GIDCમાં રહેતી 35 વર્ષિય મિત્તલબેન રાજુભાઇ બાવળીયા નામની મહિલાને છેલ્લા સાત-આઠ વર્ષથી ઇસ્માઇલ ઇબ્રાહિમ પરમાર (રહે. ગામ. ખેરડા. તા કરજણ, જી. વડોદરા) સાથે પ્રેમ સંબંધ હતો. મિત્તલ પરિણીત હતી અને તેના લગ્ન રાજુભાઇ બાવળિયા સાથે થયેલા હતા.

    મુસ્લિમ યુવક ઇસ્માઇલ સાથે પ્રેમ સંબંધ હોવાથી મિત્તલે ઇસ્માઇલને અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રૂપિયા મિત્તલ વાંરવાર પરત માંગતી હતી. પરંતુ ઇસ્માઇલ રુપિયા પરત આપવાને બદલે વાયદા પર વાયદા કરતો હતો. મિત્તલના રૂપિયાની માંગણી વધતા આખેરે ઇસ્માઇલે તેની હત્યા માટેનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

    - Advertisement -

    ઇસ્માઇલે માંગ્યો છેલ્લો ચાન્સ, આપ્યો છેલ્લો વાયદો

    મિત્તલ આમ તો પૈસા પરત માંગી માંગીને કંટાળી ગઈ હતી અને ઇસ્માઇલ તે પરત આપી નહોતો રહ્યો. પરંતુ ઇસ્માઇલે ખુબ આજીજી કરીને મિત્તલ પાસે છેલ્લો ચાન્સ માંગતા છેલ્લો વાયદો આપ્યો. મિત્તલ પાસે એ માન્ય રાખવા સિવાય બીજો કોઈ ઓપશન પણ નહોતો.

    ઇસ્માઇલ ગત 22 જાન્યુઆરી 2022ના રોજ સાંજે મિત્તલ પાસે પહોંચ્યો હતો અને તેને બાઇક પર બેસાડી પોર GIDC પાસે આવેલ કાશીપુરા-સરાર રોડ પર આવેલ રમણગામડી ગામની સીમમાં ખુલ્લી જગ્યા લઇ ગયો હતો. જ્યાં તેણે મિત્તલને માટીના ઢગલા પર ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને ગળું દબાવી દઇ તેની હત્યા કરી નાખી હતી. જ્યાર બાદ મિત્તલની લાશને તેણે માટીના ઢગલામાં દાટી દીધી હતી અને કશું જ બન્યું ન હોય તેમ ઘરે પરત ફર્યો હતો.

    9 દિવસ સુધી પતિ શોધતો રહ્યો, આખરે મળી લાશ

    22 જાન્યુઆરીના રાત્રે મોડે સુધી મિત્તલ ઘરે હાજર ન મળતા તેના પતિ રાજુભાઇ બાવળિયાએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ આખરે થાકી હારી રાજુભાઇએ વરણામા પાસેને પત્ની ગુમ થયા અંગેની અરજી આપી હતી. જેથી પોલીસે મિત્તલના ઓળખીતા અને તેની આજુબાજુમાં રહેતા પડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી.

    તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઇસ્માલ તેને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. જેથી ઇસ્માઇલની પૂછપરછ કરતા શરૂમાં તે કશું જાણતો નથી તેમ કહ્યું હતું. પરંતુ પોલીસે તેની સઘન પૂછપરછ કરતા આખરે તેણે મિત્તલની હત્યા કરી લાશ માટીના ઢગલમાં દાટી દીધાનું કબૂલ્યું હતું.

    જેથી વરણામા પોલીસ મોડી સાંજે રમણગામડીની સીમમાં જેસીબી મશીન અને માણસોનો સ્ટાફ લઇને ઘટનાસ્થળે પહોંચી હતી અને મિત્તલની લાશને શોધી કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી છે. તેમજ આરોપી ઇસ્માઇલની પણ અટકાયત કરી લીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં