Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મૌલવીઓને પગાર આપી શકો તો અમને કેમ નહીં?’: કેજરીવાલના ઘર આગળ પુજારીએ...

    ‘મૌલવીઓને પગાર આપી શકો તો અમને કેમ નહીં?’: કેજરીવાલના ઘર આગળ પુજારીએ હનુમાન ચાલીસાના ગાન સાથે પ્રદર્શન કર્યું

    પુજારીઓએ પોતાની વાત કહેતા મીડીયાને કહ્યું હતું કે જ્યા સુધી દિલ્લી સરકાર પુજારીઓને વેતન નહી આપે અને સનાતન ધર્મની રક્ષા માટે કામ નહી કરે ત્યાં સુધી અમે આ પ્રદર્શન ચાલું જ રાખીશું.

    - Advertisement -

    દિલ્લીના મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોઈ પણ મુદ્દાને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં કેજરીવાલના ઘરની આગળ હજારો પુજારીઓએ પ્રદર્શન કર્યું તે બાબતને લઈને ચર્ચામાં છે.

    મળતી માહિતી મુજબ, હાલમાં સોશિયલ મીડીયામાં એક વીડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં પુજારીએ હનુમાન ચાલીસ ગાઈ રહ્યા છે સાથે સાથે ભજન પણ કરી રહ્યા છે. આ પ્રદર્શન કરનારા પુજારીઓની માંગણી છે કે જો દિલ્લી સરકાર મૌલવીઓને પગાર આપી શકતી હોય તો પુજારીઓને કેમ ન આપી શકે?

    આ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટી મંદિર પ્રકોષ્ઠના સદસ્યો પણ સામેલ હતા. આ વાતની જાણકારી દિલ્લી ભાજપના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટના માધ્યમથી મળી હતી.

    - Advertisement -

    પુજારીઓએ પોતાની વાત કહેતા મીડીયાને કહ્યું હતું કે જ્યા સુધી દિલ્લી સરકાર પુજારીઓને વેતન નહી આપે અને સનાતન ધર્મની રક્ષા માટે કામ નહી કરે ત્યાં સુધી અમે આ પ્રદર્શન ચાલું જ રાખીશું. અમે બધા ભેગા થયેલા સનાતનીઓની માંગ આ સરકારે પુરી કરવી જ પડશે.

    જો કે આ પહેલીવાર નથી કે કેજરીવાલ સરકાર વિરોધમાં પુજારીઓએ પ્રદર્શન કર્યું હોય. આ પહેલા પણ ઈ.સ. 2021માં ભાજપે પુજારીઓ સાથે કેજરીવાલના ઘરની આગળ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે દિલ્લીના મંદિરોમાં પુજા કરતા પુજારીઓને ઉચિત માનદવેતન આપવામાં આવે. પરંતુ, કેજરીવાલ સરકારે એક પણ વાત માની ન હતી તેના કારણે આજે ફરીથી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

    કેજરીવાલ સરકાર આવતાની સાથે દિલ્લીમાં મૌલવીઓના પગારમાં વધારો કર્યો હતો. આ મુદ્દો હમેશા કેજરીવાલ રાજકીય રીતે ગાળામાં હાડકું સાબિત થયો છે. દિલ્લી જીતવા માટે તૃષ્ટિકરણ ભર્યો આ નિર્ણય લઇ લીધો પરંતુ હવે જયારે પણ અન્ય રાજ્યમાં ચુંટણી લડવા જાય છે ત્યારે તેમના વિરોધમાં આ મુદ્દો મુખ્ય બની જાય છે. ગત ગુજરાતની ચુંટણીમાં પણ કેજરીવાલ માટે આ મુદ્દો મુખ્યો બની ગયો હતો. પોતાની છાપ સુધારેલી બતાવવા માટે કેજરીવાલે ભારતીય નોટ પણ લક્ષ્મીજીના ફોટાની માંગણી પણ કરી હતી. પરંતુ આવા ગતકડા કામે લાગ્યા ન હતા. પરિણામ આમ આદમી પાર્ટી માટે ખુબ જ નિરાશા જનક આવ્યું હતું. હવે આ મુદ્દો કેજરીવાલ સરકાર માટે દિલ્લીમાં પણ ભારી પડી રહ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં