Monday, November 4, 2024
More
    હોમપેજક્રાઈમતેલંગાણામાં ફરી દેવીમાની મૂર્તિ ખંડિત, મંદિરમાં મચાવ્યો ઉત્પાત: 1ની ધરપકડ, ભારેલા અગ્નિ...

    તેલંગાણામાં ફરી દેવીમાની મૂર્તિ ખંડિત, મંદિરમાં મચાવ્યો ઉત્પાત: 1ની ધરપકડ, ભારેલા અગ્નિ જેવો માહોલ, હિંદુઓમાં રોષ

    કુર્માંગુડા વિસ્તારમાં મુથ્યાલમ્મા મંદિરમાં દેવીમાની મૂર્તિ ખંડિત કરવામાં આવી. અજાણ્યા કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યથી સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

    - Advertisement -

    હૈદરાબાદમાં સોમવારે (14 ઓક્ટોબર 2024) કુર્માંગુડા વિસ્તારમાં મુથ્યાલમ્મા મંદિરમાં દેવીમાની મૂર્તિ ખંડિત કરવામાં આવી. અજાણ્યા કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યથી સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાથી રોષિત હિંદુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે આરોપીઓની ઝડપથી ધરપકડ કરીને તેમને કડક સજા કરવામાં આવે. ખબર એવી પણ છે કે એક વ્યક્તિની પોલીસે ધરપકડ પણ કરી છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, મંદિરમાં ઉત્પાત મચાવનાર એક વ્યક્તિને પકડી લીધો હતો. તેને પકડીને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વિડીયોમાં ખંડિત મૂર્તિ અને મંદીરમાં થયેલું રમખાણ સ્પષ્ટ જોઈ શકાય છે.

    વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં બધી જ વસ્તુઓ અસ્ત-વ્યસ્ત પડી છે અને માતાજીની મૂર્તિ પણ ખંડિત પડી છે. મૂર્તિ સિવાય ગર્ભગૃહમાં પણ ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. હિંદુ દેવીના અપમાનની આ ઘટનાથી હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

    - Advertisement -

    બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને ભાજપ પણ આક્રમક દેખાઈ રહ્યું છે. તેલંગાણા ભાજપના નેતા દ્વરા પોસ્ટ કરવામાં આવી છે કે, “સિકંદરાબાદના મોંડા માર્કેટ ડિવિઝનમાં આવેલા મંદિરમાં મુથ્યાલમ્મા માતાની મૂર્તિ ખંડિત કરવામાં આવી. કોંગ્રેસના શાસનમાં હિંદુ અને તેમના મંદિર સુરક્ષિત નથી. વર્તમાન સમયમાં તેલંગાણામાં હિંદુ મંદિર પર થયેલો આ વધુ એક હુમલો છે. રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ અને આરોપીઓન ધરપકડ કરવી જોઈએ.”

    આ ઘટના બાદ વિસ્તારના એસીપીએ સંજ્ઞાન લઈને માહિતી આપી હતી. “હૈદરાબાદમાં પાસપોર્ટ ઓફિસ નજીક કુર્માગુડા ખાતે મુથ્યાલમ્મા મંદિરની મૂર્તિને કથિત રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને માર્કેટ પોલીસ સ્ટેશનની હદ હેઠળ પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે છે. ”

    આ પહેલા ખંડિત કરવામાં આવી હતી દુર્ગામાતાની પ્રતિમા

    નોંધવું જોઈએ કે હૈદરાબાદમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે, જેમાં હિંદુ દેવીની મૂર્તિ ખંડિત કરવામાં આવી હોય. આ પહેલાં ગુરુવારે (10 ઑક્ટોબર 2024) શહેરમાં નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં સ્થાપિત દુર્ગા માતાની મૂર્તિ સાથે તોડફોડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, શહેરમાં દેવી શરણ નવરાત્રિની ઉજવણી દરમિયાન હિંદુ પૂજા પંડાલ પર હુમલો થયો હતો. ઘટનાની જાણ થતાં જ બેગમ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

    દુર્ગા માતાની મૂર્તિ સાથે તોડફોડ કરનારા તોફાનીઓની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. તોડફોડ કરનારા તોફાનીઓએ અગાઉથી જ વીજળીની લાઈનો કાપી નાખી હતી. ઉપરાંત સીસીટીવી ફૂટેજનો નાશ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારપછી તોફાનીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડ્યું હતું અને હિંદુ દેવીની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું હતું. કટ્ટરપંથીઓએ પૂજાનો સામાન પણ ફેંકી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં