Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: હિંદુ મહિલાના ઈન્ઝમામ સાથે હતા સબંધો, પતિને જાણ થતાં હત્યા કરી...

    અમદાવાદ: હિંદુ મહિલાના ઈન્ઝમામ સાથે હતા સબંધો, પતિને જાણ થતાં હત્યા કરી નાંખી; એક અઠવાડિયામાં આવો બીજો કિસ્સો

    અનૈતિક સબંધોમાં આડે આવતા પતિને માર્ગમાંથી દૂર કરવા માટે મહિલાએ પ્રેમી ઈન્ઝમામ સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં લગ્નેતર સબંધોમાં હત્યા કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ મુસ્લિમ પ્રેમી સાથેના સબંધોમાં આડે આવતા પતિનો કાંટો કાઢી નાંખવા માટે કાવતરું ઘડ્યું અને ઝેરી દવા પીવડાવ્યા બાદ ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે બેની ધરપકડ કરી છે. 

    મામલો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારનો છે. અહીં રહેતી એક પરણિત હિંદુ મહિલાના રાજકોટના એક મુસ્લિમ વ્યક્તિ સાથે પ્રેમસબંધ હતા. જેની જાણ મહિલાના પતિને થઇ જતાં બંનેએ મળીને તેની હત્યા કરી નાંખી હતી. 

    મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત વધુ વિગતો અનુસાર, મૂળ દાહોદનો રોહિત બામણિયા છેલ્લા થોડા સમયથી પરિવાર સાથે અમદાવાદમાં રહેતો હતો. તેની પત્ની અનુરાધા અને ઈન્ઝમામ ખ્યાર વચ્ચે પાંચેક વર્ષથી પ્રેમસબંધો હતા. કોઈક રીતે રોહિતને આ બાબતની જાણ થઇ ગઈ હતી અને જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા રહેતા હતા. 

    - Advertisement -

    અનૈતિક સબંધોમાં આડે આવતા પતિને માર્ગમાંથી દૂર કરવા માટે મહિલાએ પ્રેમી ઈન્ઝમામ સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે ઈન્ઝમામ રાજકોટથી ઝેરી દવા સલ્ફાસ લઇ આવ્યો હતો. 

    ગુરુવારે (12 જાન્યુઆરી 2023) બપોરના સમયમાં મહિલાએ પતિને વિશ્વાસમાં લઈને ઝેરી દવા આપી દીધી હતી અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. 

    મામલાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહ કબ્જે કરી શંકાના આધારે પત્ની અને ત્યારબાદ તેના પ્રેમી બંનેની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે હિંદુ મહિલાએ મુસ્લિમ પ્રેમી સાથેના સંબંધોમાં આડે આવતા પતિની હત્યા કરી નાંખી હોય તેવો આ બીજો કિસ્સો બન્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક યુવકની હત્યા કરી નાંખવામાં આવતી હતી. જે મામલે તેની પત્ની મિરલ, તેનો પ્રેમી અનસ મન્સૂરી અને બહેનપણી ખુશી પકડાયાં હતાં. 

    મિરલ અને અનસ વચ્ચે એક મહિનાથી પ્રેમ સબંધ હતો અને જે બાબતે પતિ મહેશે વાંધો ઉઠાવતાં ત્રણેયે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેના ભાગરૂપે અનસ મન્સૂરીએ તેને અવાવરું જગ્યાએ લઇ જઈને છરી મારી દીધી હતી અને લાશ કૂવામાં ફેંકી દીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં