Friday, March 14, 2025
More
    હોમપેજદુનિયા‘ઇમિગ્રન્ટ્સ મુદ્દે ભારત યોગ્ય નિર્ણય લેશે’: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ફેબ્રુઆરીમાં...

    ‘ઇમિગ્રન્ટ્સ મુદ્દે ભારત યોગ્ય નિર્ણય લેશે’: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ફેબ્રુઆરીમાં PM મોદી આવશે વ્હાઇટ હાઉસ, બંને નેતાઓ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત

    ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “આજે સવારે મેં તેમની (PM મોદી) સાથે લાંબી વાતચીત કરી. તે આવતા મહિને વ્હાઇટ હાઉસ આવશે. કદાચ ફેબ્રુઆરીમાં. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે."

    - Advertisement -

    20 જન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શપથગ્રહણ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકોને કાર્યભાર સંભાળ્યો હતો. જેની સાથે જ તેમણે બર્થરાઈટ સિટીઝનશીપ હટાવવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. ત્યારે શપથગ્રહણ બાદ PM મોદીએ (PM Namenda Modi) 27 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ મામલે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, ફેબ્રુઆરીમાં PM મોદી તેમના સત્તાવાર નિવાસ વ્હાઈટ હાઉસમાં (White House) બેઠક માટે આવે એવી સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેમણે પીએમ મોદી સાથે ઇમિગ્રેશન જેવા ગંભીર મુદ્દા પર વાત કરી.

    PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી એની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ તેમને અભિનંદન. અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.”

    આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી. તેમણે 27 જાન્યુઆરીએ ફ્લોરિડાથી ‘જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ’ પરત ફરતી વખતે એરફોર્સ વન પર પત્રકારોને જણાવ્યું હતું કે, “આજે સવારે મેં તેમની (PM મોદી) સાથે લાંબી વાતચીત કરી. તે આવતા મહિને વ્હાઇટ હાઉસ આવશે. કદાચ ફેબ્રુઆરીમાં. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. મોદી સાથેની ફોન વાતચીત દરમિયાન ઘણા વિષયો પર ચર્ચા થઈ હતી.”

    - Advertisement -

    દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી સાથે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ’ ને પાછા લેવાની વાત આવે ત્યારે ભારત ‘એ જ કરશે જે યોગ્ય હશે.’ નોંધનીય છે કે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા લેવા માટે સંમત થયું છે, ત્યારબાદ ટ્રમ્પે આ વાત કહી હતી.

    ટ્રમ્પ અને મોદીએ ઇન્ડો-પેસિફિક, મધ્ય-પૂર્વ અને યુરોપમાં સુરક્ષા સહિત અનેક પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકી સુરક્ષા સાધનોની ખરીદી વધારવા અને વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે, ફેબ્રુઆરીમાં PM મોદી અમેરિકા જશે. જોકે, ભારતે હજુ સુધી આ મુલાકાતની પુષ્ટિ કરી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં