Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલાના એક મહિનાથી અનસ મન્સૂરી સાથે હતા સબંધો, તેને ‘ભાઈ માન્યો’ હોવાનું...

    મહિલાના એક મહિનાથી અનસ મન્સૂરી સાથે હતા સબંધો, તેને ‘ભાઈ માન્યો’ હોવાનું કહેતી: અમદાવાદના યુવકની હત્યામાં મોટા ખુલાસા, પિતાએ કરી ન્યાયની માંગ

    પીડિત પિતાએ જણાવ્યું કે કઈ રીતે અનૈતિક સબંધોમાં વચ્ચે આવતા તેમના પુત્રને પુત્રવધુ મિરલે પ્રેમી અનસ અને બહેનપણી ખુશી સાથે મારી નાંખ્યો હતો અને ગુમ થયો હોવાનું કહીને તેમને ચકરાવે ચડાવ્યા હતા. 

    - Advertisement -

    અમદાવાદના નિકોલમાં એક મહિલાએ તેના મુસ્લિમ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. યુવકની હત્યા મામલે હવે વધુ વિગતો સામે આવી છે. જે અનુસાર, મહિલાને માત્ર એક મહિનાથી અનસ મન્સૂરી સાથે સબંધો હતા અને બંનેનો સંપર્ક તેની બહેનપણી મારફતે થયો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે મૃતક યુવકે પત્નીને અનસ વિશે પૂછ્યું ત્યારે મહિલાએ કહ્યું હતું કે તેને તેણે ભાઈ માન્યો છે!

    વિગતો દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટમાંથી સામે આવી છે. અખબારે મૃતક યુવક મહેશના પિતા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે કઈ રીતે અનૈતિક સબંધોમાં વચ્ચે આવતા તેમના પુત્રને પુત્રવધુ મિરલે પ્રેમી અનસ અને બહેનપણી ખુશી સાથે મારી નાંખ્યો હતો અને ગુમ થયો હોવાનું કહીને તેમને ચકરાવે ચડાવ્યા હતા. 

    અગાઉ પણ એ બાબતો સામે આવી હતી કે મૃતક યુવક મહેશ અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહીને રિક્ષા ચલાવતો હતો. મહેશની પત્ની મિરલના પિતા એકલા જ હોવાનું કારણ આપી લગભગ દસેક મહિના પહેલાં તેઓ અહીં આવ્યાં હતાં. અહીં મૃતક મહેશ, તેની પત્ની મિરલ, બે પુત્રો અને મહેશના સસરા રહેતા હતા. 

    - Advertisement -

    મિરલની બહેનપણી ખુશીની અનસ સાથે મિત્રતા હતી

    અમદાવાદ મિરલના ઘરની સામે રહેતી યુવતી ખુશીની અનસ મન્સૂરી સાથે લગભગ ચાર વર્ષથી મિત્રતા હતી અને તેણે જ મિરલની ઓળખાણ તેની સાથે કરાવી હતી. જોકે, તેને મહિના જેટલો જ સમય થયો હતો. ત્યારથી અનસ તેમના ઘરે પણ અવારનવાર આવતો રહેતો હતો. જેના કારણે મહેશે પૂછપરછ કરતાં મિરલે કહ્યું હતું કે તેને તેણે ભાઈ માન્યો છે!

    મહેશે ફોન ચેક કરતાં મિરલના ફોનમાંથી તેના અનસ મન્સૂરી સાથેના ફોટા પણ જોવા મળ્યા હતા. મૃતકના પિતાએ એ પણ જણાવ્યું કે બે વર્ષ પહેલાં સુરતમાં પણ એક યુવક સાથે મિરલના સબંધો હતા. જેના કારણે બીજી વખત આવું થતાં  મહેશ ગુસ્સે થયો હતો, પરંતુ પત્ની તેને દબાવી દેતી હતી. 

    રાજસ્થાનમાં હત્યાનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ ફાવ્યાં ન હતાં

    મિરલ અને અનસે તેમના સબંધોમાં વચ્ચે આવતા મહેશનું કાસળ કાઢી નાંખવાનું કાવતરું ઘડ્યું અને એ માટે જ તેમણે રાજસ્થાન ફરવા જવા માટેનું પ્લાનિંગ કર્યું હશે તેવી પ્રબળ આશંકાઓ છે. અગાઉ પણ સામે આવ્યું હતું કે રાજસ્થાનમાં મિરલ પુત્રો અને મહેશને મૂકીને ક્યાંક જતી રહેતી હતી. જે બાબતને લઈને ત્યાં પણ તેમની વચ્ચે બોલાચાલી થઇ પરંતુ તેઓ મહેશને કંઈ કરી શક્યાં ન હતાં. 

    પછીથી અમદાવાદ આવીને મહેશ તેના પિતાના ઘરે પરત જવા માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ અનસ તેને ફોસલાવીને કઠવાડા સ્થિત તેના ઘરે લઇ ગયો હતો. ઘરની પાછળના ભાગે તેઓ બંને બેઠા હતા ત્યારે અનસે તેને છરી મારી દીધી હતી. વધુ પડતું લોહી વહી જતાં મહેશ મૃત્યુ પામ્યો અને ત્યારબાદ તેની લાશ નજીકના કૂવામાં ફેંકી દીધી હતી. 

    બીજી તરફ, કાવતરાના ભાગરૂપે તે જ રાત્રે મિરલ તેનો પતિ દારૂ પીને ક્યાંક ગુમ થઇ ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી આવી હતી. તેમજ જે રાત્રે ઘટના બની ત્યારે મહેશના પિતાએ ફોન કરતાં મિરલ અને તેની બહેનપણીએ મહેશ ક્યાંક બહાર જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. 

    બીજા દિવસે પિતા મહેશને શોધતા અમદાવાદ પહોંચતાં ત્યારે પણ મિરલ અને તેના સાથીઓએ મહેશ ગુમ થઇ ગયો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું અને ઉપરથી પોલીસ મથકે જઈને મહેશના પિતા ઉપર જ તેને સંતાડી દીધો હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ અગાઉની ઘટનાઓ જાણતા મૃતક યુવકના પિતાએ મિરલ, અનસ અને ખુશી ઉપર શંકા વ્યક્ત કરી ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેયની કડક પૂછપરછ કરતાં ગુનો કબૂલી લીધો હતો. 

    ‘મારા પુત્રનો કોઈ વાંક-ગુનો ન હતો’

    પીડિત પિતાએ ન્યાયની માંગ કરતાં કહ્યું કે, “મારા પુત્રનો કોઈ વાંક, કોઈ ગુનો ન હતો. તેના દીકરા બાપ વિનાના થઇ ગયા. અનસને મોટામાં મોટી સજા કરવામાં આવે, તેને ફાંસીની સજા મળવી જોઈએ. મિરલને પણ સજા કરવામાં આવે, તેણે આ બે દીકરાઓ સામે પણ ન જોયું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં