Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદમાં શૌચાલયના પાણીથી બિરિયાનીના ચોખા ધોવાનો વિડીયો વાયરલ, માલિક અકબરે કહ્યું- ઈદનો...

    હૈદરાબાદમાં શૌચાલયના પાણીથી બિરિયાનીના ચોખા ધોવાનો વિડીયો વાયરલ, માલિક અકબરે કહ્યું- ઈદનો દિવસ હતો અને પાણીની મોટર ખરાબ હતી

    57 સેકન્ડનો આ વિડીયો હૈદરાબાદના સિદ્દીપેટ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જે રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે તેનું નામ છે- સોની રેસ્ટોરન્ટ એન્ડ ધાબા.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર હાલ હૈદરાબાદનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં અમુક લોકો એક રેસ્ટોરન્ટમાં શૌચાલયના પાણીથી બિરિયાનીના ચોખા ધોઈને બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, અમુક ગ્રાહકોએ જ્યારે બાથરૂમમાં જઈને જોયું તો તેમણે રેસ્ટોરન્ટના માણસોને શૌચાલયના પાણીથી બિરિયાનીના ચોખા ધોતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ કંઈ પણ ખાધા વગર જ રેસ્ટોરન્ટમાંથી પરત ફર્યા હતા. 

    57 સેકન્ડનો આ વિડીયો હૈદરાબાદના સિદ્દીપેટ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જે રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે તેનું નામ છે- સોની રેસ્ટોરન્ટ એન્ડ ધાબા. વીડિયોમાં રેસ્ટોરન્ટના સ્ટાફથી નારાજ ગ્રાહકો ગાળાગાળી કરતા જોવા મળે છે અને શૌચાલયના પાણીમાંથી ચોખા ધોવાનો આરોપ લગાવતા જોવા મળે છે. 

    - Advertisement -

    આ વીડિયોમાં એક કમોડ પણ દેખાય રહ્યું છે, જેની બાજુમાં એક ડોલ અને ટબલર રાખવામાં આવ્યાં છે. ટોયલેટની બરાબર બાજુમાં એક ડોલમાં ચોખા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને ચર્ચા જોવા મળી રહી છે અને લોકો કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. 

    ઑપઇન્ડિયાએ આ રેસ્ટોરન્ટના માલિક અકબર સાથે વાત કરી હતી. અકબરે અમને જણાવ્યું કે ઘટના જુમ્માની રાત્રિની એટલે કે શુક્રવાર (21 એપ્રિલ, 2023)ની છે. તેમણે કહ્યું કે, ઈદનો દિવસ હતો અને મોટર ખરાબ હતી જેથી તેમણે પાણી ડોલમાં ભરીને રાખ્યું હતું. અકબરે કહ્યું કે, તેમના કિચન સ્ટાફ અને સફાઈકર્મીઓ વચ્ચે સામંજસ્ય ન હોવાના કારણે લોકો ગેરમાર્ગે દોરાયા હતા. 

    તેમણે અમને એ પણ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટની તપાસ માટે કેટલાક સ્થાનિક અધિકારીઓ પણ આવ્યા હતા. બીજી તરફ, જે લોકોએ આ વિડીયો વાયરલ કર્યો તેને તેઓ ન ઓળખતા હોવાનું જણાવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં