તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પાર્લે-જી બિસ્કીટ (Parle G) ભારતમાં ₹5માં મળે છે એ ગાઝાના (Gaza Strip) લોકોને ₹2300થી વધુની કિંમતમાં વેચવામાં આવી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આ બિસ્કિટ ભારતે મદદના રૂપમાં મોકલ્યાં હતાં, પરંતુ હમાસે (Hamas) તેમને રોકી લીધા અને નાગરિકોની મદદને અટકાવી અને તેમને કાળા બજારમાં 500 ગણી વધુ કિંમતે વેચી રહ્યું છે. એમ લાગી રહ્યું છે કે હમાસની કાળી કરતૂતોના પરિણામો ગાઝાના નાગરિકો ભોગવી રહ્યા છે, જેમાંથી ઘણા લોકો ભૂખમરાની સ્થિતિમાં ફસાયેલા છે.
NDTVના અહેવાલ અનુસાર ગાઝામાં પાર્લે-જીના બિસ્કિટોની એક પેકેટની કિંમત ₹2400 સુધી પહોંચી ગઈ છે, જે ભારતમાંની કિંમતના 500 ગણા છે. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક પિતા જણાવે છે કે તેમણે તેમની પુત્રી માટે આ બિસ્કિટો ખરીદવા માટે ₹2300 ચૂકવ્યાં, જે તેમના માટે એક મોંઘી ખરીદી હતી.
India sent Parle G to Palestinians as an Aid but Aid trucks get captured by Hamas and they sell the food and medicines in black to the hungry Palestinians
— Hindutva Knight (@HPhobiaWatch) June 6, 2025
₹5 Parle-G being sold at ₹2,500. This is the real face of the so-called resistance exploiting the misery of innocents https://t.co/dGV59a51ue
આ વિડીયોમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “લાંબી રાહ જોયા પછી, આજે આખરે મને રવિફના મનપસંદ બિસ્કિટ મળ્યા. ભલે કિંમત 1.5 યુરોથી વધીને 24 યુરોથી (₹2,342) વધુ થઈ ગઈ હોય, હું રવિફને તેના મનપસંદ બિસ્કિટ લઇ આપવા માટે ઇનકાર કરી શક્યો નહીં.”
નોંધનીય બાબત છે કે ગાઝામાં રહેલ આતંકી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ગાઝામાં પરિસ્થિતિ વધુ તંગ બની છે. અહેવાલ મુજબ આ વર્ષે 2 માર્ચથી 19 મે દરમિયાન, આ પેલેસ્ટિનિયન વિસ્તારને લગભગ સંપૂર્ણ નાકાબંધીનો સામનો કરવો પડ્યો હતો. મર્યાદિત સંખ્યામાં માનવતાવાદી ટ્રકો ત્યાં જઈ રહી હતી. આંતરરાષ્ટ્રીય દબાણ પછી તેમને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.

NDTVએ ગાઝામાં રહેતા 31 વર્ષીય સર્જન ડૉ. ખાલિદ અલશવા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સમસ્યા મૂળ સપ્લાયર્સ કે કરવેરા સાથે સંબંધિત નથી. આ વસ્તુઓ સામાન્ય રીતે માનવતાવાદી સહાય તરીકે ગાઝામાં મફતમાં આવે છે. પરંતુ ફક્ત થોડા લોકો જ તે મેળવી શકે છે. અછતને કારણે, તે કાળા બજારમાં વેચાવા લાગ્યા છે.”
નોંધનીય છે કે ગાઝામાં માત્ર પાર્લે-જી નહીં પરંતુ એ સિવાય પણ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ મોંઘા ભાવે વેચાઈ રહી છે. કેટલીક વસ્તુઓની કિંમત નીચે મુજબ છે.
- 1 કિલો ખાંડ: ₹4,914
- 1 લિટર ખાદ્ય તેલ: ₹4,177
- 1 કિલો ડુંગળી: ₹4423
- 1 કિલો બટાકા: ₹1,965
- 1 કપ કોફી: ₹1,800

ઉલ્લેખનીય બાબત છે કે જ્યારથી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે તેના પરિણામ ગાઝાના લોકો ભોગવી રહ્યા છે. હમાસના આતંકીઓ સામાન્ય નાગરિકોના વિસ્તારમાં તેમના ઠેકાણાંઓ બનાવી રહે છે. હમાસે તેના બધા ઠેકાણાં રહેવાસી વિસ્તારોમાં બનાવેલા છે. જેના કારણે નાગરિકો વધુને વધુ સંકટમાં ફસાયા છે. આ રણનીતિના પરિણામે, મદદના માલને પણ અટકાવવામાં આવ્યો છે, જે નાગરિકોની સ્થિતિને વધુ ખરાબ બનાવે છે.