Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ફિલ્મ ઇસ્લામ વિરોધી, રિલીઝ નહીં થવા દઈએ’: હવે ઇસ્લામિક સંગઠનો પણ ‘પઠાણ’ના...

    ‘ફિલ્મ ઇસ્લામ વિરોધી, રિલીઝ નહીં થવા દઈએ’: હવે ઇસ્લામિક સંગઠનો પણ ‘પઠાણ’ના વિરોધમાં, નામ બદલવાની પણ માંગ

    ભોપાલમાં ઉલેમા બોર્ડના રાજ્ય પ્રમુખ કાઝી અનસ અલીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ફિલ્મ પઠાણમાં અશ્લીલતા પીરસવામાં આવી છે.

    - Advertisement -

    શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હિંદુ સંગઠનો બાદ હવે ઇસ્લામિક સંગઠનો પણ પઠાણ ફિલ્મનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે. તેમણે આ ફિલ્મને દેશની શાંતિ ડહોળાવનારી ગણાવીને, વિરોધ પ્રદર્શન કરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે માંગ કરી હતી.

    અહેવાલો અનુસાર ભોપાલમાં ઉલેમા બોર્ડના રાજ્ય પ્રમુખ કાઝી અનસ અલીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ફિલ્મ પઠાણમાં અશ્લીલતા પીરસવામાં આવી છે. ફિલ્મ દ્વારા ઈસ્લામનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. તેમણે એક નિવેદન જારી કરીને મુસ્લિમ સમુદાયને પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે અનસ અલીએ સેન્સર બોર્ડ પાસે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરી છે. તેમણે કહ્યું છે કે, આ ફિલ્મ દેશની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.

    ‘પઠાણ નામ બદલો, શાહરૂખનું પાત્ર બદલો, પછી મન ફાવે તે કરો’

    - Advertisement -

    સૈયદ અનસ અલીએ વધુમાં કહ્યું, ‘મેકર્સે પઠાણનું નામ બદલવું જોઈએ. શાહરૂખ ખાને પોતાના પાત્રનું નામ બદલવું જોઈએ. તે પછી તમે જે ઈચ્છો તે કરો. પરંતુ અમે આ ફિલ્મને દેશમાં રિલીઝ નહીં થવા દઈએ. અમે કાનૂની લડાઈ લડીશું અને એફઆઈઆર પણ નોંધીશું.” અલીએ કહ્યું કે તેઓ ફિલ્મની રિલીઝને રોકવા માટે ગમે તે કરશે.

    AIMTCએ પણ વિરોધનો મોરચો માંડ્યો

    આ સિવાય ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ્સ કમિટી (AIMTC) પણ ફિલ્મનો વિરોધ કરી રહી છે. ભોપાલમાં, AIMTCના પ્રમુખ પીરઝાદા ખુર્રમ મિયાં ચિશ્તીએ કહ્યું કે 24 કલાકની અંદર તેમને દેશભરમાંથી 400થી વધુ કોલ આવ્યા. ઘણા લોકો ઘરમાં આવીને પઠાણ ફિલ્મને મુસ્લિમો વિરુદ્ધ ગણાવી. તેમણે કહ્યું કે ફિલ્મમાં મુસ્લિમોની ભાવનાઓને ભડકાવવામાં આવી છે.

    ફિલ્મ પઠાણનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગના કપડા પહેર્યા છે. જેને લઈને દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ગીતના કેટલાક દ્રશ્યોને લઈને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ ફિલ્મના નિર્દેશકને વાંધાજનક દ્રશ્યો હટાવવા માટે કહ્યું હતું. ગૃહમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો આમ કરવામાં નિષ્ફળ જશે તો ફિલ્મની રિલીઝની પરવાનગી પર વિચાર કરવામાં આવશે. દેશભરમાં હિંદુ સંગઠનો દ્વારા પણ આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં