Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેલમાં બંધ AAP નેતા વીઆઈપી સગવડો મેળવતા હોવાના આરોપ બાદ કેન્દ્ર સરકાર...

    જેલમાં બંધ AAP નેતા વીઆઈપી સગવડો મેળવતા હોવાના આરોપ બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ: અગાઉ લાગ્યાં હતાં ‘કેજરીવાલ મસાજ સેન્ટર’નાં પોસ્ટરો

    'આપ' નેતા સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલમાં મસાજ, ઘરનું ભોજન વગેરેની સુવિધા મળતી હોવાના આરોપ લાગ્યા હતા.

    - Advertisement -

    તિહાડ જેલમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ અપાતી હોવાની ED ની ફરિયાદ બાદ હવે ગૃહ મંત્રાલયે આ મામલે દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ આપવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી, ત્યારબાદ MHAએ રિપોર્ટ મંગાવ્યો છે. EDએ ગૃહ મંત્રાલયને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે સત્યેન્દ્ર જૈન જેલ અધિકારીઓ સાથે મિલીભગતમાં છે અને તેમને તમામ છૂટ આપવામાં આવી રહી છે.

    EDએ આ મામલામાં કોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું છે જેમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું છે કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં માથા, પગ અને પીઠની મસાજ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. EDએ કોર્ટને કહ્યું કે સત્યેન્દ્ર જૈન પણ જેલ મંત્રી છે અને તેઓ પોતાના પદનો દુરુપયોગ કરીને અયોગ્ય લાભ લઈ રહ્યા છે.

    તિહાડ જેલ બહાર ‘કેજરીવાલ મસાજ સેન્ટર’ના પોસ્ટરો

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તિહાડ જેલમાં બંધ કેજરીવાલ સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મસાજ અને ઘરના ભોજન સાથે વીઆઈપી સગવડો મેળવતા હોવાનો ઇડીએ ખુલાસો કર્યા બાદ જેલની બહાર ‘કેજરીવાલ મસાજ સેન્ટર’નાં પોસ્ટરો લાગ્યાં હતાં. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ હતી.

    VIP સગવડ મળતી હોવાની EDની કોર્ટમાં ફરિયાદ

    આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ગંભીર આરોપોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ કરી હતી કે આમ આદમી પાર્ટી (AAP) નેતા જેલના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જૈન જેલમાં ‘આલિશાન જીવનશૈલી’ જીવે છે તેવો આરોપ લગાવતા તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે તે આ કેસના સહ-આરોપીઓ સાથે પણ નિયમિત રીતે વાત કરી રહ્યા છે જે તપાસને અસર કરી રહી છે.

    ભ્રષ્ટાચારના આરોપ હેઠળ ED દ્વારા જૈનની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે 12 જૂન 2022થી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર 5 નવેમ્બરે સુનાવણી થવાની છે. સત્યેન્દ્ર જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરિહરને કોર્ટને કહ્યું કે જૈન કોઈ કંપનીના માલિક નથી, જેના કારણે તેમની વિરુદ્ધ કોઈ કેસ નથી, તેથી તેમને જામીન આપવામાં આવે. 5 નવેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલો પણ દિલ્હીના મંત્રીની જામીન અરજી પર કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં