Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ટ્રીપલ તલાકનું દુષણ નથી એટલે મને હિંદુત્વ ગમે છે': યુપીની ઈલ્મા ખાને...

    ‘ટ્રીપલ તલાકનું દુષણ નથી એટલે મને હિંદુત્વ ગમે છે’: યુપીની ઈલ્મા ખાને સોમેશ સાથે લગ્ન કરી સનાતન ધર્મ અપનાવ્યો, કહ્યું- મારો પરિવાર મારા પતિને મારી નાંખશે

    મંદિરના પૂજારીઓએ ઈલ્માને હતો વિધિવિધાન દ્વારા હિંદુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં એક મુસ્લિમ મહિલા તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને ઇસ્લામ ધર્મ ત્યજ્યા બાદ હિંદુ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. યુપીની ઈલ્મા ખાને સોમેશ સાથે લગ્ન કરી સનાતન ધર્મ અપનાવ્યા બાદ પોતાને અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી રક્ષણની માંગણી કરી છે.

    મામલો યુપીના બદાયૂંનો છે. અહીં રહેતી મુસ્લિમ યુવતી ઈલ્મા ખાને સનાતન હિંદુ ધર્મ અપનાવ્યો છે. આ યુવતી એક હિંદુ યુવક સોમેશના પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જોકે ઈલ્માનો પરિવાર આ સંબંધનો સખત વિરોધ કરતો હતો. આ પછી ઈલ્માએ સોમેશ સાથે ભાગી જવાનો નિર્ણય કર્યો હતો.

    સોમેશ સાથે ઘરેથી નીકળ્યા બાદ ઈલ્માએ બરેલીના અગસ્ત મુનિ આશ્રમમાં ઈસ્લામ ધર્મનો ત્યાગ કર્યો હતો. મંદિરના પૂજારીઓએ ઈલ્માને હતો વિધિવિધાન દ્વારા હિંદુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. હિંદુ બન્યા બાદ તેણે પોતાનું નામ બદલીને સૌમ્યા રાખ્યું હતું. આ પછી સૌમ્યાએ સોમેશ શર્મા સાથે મંદિરમાં હિંદુ વિધાનથી લગ્ન કર્યા હતા.

    - Advertisement -

    સૌમ્યાના પતિ સોમેશ શર્માનું કહેવું છે કે તે યુવતીના ઘરે જતો હતો. આ પછી પરિચય થયો અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

    સોમેશે કહ્યું કે સૌમ્યાને એક બહેન પણ છે, જેના લગ્ન થઇ ગયા છે, પરંતુ તેનો પતિ અને પરિવાર તેને ખૂબ જ ટોર્ચર કરે છે. આ વાતથી તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી. ધીમેધીમે તેનો ઝુકાવ હિંદુ ધર્મ તરફ થવા લાગ્યો અને તે ઇલમા ખાનથી સૌમ્યા બની ગઈ.

    સોમેશે જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ ઈલ્મા ખાન સાથે લગ્ન કર્યા બાદ બંને તેમજ તેના પરિવારના સભ્યોને જાનનું જોખમ છે. સોમેશે કહ્યું કે, સૌમ્યાના ઘરની બાજુમાં જ ગામના વડાનું ઘર છે. તેઓ બંનેને છોડશે નહીં. સૌમ્યાએ કહ્યું કે પ્રધાને કહ્યું કે જ્યાં બંને મળી આવ્યા હતા, ત્યાં તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    બીજી તરફ યુવતીએ જણાવ્યું કે, “સોમેશ નાનપણથી જ અમારા ઘરે આવતો હતો. પહેલા અમે મિત્રો બન્યા, પછી અમે પ્રેમમાં પડ્યા અને હવે અમે લગ્ન કરી લીધા. સૌમ્યાએ કહ્યું કે, તેણે કોઇ દબાણ કે લોભમાં આવીને ધર્મ પરિવર્તન નથી કર્યું, પરંતુ તેણે પોતાની મરજીથી આવું કર્યું છે.

    સૌમ્યાએ કહ્યું કે ઈસ્લામમાં ત્રણ તલાક છે, જે તેને પસંદ નથી. તે હિંદુ છોકરા સાથે લગ્ન કરીને સલામતી અનુભવે છે. તેણે જણાવ્યું કે લગ્ન બાદ તેની બહેનને ખૂબ માર મારવામાં આવે છે. તેને છૂટાછેડાની ધમકી આપવામાં આવે છે, જ્યારે હિંદુ ધર્મમાં છૂટાછેડા આવું કશું નથી.

    સૌમ્યાએ કહ્યું કે તેના પિતા ગામમાં દરજી છે અને તેની છ બહેનો છે. જ્યારે પરિવારને આ સંબંધની ખબર પડી તો તેના પર મારપીટ થવા લાગી. ત્યારબાદ તે સોમેશ સાથે ચાલી ગઈ. સોમેશ શર્મા દિલ્હીની એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ઇલ્માએ સોમેશ અને તેના પરિવારના સભ્યોને ધમકી આપીને તેના પરિવાર પાસેથી પોલીસ સુરક્ષાની માંગ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં