INDI ગઠબંધનના અનેક નેતાઓએ સનાતન ધર્મ વિશે અપમાનજનક નિવેદનો આપ્યા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને પણ અગાઉ સનાતન ધર્મ વિશે ઝેર ઓક્યું હતું અને હવે એ જ ગઠબંધનની શરદ પવારની પાર્ટી NCPના નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કર્યું છે. તેમણે સનાતન ધર્મને વિકૃતિ ગણાવી છે અને એવો દાવો કર્યો છે કે, સનાતન ધર્મે ભારતને બરબાદ કરી નાખ્યું છે.
મીડિયા સાથે વાત કરતી વખતે NCP (શરદ પવાર) નેતા જિતેન્દ્ર આવ્હાડે સનાતન ધર્મ વિશે અપમાનજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારતને માત્ર અને માત્ર સનાતન ધર્મે જ બરબાદ કરી નાખ્યું છે. વધુમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ‘સનાતન ધર્મ’ નામનો કોઈ ધર્મ ક્યારેય હતો જ નહીં. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ તો માત્ર હિંદુ ધર્મના અનુયાયી છે. ત્યારબાદ પણ તેમણે ઘણી ભ્રામક અને પાયાવિહોણી વાતો કરીને સનાતન ધર્મ અંગે નિવેદન આપવાનું ચાલુ રાખ્યું હતું.
Thane, Maharashtra | NCP-SCP MLA Jitendra Awhad says, "Sanatan Dharma has ruined India. There was never any religion called Sanatan Dharma. We are followers of Hindu Dharma. It was this so‑called Sanatan Dharma that denied our Chhatrapati Shivaji Maharaj his coronation. This… pic.twitter.com/9vVxwA3XhI
— ANI (@ANI) August 2, 2025
તેમણે ભ્રામક દાવા સાથે કહ્યું કે,”આ કહેવાતા સનાતન ધર્મે આપણા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સનાતન ધર્મે આપણા છત્રપતિ સંભાજી મહારાજને બદનામ કર્યા હતા. આ સનાતન ધર્મના અનુયાયીઓએ જ જ્યોતિરાવ ફૂલેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જ સાવિત્રીબાઈ ફૂલે પર ગાયનું છાણ અને ગંદકી ફેંકી હતી. આ સનાતન ધર્મ જ શાહુ મહારાજની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.”
તેમણે વધુમાં એવા પણ દાવા કર્યા કે, “સનાતન ધર્મે જ ડૉ. ભીમરાવ આંબેડકરને પાણી પીવા કે શાળાએ જવાની પણ મંજૂરી આપી ન હતી. બાબાસાહેબ આંબેડકરે આખરે આ સનાતન ધર્મ સામે બળવો કર્યો, મનુસ્મૃતિને બાળી નાખી અને તેની દમનકારી પરંપરાઓને નકારી કાઢી. મનુસ્મૃતિના લેખક પણ આ સનાતન પરંપરામાંથી આવ્યા હતા. ખુલ્લેઆમ કહેવાથી ડરવું જોઈએ નહીં કે સનાતન ધર્મ અને તેના સનાતન અનુયાયીઓ વિશ્વના વાસ્તવિક દુશ્મન છે. સનાતન ધર્મની વિચારધારા વિકૃત છે.”


