Tuesday, July 15, 2025
More
    હોમપેજગુજરાતપ્રોફેસરના NGO સાથે જોડાણ વિશે IIT ગાંધીનગરના HSS વિભાગે એક્સ હેન્ડલ પરથી...

    પ્રોફેસરના NGO સાથે જોડાણ વિશે IIT ગાંધીનગરના HSS વિભાગે એક્સ હેન્ડલ પરથી કરી હતી પોસ્ટ, પણ RTIમાં જવાબ મળ્યો– ‘અમારી પાસે કોઈ માહિતી નથી’

    ઑપઇન્ડિયાએ એક લેખમાં જણાવ્યું હતું કે કઈ રીતે નિશાંત ચોકસી એક એવા NGO સાથે સંકળાયેલા છે, જે જનજાતિ વિસ્તારમાં અને ખાસ કરીને નર્મદાના વિસ્થાપિતો વચ્ચે વર્ષોથી કામ કરી રહ્યું છે અને તેના સંચાલકો ફાધર ફર્નાન્ડ દુરાઈ વગેરે છે.પરંતુ જ્યારે RTI દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે IIT ગાંધીનગરે એક જ લીટીમાં જણાવી દીધું કે સત્તાવાર દસ્તાવેજો અનુસાર ડૉ. નિશાંત ચોકસી હાલ કોઈ પણ પ્રકારના NGO સાથે સંકળાયેલા હોય તેવી કોઈ માહિતી સંસ્થા પાસે નથી.

    - Advertisement -

    ગાંધીનગર (Gandhinagar) સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) તેના હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં થતા રિસર્ચ અને ત્યારબાદ અમુક વામપંથના રંગે રંગાયેલા અધ્યાપકોની સોશિયલ મીડિયા ગતિવિધિઓના કારણે છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહી છે. સોશિયલ મીડિયાથી માંડીને મીડિયામાં અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ પ્રશાસન કે ડાયરેક્ટર તરફથી હજુ કોઈ પગલાં લેવામાં આવ્યાં હોવાનું ધ્યાને આવ્યું નથી. બીજી તરફ RTI કરવામાં આવતાં જે જવાબો આપવામાં આવ્યા છે તેનાથી સંસ્થા ફરી એક વખત સવાલોના કઠેડામાં ઊભી રહી ગઈ છે. 

    મે, 2025માં IIT ગાંધીનગરના અમુક વિષયોને લઈને વિવાદ સર્જાયા બાદ એક એક્ટિવિસ્ટે RTI થકી અમુક બાબતોની જાણકારી માંગી હતી. જૂન 2025માં તેનો જવાબ આપવામાં આવ્યો. પરંતુ તેનાથી પણ અમુક પ્રશ્નો ઉઠ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે IIT ગાંધીનગરના HSS વિભાગના અધ્યાપક નિશાંત ચોકસી અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યા છે. HSSના માસ્ટર ઑફ સાયન્સ વિભાગના અમુક વિદ્યાર્થીઓએ રિસર્ચ માટે ઇસ્લામિક વિષયો પસંદ કર્યા બાદ સોશિયલ મીડિયા પર જે વિવાદ સર્જાયો, ત્યારબાદ નિશાંત ચોકસીએ તમામ વિદ્યાર્થીઓને મેઇલ મોકલ્યો હતો અને તેમાં રીતસરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે પછીથી આ મેઇલ પણ લીક થઈ ગયો. ઑપઇન્ડિયાએ આ મામલે પ્રોફેસર ચોક્સીનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. 

    - Advertisement -

    ત્યારબાદ ઑપઇન્ડિયાએ વધુ એક લેખમાં જણાવ્યું હતું કે કઈ રીતે નિશાંત ચોકસી એક એવા NGO સાથે સંકળાયેલા છે, જે જનજાતિ વિસ્તારમાં અને ખાસ કરીને નર્મદાના વિસ્થાપિતો વચ્ચે વર્ષોથી કામ કરી રહ્યું છે અને તેના સંચાલકો ફાધર ફર્નાન્ડ દુરાઈ વગેરે છે. પ્રોફેસરનાં અમુક પુસ્તકો પણ આ NGOએ પ્રકાશિત કર્યાં હતાં. 

    પરંતુ જ્યારે RTI દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે IIT ગાંધીનગરે એક જ લીટીમાં જણાવી દીધું કે સત્તાવાર દસ્તાવેજો અનુસાર ડૉ. નિશાંત ચોકસી હાલ કોઈ પણ પ્રકારના NGO સાથે સંકળાયેલા હોય તેવી કોઈ માહિતી સંસ્થા પાસે નથી. 

    અહીં નોંધવા જેવી બાબત એ છે કે જો IIT ગાંધીનગર અને તેના HSS વિભાગને નિશાંત ચોકસીના કોઈ NGO સાથે જોડાણની કોઈ માહિતી ન હોય તો પછી 12 જાન્યુઆરી, 2025ના રોજ IIT ગાંધીનગરના HSS વિભાગના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને નિશાંત ચોકસીનાં પુસ્તકો આદિલોક NGO દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં હોવાની જાણકારી કઈ રીતે આપવામાં આવી? 

    12 જાન્યુઆરીની પોસ્ટમાં સંસ્થાના એક્સ હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું હતું કે, HSS અધ્યાપક નિશાંત ચોક્સી અને રિસર્ચ સ્ટાફ કલ્પેશ રાઠવાએ સંયુક્ત રીતે નર્મદા ખીણના વિસ્થાપિતોમાં આવેલા સાંસ્કૃતિક અને ભાષાકીય ફેરફારો પર પર પુસ્તકો લખ્યાં છે અને તેનું પ્રકાશન આદિલોક NGO દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે RTIમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સંસ્થાએ તેમની પાસે કોઈ માહિતી ન હોવાનું કહીને ઊંચા હાથ કરી દીધા!

    ઉપરાંત, જાન્યુઆરી 2021માં IIT ગાંધીનગરના આ જ HSS વિભાગમાં યુનિવર્સિટી ઑફ નોર્ધન કોલોરાડોનાં મહિલા પ્રોફેસર અતહર ઝિયાનો એક સેમિનાર રાખવામાં આવ્યો હતો. સેમિનારનો વિષય હતો– ‘ઈથેનોનેશનાલિસ્ટ-નિયોકોલોનિયલ ડેવલપમેન્ટ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એન્ડ ધ કેસ ઑફ કાશ્મીર.’ અહીં નિયોકોલોનિયલનો અર્થ થાય આધુનિક પરિભાષામાં ઉપનિવેશવાદ, જ્યાં એક શક્તિશાળી દેશ કે કોર્પોરેશન ઓછા શક્તિશાળી દેશ કે પ્રદેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરીને અસર પહોંચાડે. ઘણી વખત સીધા રાજકીય શાસન હેઠળ નહીં તો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક કે ટેક્નોલોજીકલ દબાણ હેઠળ. અહીં ભારત અને કાશ્મીર બંનેને અલગ પરિદૃશ્યમાં રજૂ કરવાની વાત થઈ. જ્યારે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ કહેવાય. ભારત શું કામ ઉપનિવેશવાદનો સહારો લે, જ્યારે કાશ્મીર પોતાનો જ પ્રદેશ છે.

    અતહર ઝિયા પોતે પણ એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. જેઓ કાશ્મીરને ‘ઓક્યુપાઇડ’ ગણાવતાં રહ્યાં છે. કાશ્મીર અને ભારત વિરુદ્ધ લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા ફેલાવવામાં પણ અગ્રેસર છે. ગાંધીનગર IITમાં તેમનું લેક્ચર યોજાવા અંગે જ્યારે સંસ્થાને RTIમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કહી દેવામાં આવ્યું કે તેમને માત્ર ‘જેન્ડર ઇસ્યુ’ પર બોલવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે કહેવામાં આવ્યું કે તેમને માત્ર તેમની શૈક્ષણિક પાત્રતાના કારણે બોલાવવામાં આવ્યાં હતાં અને વિષય માત્ર લિંગભેદનો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં