Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટભારતની યોજના તૈયાર છે, પાકિસ્તાનને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવશે, અને તેનું...

  ભારતની યોજના તૈયાર છે, પાકિસ્તાનને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવશે, અને તેનું પરમાણુ મુક્તિકરણ અને નિઃશસ્ત્રીકરણ કરવામાં આવશે: પૂર્વ પાક પીએમ ઈમરાન ખાન

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને મિડીયાને કહ્યું છે કે ભારત પાસે એવી યોજના તૈયાર છે જેના થકી તે પાકિસ્તાનના ત્રણ ભાગ કરી નાખશે.

  - Advertisement -

  પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના અધ્યક્ષ અને પાકિસ્તાનના હકાલપટ્ટી કરાયેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે કહ્યું કે જો સરકારે મક્કમ નિર્ણય ન લીધો તો પાકિસ્તાન ત્રણ ભાગમાં વહેંચાશે કારણ કે ભારત તેની યોજના સાથે તૈયાર છે.

  BOL ન્યૂઝ સાથેના એક સાક્ષાતકારમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન, જેમને આ વર્ષની શરૂઆતમાં અવિશ્વાસના મતને પગલે પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે જો “મક્કમ નિર્ણયો” લેવામાં નહીં આવે તો દેશ (પાકિસ્તાન) મૃત્યુના આરે છે, ભારત પાસે એવી યોજના છે જેનાથી પાકિસ્તાન ત્રણ ભાગમાં વહેંચાશે અને ઈમરાન ખાને કહ્યું કે જો પાકિસ્તાન બરબાદ થશે તો સુયાયોજિત રીતે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન પર 1990ના દાયકામાં જેમ યુક્રેન સાથે થયું હતું તેમ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે દબાણ કરશે.

  જ્યારે તેઓ સત્તામાં પાછા ન આવી શકે તેવી સંભાવનાના ઉપલક્ષમાં તેમની ભાવિ યોજના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ઈમરાન ખાને જવાબ આપ્યો, “અહીં વાસ્તવિક સમસ્યા પાકિસ્તાન અને વ્યવસ્થાપનની છે. જો વ્યવસ્થાપન યોગ્ય નિર્ણય નહીં લે, તો હું તમને લેખિતમાં આપીશ કે તેઓ નાશ પામશે, અને સશસ્ત્ર દળો સૌથી પહેલા બરબાદ થશે.” તેમણે ઇન્ટરવ્યુઅરને ઉમેરતા કહ્યું, “પાકિસ્તાન તૂટી જશે. ત્રણ ભાગમાં.”

  - Advertisement -

  ઈમરાન ખાને કહ્યું કે, જો આ સમયે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો દેશ આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. ઈમરાન ખાને વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતમાં થિંક ટેન્ક બલૂચિસ્તાનને અલગ કરવા પર વિચાર કરી રહી છે, તેમની પાસે યોજનાઓ છે, તેથી જ હું દબાણ લાવી રહ્યો છું.”

  ઈન્ટરવ્યુ દરમિયાન, પીટીઆઈના વડા ઈમરાન ખાને પણ સ્વીકાર્યું હતું કે તેમની પાસે બહુમતી ન હોવાને કારણે તેમની સત્તામાં વાપસી શરૂઆતથી જ નાજુક હતી. ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાસેથી અંતિમ સત્તા છીનવાઈ ગઈ હતી અને સરકાર રચવા માટે ગઠબંધન ભાગીદારો પર આધાર રાખવો પડ્યો હતો, એક ભૂલ તેમણે પુનરાવર્તિત નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, તેમણે ઉમેર્યું હતું કે તેઓ ફરીથી ચૂંટણીઓ પસંદ કરશે પરંતુ સમાધાન ક્યારેય સ્વીકારશે નહીં.

  પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઓલ ઝરદારીએ આ ટિપ્પણીઓ પર ઈમરાન ખાનની નિંદા કરી હતી અને કહ્યું કે કોઈ પણ પાકિસ્તાની દેશને તોડવાની વાત કરી શકે નહીં. “આ ભાષા કોઈ પાકિસ્તાની નથી પણ મોદીની છે. દુનિયામાં ઈમરાન ખાનની શક્તિ જ સર્વસ્વ નથી, બહાદુર બનો અને તમારા પગ પર ઊભા રહેવાનું શીખો અને હવે રાજકારણ કરો.” ઝરદારીએ કહ્યું.

  પીએમએલ-એનના નેતા તલાલ ચૌધરીએ ઈમરાન ખાનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે માત્ર ‘માનસિક રીતે બીમાર વ્યક્તિ’ જ આવા નિવેદન આપી શકે છે. ચૌધરીએ કહ્યું હતું કે, “ભૂતકાળમાં, ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પર પરમાણુ બોમ્બ ફેંકવો વધુ સારો વિકલ્પ છે, તેણે લોકોને સવિનય અસહકાર ચળવળ શરૂ કરવા અને હુંડી દ્વારા પૈસા મોકલવા પણ કહ્યું છે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં