Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાંતાના રસુલપુરામાં હિંદુ પરણિતા અને પ્રેમી નૂરમહંમદ મેહસાણીયાએ પતિની કરી હત્યા: નૂરમહંમદ...

    દાંતાના રસુલપુરામાં હિંદુ પરણિતા અને પ્રેમી નૂરમહંમદ મેહસાણીયાએ પતિની કરી હત્યા: નૂરમહંમદ તેમના જ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો

    આવા બનાવોને લઈ મુસ્લિમો હિંદુ મહિલાઓને સાથે ફરી આવો વહેવાર ન કરે તે માટે મંગળવારે સમગ્ર દાંતા ગામના વેપારીઓએ પોતાના વેપાર ધંધા ઝડબેસલાક બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તમામ લોકો એકઠા થઇ મૃતક જયંતિભાઈ ઠાકોરને શ્રધ્ધાંજલિ આપી હતી. 

    - Advertisement -

    બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રસુલપુરા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેતરમાં કામ કરતા એક મુસ્લિમ ભાગીયા નૂરમહંમદે માલિકની પત્નીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં બંનેએ સાથે મળીને તેની હત્યા કરી દીઘી હતી.

    ઝી24 કલાકના અહેવાલ મુજબ દાંતા તાલુકાના રસુલપુરા ગામના જયંતીભાઈ ઠાકોરના ખેતરમાં નૂરમહંમદ મહેસાણીયા વર્ષોથી ભાગીયા તરીકે કામ કરતો હતો. આ નૂરમહંમદે પાંચ વર્ષ પહેલા માલિક જયંતીભાઈ ઠાકોરના પત્ની સવિતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયારે બંનેને લાગ્યું કે જયંતીભાઈ તેમના પ્રેમસંબંધમાં આડા આવી રહ્યા છે ત્યારે તે બંનેએ ભેગા મારીને તેમની હત્યાનું કાવતરું ઘડીને હત્યા કરી દીધી હતી.

    પ્રેમસંબંધ વિષે પતિને શંકા જતા નૂરમહંમદે સવિતા સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું

    હવે જયારે સવિતાના પતિને ભાગીયા નૂરમહંમદ પર પોતાની પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા જવા લાગી એટલે તે બંનેએ ભેગા થઈને જયંતીભાઈનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.

    - Advertisement -

    પહેલી નક્કી કર્યા મુજબ ભાગીયો નૂરમહમંદ જયંતીભાઈને પોતાની કારમાં બેસાડીને દાંતાના નારગઢ ગામે આવેલ ખેતરમાં લઇ ગયો. જ્યાં સવિતા પહેલાથી હાજર હતી. અહીં સવિતા અને નૂરમહંમદે પહેલા જયંતીભાઈ સાથે મારામારી કરી અને બાદમાં મકાઈના ડોડા વચ્ચે તેમનું ગાળું દબાવીને તેમની હત્યા કરી દીધી હતી.

    જોકે આ હત્યા છુપાવવા પત્ની અને તેના પ્રેમી ભાગીયા નૂરમહંમદે મૃતક જયંતીભાઈના મૃતદેહને દાંતાના હરિવાવ નજીક જાહેર રોડ ઉપર રઝળતો ફેંકી દીધો હતો. 

    આ ઘટનાને લઈ બનાસકાંઠા પોલીસે હાથ ધરેલી તપાસમાં સમગ્ર ભાંડો ફોડી દેતા હત્યાના આરોપી પત્ની સવિતા અને તેના પ્રેમી નૂરમહંમદ મેહસાણીયાની ધરપકડ કરવામાં આવી છે.

    ઠાકોર સમાજ અને હિંદુ સંગઠનોએ દાંતામાં બંધ પાળ્યો

    આ ઘટના પ્રકાશમાં આવતા જ ઠાકોર સમાજ સહીત સમગ્ર હિંદુ સમાજમાં રોશની લાગણી જોવા મળી હતી. તેઓએ આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી.

    આવા બનાવોને લઈ મુસ્લિમો હિંદુ મહિલાઓને સાથે ફરી આવો વહેવાર ન કરે તે માટે મંગળવારે સમગ્ર દાંતા ગામના વેપારીઓએ પોતાના વેપાર ધંધા ઝડબેસલાક બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તમામ લોકો એકઠા થઇ મૃતક જયંતિભાઈ ઠાકોરને શ્રધ્ધાંજલિ આપી હતી. 

    ઠાકોર સમાજ તેમજ વિશ્ર્વહિન્દુ પરીષદ, બજરંગ દળ, સહીત હિન્દુ લોકોએ રેલી યોજી દાંતા પ્રાંત કચેરીએ પહોંચી સબ ડિવઝનલ મેજિસ્ટેટને આવેદન પત્ર પાઠવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં