Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોરના ઈલિયાસ કુરેશીએ 8 વર્ષના જૈન બાળકનું સુન્નત કરાવી બળજબરીથી ધર્માંતરણ કર્યું:...

    ઇન્દોરના ઈલિયાસ કુરેશીએ 8 વર્ષના જૈન બાળકનું સુન્નત કરાવી બળજબરીથી ધર્માંતરણ કર્યું: ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવી મઝહબી સ્કુલમાં ભણવા પણ મૂક્યો, ધરપકડ

    પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. આ સાથે જ તેણે બાળકનો બનાવટી જન્મનો દાખલો ક્યાંથી અને કોની મદદથી બનાવ્યો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લવ જેહાદ, બળાત્કાર અને ધર્માંતરણની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં હવે ઇન્દોરના એક ઈલિયાસ કુરેશીએ 8 વર્ષના જૈન બાળકનું સુન્નત કરાવી બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હોવાની ઘટનાએ સહુ કોઈને ચોંકાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈલિયાસે બે વર્ષ પહેલાં જૈન પરિણીતાને તેના પુત્ર સાથે ભગાડી ગયો હતો. તેણે બાળકનું ખોટું પ્રમાણપત્ર બનાવી પિતાના સ્થાને પોતાનું નામ લખ્યું હતું. બાળકના અસલ પિતાની ફરિયાદ પર પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

    મીડિયા અહેવાલો અનુસાર બાળકના અસલ પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરતા આરોપી ઈલિયાસ વિરુદ્ધ ખજરાના પોલીસે બળજબરીથી ધર્માંતરણ, છેતરપીંડી અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. આ સાથે જ તેણે બાળકનો બનાવટી જન્મનો દાખલો ક્યાંથી અને કોની મદદથી બનાવ્યો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સાથે જ વહેલી તકે ઈલિયાસને કોર્ટમાં રજૂ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

    આ મામલે બાળકના અસલ પિતાના જણાવ્યા અનુસાર વર્ષ 2018ની 25 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ એક સામાજિક પ્રસંગેથી પરત આવી રહ્યા હતા ત્યારે ઈલિયાસ તેની પત્નીનેના તેના બાળક સહિત ભગાવી ગયો હતો. જે બાદ તેમણે રતલામ પોલીસ સ્ટેશનમાં પોતાના પત્ની અને બાળકના ગાયબ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ઈલિયાસની ધરપકડ પણ કરી હતી. જે બાદ કોર્ટે તેને જેલમાં ધકેલી દીધો હતો. જોકે, જેલથી છૂટ્યા બાદ ઈલિયાસે ફરી પરિણીતાને પોતાની પાસે બોલાવી દીધી હતી.

    - Advertisement -

    ઈલિયાસે બાળકના જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવી મઝહબી સ્કુલમાં દાખલ કરાવી દીધો

    મીડિયા અહેવાલોમાં બાળકના અસલ પિતાને ટાંકીને જણાવાયું છે કે તેમની પત્ની પરાણે તેના બાળકને પોતાની સાથે લઈ ગઈ હતી. પીડિત પતિએ આ મામલાને લઈને બાળકની કસ્ટડી માટે શાજાપુર કોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ ઈલિયાસનું કોઈ નામ ઠેકાણું ન જાણતા હોવાના કારણે પોલીસ વોરંટની બજવણી નહોતી કરી શકી. તેવામાં બાળકના અસલ પિતાને માહિતી મળી હતી કે ઇન્દોરના ઈલિયાસ કુરેશીએ 8 વર્ષના જૈન બાળકનું સુન્નત કરાવી બળજબરીથી ધર્માંતરણ કરી નાંખ્યું છે અને તેઓ ખજરાના વિસ્તારમાં રહી રહ્યો છે. આટલું જ નહીં, આરોપીએ બાળકનું ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવી તેમાં પિતાના નામે પોતાનું નામ ઘૂસાડી દીધું હતું અને આટલે ન અટકતાં આરોપીએ જૈન બાળકને ઇસ્લામના પાઠ ભણાવતી મઝહબી સ્કુલમાં તેને ભણવા પણ મૂકી દીધો હતો.

    બાળકના પિતાએ આ ધર્માંતરણનું મોટું રેકેટ હોવાની આશંકાઓ વ્યક્ત કરીને બાળકને ઇસ્લામ કબૂલ કરાવનાર મૌલવીને અને ખોટું પ્રમાણપત્ર બનાવનાર વ્યક્તિ ઉપર પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તો બીજી તરફ પોલીસે પણ ઈલિયાસ વિરુદ્ધ ધારાધોરણો મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં